android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Train Spare Parts: બજારમાં ટ્રેનના સ્પેરપાર્ટ્સ કેમ નથી ઉપલબ્ધ, જાણો શું છે કારણ?
calendar_today June 7, 2026

Train Spare Parts: બજારમાં ટ્રેનના સ્પેરપાર્ટ્સ કેમ નથી ઉપલબ્ધ, જાણો શું છે કારણ?

ટ્રેનના વ્હીલ્સ, બ્રેક્સ, બોગી અને એન્જિન જેવા ભાગો ક્યાં બને છે. અને તે બજારમાં કેમ મળતા નથી. વિશિષ્ટ ટેકનોલોજીનો ઉપયોગ રેલ્વે દેશની સૌથી મહત્વપૂર્ણ અને સલામત પરિવહન સેવાઓમાંની એક છે. લાખો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે, તેથી ટ્રેનમાં વપરાતા દરેક ભાગની ગુણવત્તા અને ટકાઉપણું પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ જ કારણ છે કે રેલ્વે સ્પેરપાર્ટ્સ ફક્ત અધિકૃત કંપનીઓ દ્વારા અને રેલ્વેની દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે અને ખરીદવામાં આવે છે. રેલ્વે એક કેન્દ્રિય અને અત્યંત સુરક્ષિત સિસ્ટમ છે. રેલ્વેમાં વપરાતા મોટાભાગના ભાગો ખૂબ જ વિશિષ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બજારમાં દુરુપયોગ થવાનો ભય ટ્રેન સામાન્ય વાહનોમાં વપરાતા ભાગોથી વિપરીત છે. ટ્રેનના વ્હીલ્સ, બ્રેક સિસ્ટમ્સ, એક્સલ્સ, બોગી ફ્રેમ્સ અને કપ્લર્સ જેવા ભાગો અત્યંત કડક સલામતી ધોરણો અનુસાર બનાવવામાં આવે છે. જો આવા ભાગો ખુલ્લા બજારમાં ઉપલબ્ધ થાય તો બજારમાં દુરુપયોગ અથવા નકલી ઉત્પાદનોનો પ્રવેશ થવાનું જોખમ વધી શકે છે. આ જ કારણ છે કે ફક્ત ભારતીય રેલ્વે અને તેના અધિકૃત ઉત્પાદકો જ આ ભાગોનું ઉત્પાદન અને સપ્લાય કરે છે. શું છે કારણ ? રેલ્વે ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના ભાગો વિશિષ્ટ ડિઝાઇન અને ટેકનોલોજી પર આધારિત છે. તેનું ઉત્પાદન કરતી કંપનીઓ મર્યાદિત સંખ્યામાં છે. રેલ્વે માટે ભાગોનું ઉત્પાદન કરતા ઉત્પાદકો અસંખ્ય ગુણવત્તા પરીક્ષણોમાંથી પસાર થાય છે. દરેક ભાગનું મજબૂતાઈ, ટકાઉપણું અને સલામતી માટે પરીક્ષણ કરવામાં આવે છે. આ જ કારણ છે કે રેલ્વે સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન સામાન્ય ઓટોમોબાઈલ ભાગોના ઉત્પાદન કરતાં ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. આ પણ વાંચોઃ ઇઝરાયલનો લેબેનાન પર મોટો હુમલો, બેરૂતમાં હિઝબુલ્લાહનું કમાન્ડ સેન્ટર ધ્વસ્ત

Read Full Story arrow_forward
Girના જંગલમાં ભેદી વાયરસની ચિંતા વચ્ચે સુખદ નજારો, 9 સિંહોનું ટોળું કુંડ પર પાણી પીવા આવ્યું
calendar_today June 7, 2026

Girના જંગલમાં ભેદી વાયરસની ચિંતા વચ્ચે સુખદ નજારો, 9 સિંહોનું ટોળું કુંડ પર પાણી પીવા આવ્યું

