android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viramgam News: ઘર કંકાસમાં પત્ની અને પુત્રએ જ કરી વેપારીની હત્યા, ખુલ્લું પડ્યું અકસ્માતનું નાટક!
calendar_today June 7, 2026

Viramgam News: ઘર કંકાસમાં પત્ની અને પુત્રએ જ કરી વેપારીની હત્યા, ખુલ્લું પડ્યું અકસ્માતનું નાટક!

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાંથી એક હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની વ્રજ વિહાર સોસાયટીમાં રહેતા અને 'અક્ષર જ્વેલર્સ' નામની દુકાન ધરાવતા 48 વર્ષીય સોની વેપારી દીપકકુમાર રાધનપુરાના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો છે. શરૂઆતમાં સીડી પરથી પડી જવાથી અકસ્માતે મોત થયું હોવાનું નાટક રચવામાં આવ્યું હતું, પરંતુ ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં સગા દીકરા અને પત્નીએ જ તેમની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.ધંધા બાબતે થયો હતો ઝઘડો દીપકકુમાર સોનીની જ્વેલર્સની દુકાન પર તેમનો પુત્ર ઉદય સોની વેપારમાં મદદ કરતો ન હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ બાબતે પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘરમાં છેલ્લા ઘણા સમયથી પારિવારિક કંકાસ ચાલતો જ હતો, તેવામાં આ બોલાચાલી ઉગ્ર બનતાં પુત્રનો પક્ષ લઈને માતા દિવ્યાનીબેન પણ ઝઘડામાં કૂદી પડી હતી અને મામલો લોહીયાળ ખેલમાં પરિણમ્યો હતો. લાકડાના ઘોકાથી હિંસક હુમલો ઝઘડો વધતાં જ માતા દિવ્યાનીબેન અને પુત્ર ઉદય સોનીએ એકસંપ થઈને દીપકકુમાર પર લાકડાના ઘોકા વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો. તેમણે દીપકકુમારના માથાના ભાગે ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ગૂંગળામણ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વિરમગામ ટાઉન પોલીસે ગુનાનો ભેદ ઉકેલી હત્યારા પત્ની અને પુત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
7 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today June 7, 2026

7 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. West Bengal : સત્તા ગુમાવ્યા બાદ TMCના નેતાની હાલત કફોડી, જનતાએ દોરડાથી બાંધી કર્યા આવા હાલ2. Ahmedabad News: આપઘાત કરવા ગયેલ યુવકને બાપુનગર પોલીસે બચાવ્યો, કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપ્યો3. IND vs AFG : ભારતીય ક્રિકેટમાં 25 વર્ષ બાદ થયું આવું, માનવ સુથારે રચ્યો ઈતિહાસ4. PM Modi State Dinner Jill Biden: પીએમ મોદીનુ લસણ વગરનું ભોજન વ્હાઇટ હાઉસમાં બન્યુ ચર્ચાનો વિષય, જાણો કેમ?5. Ashok Gehlotએ સોનિયા ગાંધી વિશે કર્યો મોટો દાવો, રાજકીય ભૂકંપના એંધાણ6. Nepal Mansarovar Route Controversy: ભારત-ચીન કરાર સામે નેપાળે નોંધાવ્યો વિરોધ, જાણો શુ છે મામલો?7. Delhi MonSoon : વરસાદ અને વાવાઝોડા વચ્ચે પણ તપી રહી છે દિલ્હી,જાણો ક્યારે મળશે રાહત8. PM Modi Three Countries Visit: પીએમ મોદી ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, વિવિધ ક્ષેત્રે કરારની અપેક્ષા 9. Flop movie : 900 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મનો વિલન, આજે 1 કરોડની કમાણી માટે પણ ફાંફા મારી રહ્યો છે!10. Auto News: SUV સેગમેન્ટમાં આવશે ભૂકંપ! 2027 સુધીમાં લોન્ચ થશે 3 નવી શક્તિશાળી ગાડીઓ

Read Full Story arrow_forward
Amreli News: પ્રખ્યાત આગાહીકાર જયપ્રકાશ માઢકે કરી ચોમાસાની ભવિષ્યવાણી, જાણો ક્યારથી શરૂ થશે વાવણી
calendar_today June 7, 2026

Amreli News: પ્રખ્યાત આગાહીકાર જયપ્રકાશ માઢકે કરી ચોમાસાની ભવિષ્યવાણી, જાણો ક્યારથી શરૂ થશે વાવણી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે જગતનો તાત કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના જાણીતા અને લોકપ્રિય હવામાન આગાહીકાર જયપ્રકાશ માