android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા પુરૂષોત્તમ પીપળીયાની અટકાયત
calendar_today June 7, 2026

Rajkot News: ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા પુરૂષોત્તમ પીપળીયાની અટકાયત

રાજકોટમાં આજે આયોજિત બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 'દિવ્ય દરબાર'ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિવ્ય દરબારનો ઉગ્ર વિરોધ કરી રહેલા રાજકોટના જાણીતા સામાજિક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાની પોલીસે અટકાયત કરી લીધી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ સ્થળે પહોંચીને વિરોધ પ્રદર્શન કરે તે પૂર્વે જ પોલીસે આ આકરી કાર્યવાહી કરી છે.દિવ્ય દરબારમાં જવા રવાના થાય તે પહેલા જ દબોચી લેવાયાઘટનાની મળતી માહિતી અનુસાર, સામાજિક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયા બાગેશ્વરધામના દિવ્ય દરબારમાં જવા માટે અને ત્યાં રૂબરૂ વિરોધ નોંધાવવા માટે મક્કમ હતા. તેઓ પોતાના ઘરેથી કાર્યક્રમ સ્થળ તરફ રવાના થાય તે પહેલા જ ત્યાં પહેરેહાલ તૈનાત રહેલી પોલીસની ટીમે તેમની અટકાયત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે અગાઉથી જ પોલીસ દ્વારા તેમના ઘરની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને આપી હતી ખુલ્લી ચેલેન્જપુરૂષોત્તમ પીપળીયાએ બાગેશ્વરધામના આ આયોજનને 'દિવ્ય દરબાર' નહીં પણ 'પ્રેત દરબાર' ગણાવ્યો હતો. તેમણે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, જો બાબા ચમત્કારી હોય તો તેમના પ્રશ્નોના સાચા જવાબ આપી બતાવે. જો બાબા સાચા જવાબ આપશે, તો તેઓ પોતે વિરોધ કરવાનું છોડીને બાબાના પરમ ભક્ત બની જશે અને તેમનો પ્રચાર કરશે. આ પડકાર બાદ રાજકોટમાં માહોલ ગરમ થયો હતો.કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી: પોલીસનું રટણપુરૂષોત્તમ પીપળીયાની અટકાયત અંગે સ્થાનિક પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, બાગેશ્વરધામના દરબારમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટવાના છે. આવા સમયે જો કોઈ વિરોધ પ્રદર્શન થાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે, તેમજ ઘર્ષણ થવાની પણ સંભાવના રહેલી છે. આથી, શહેરમાં શાંતિ જાળવી રાખવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સાવચેતીના ભાગરૂપે કાયદાકીય જોગવાઈ હેઠળ પુરુષોત્તમ પીપળીયાની અટકાયત કરવામાં આવી છે. હાલ આ એક્શન બાદ રાજકોટમાં ચર્ચાનો દોર તેજ બન્યો છે.આ પણ વાંચો - Rajkot News: સામાજિક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકી કહી આ મોટી વાત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગુજરાતમાં વાવણીના શ્રીગણેશ ક્યારે? અમરેલીના આગાહીકાર જયપ્રકાશ માઢકની ચોમાસા અંગે મોટી આગાહી
calendar_today June 7, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં વાવણીના શ્રીગણેશ ક્યારે? અમરેલીના આગાહીકાર જયપ્રકાશ માઢકની ચોમાસા અંગે મોટી આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
West Bengal : સત્તા ગુમાવ્યા બાદ TMCના નેતાની હાલત કફોડી, જનતાએ દોરડાથી બાંધી કર્યા આવા હાલ
calendar_today June 7, 2026

West Bengal : સત્તા ગુમાવ્યા બાદ TMCના નેતાની હાલત કફોડી, જનતાએ દોરડાથી બાંધી કર્યા આવા હાલ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં હિંસા અને બદલાની ભાવનાનો સિલસિલો રોકાવાનું નામ નથી લેતો. તાજેતરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હાવડા જિલ્લામાંથી સામે આવી છે.જ્યાં ટીએમસીના એક સ્થાનિક અને કદ્દાવર નેતા સંન્યાસી મન્નાને ઉગ્ર ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.સ્થાનિક લોકોએ ન ફક્ત કાયદો હાથમાં લીધો,પણ ટીએમસી નેતાને એવી તાલિબાની સજા આપી,જેણે આખા રાજ્યના પ્રશાસનિક અધિકારીઓને દોડતા કરી દીધા.ટીએમસી સુપ્રીમ મમતા બેનર્જીની સત્તા જતાં જ ટીએમસી નેતાઓ પર આફત આવી ગઈ છે.ધારાસભ્યોના બળવા બાદ પાર્ટીના સ્થાનિક નેતાઓને પણ જનતાના ગુસ્સાનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યાહાવડાના એક વિસ્તારમાં રવિવાર મોડી સાંજે ભારે સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે ટીએમસીના નેતા સંન્યાસી મન્નાને ચારે તરફથી ઘેરી લીધા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લોકોનો ગુસ્સો એટલો વધારે હતો કે તેણે નેતાની એક વાત ન સાંભળી. ભીડે સંન્યાસી મન્નાને સૌથી પહેલા દોરડાથી બાંધી દીધા, જેથી તેઓ ભાગી ન શકે. ત્યાર બાદ તેમની સાથે એવું અમાનવીય વર્તન કર્યું, કે તેનો વીડિયો તાત્કાલિક વાયરલ થઈ ગયો. https://x.com/asliarpita/status/2063576990138212799?s=20ટીએમસી નેતાને  ચપ્પલની માળા પહેરાવીઉગ્ર સ્થાનિક લોકોએ ટીએમસી નેતા સંન્યાસી મન્નાને સબક શિખવાડવા માટે ખૂબ જ અપમાનજનક રીત અપનાવી. ભીડમાં સામેલ અમુક યુવકોએ બળજબરી તેમના માથાના વાળ કાપી નાખ્યા અને તેમની ગંદી હેરસ્ટાઈલ કરી નાખી.જૂતાની માળા પહેરાવી: એટલું જ નહીં, મહિલાઓ અને પુરુષોની આ ભીડે ટીએમસી નેતાના ગળામાં જૂતા અને ફાટેલા ચપ્પલની એક માળા પહેરાવી દીધી.લોકોએ આખા વિસ્તારમાં ફેરવ્યાદોરડાથી બાંધેલા અને જૂતાની માળા પહેરાવી સંન્યાસી મુન્નાને સ્થાનિક લોકોએ આખા વિસ્તારમાં ફેરવ્યા અને ટીએમસી વિરુદ્ધ ભારે નારેબાજી કરી. સ્થાનિક લોકોનો આરોપ છે કે સત્તામાં રહેતા આ નેતાઓએ જનતાને ખૂબ હેરાન કરી હતી અને કરોડો રુપિયાની લૂંટ કરી હતી.આ પણ વાંચો - Ashok Gehlotએ સોનિયા ગાંધી વિશે કર્યો મોટો દાવો, રાજકીય ભૂકંપના એંધાણ

Read Full Story arrow_forward