ગીરના જંગલોમાં વનરાજો પર તોળાઈ રહેલા એક ભેદી વાયરસના સંકટ અને ચિંતા વચ્ચે પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે એક ખૂબ જ સુખદ અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. એશિયાટીક સિંહોના ગઢ ગણાતા ગીર જંગલની મધ્યમાં વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા એક કૃત્રિમ વોટર પોઈન્ટ (કુંડ) પર એકસાથે 9 સિંહોનું આખું ટોળું પાણી પીવા ઉતરી આવ્યું હોય તેવો એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. સિંહોના આ શાહી પરિવારનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.વાયરસના ભય વચ્ચે વનરાજનો વટ છેલ્લા કેટલાક સમયથી ગીરના સિંહોમાં કોઈ અજ્ઞાત કે ભેદી વાયરસ ફેલાયો હોવાની આશંકાઓ અને વન વિભાગની ચિંતા વચ્ચે આ વાયરલ વીડિયોએ વન્યજીવ પ્રેમીઓમાં નવી આશા જગાવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાળઝાળ ગરમી વચ્ચે જંગલની શાંતિને ચીરતા વનરાજ પોતાના આખા પરિવાર સાથે પાણીની તલાશમાં નીકળ્યા છે. જંગલની વચ્ચે પથ્થરોથી બનેલા પાણીના કુંડ પર એક-બે નહીં પરંતુ લાઈનબદ્ધ રીતે ગોઠવાયેલા 9 સિંહો એકસાથે શાંતિથી પાણી પી રહ્યા છે, જે ગીરની અસ્મિતા અને સિંહોની ભવ્યતા દર્શાવે છે. વન વિભાગ દ્વારા કડક દેખરેખ આ નજારો કોઈ પ્રવાસી અથવા વન વિભાગના કર્મચારીના કેમેરામાં કેદ થયો હોવાનું અનુમાન છે. વાયરસના ખતરાને પગલે વન વિભાગ હાલમાં સિંહોના સ્વાસ્થ્ય અને તેમની હિલચાલ પર ખૂબ જ કડક અને ગંભીરતાપૂર્વક દેખરેખ રાખી રહ્યું છે, ત્યારે તમામ 9 સિંહો એકસાથે સ્વસ્થ અને કલ્લોલ કરતા જોવા મળતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઇન્ટરનેટ પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેને ગીર જંગલનો અત્યાર સુધીનો સૌથી સુંદર અને સકારાત્મક વીડિયો ગણાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: 'ઓપરેશન મ્યુલ હન્ટ-2.0' હેઠળ બેંક ખાતા ભાડે આપતા આરોપીઓની ધરપકડ
calendar_today June 7, 2026

Rajkot News: 'ઓપરેશન મ્યુલ હન્ટ-2.0' હેઠળ બેંક ખાતા ભાડે આપતા આરોપીઓની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે 'ઓપરેશન મ્યુલ હન્ટ-2.0' અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ગુનેગારોને કમિશનની લાલચે પોતાના બેંક ખાતા ભાડે આપતા તત્વો પર પોલીસે ધોંસ બોલાવી છે. જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં સાયબર ફ્રોડ અંતર્ગત કુલ 8 FIR નોંધીને 16 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.રૂ.1 કરોડ 78 લાખનું મોટું સાયબર ફ્રોડ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા અને વોન્ટેડ શખ્સોના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને સાયબર ઠગો દ્વારા આશરે 1 કરોડ 78 લાખ રૂપિયાનું મોટું ફ્રોડ આચરવામાં આવ્યું હતું. આ અંગે નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદો મળી હતી. સાયબર ગુનેગારો સામાન્ય લોકોને ટૂંકી કમાણીની લાલચ આપી તેમના બેંક ખાતા (મ્યુલ એકાઉન્ટ) મેળવતા હતા અને તેમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરાવી લેતા હોવાનો ખુલાસો થયો છે. જિલ્લા પોલીસ વડાની લોકોને ખાસ અપીલ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે અપીલ કરી છે કે કોઈ પણ નાગરિકે કમિશન કે નાણાકીય લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ કે ચેકબુક અજાણ્યા શખ્સોને ભાડે આપવા જોઈએ નહીં. ગેરકાયદે પ્રવૃત્તિ માટે બેંક ખાતા આપનાર વ્યક્તિ પણ કાયદાકીય રીતે ગુનેગાર ગણાશે અને તેની સામે કડક પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward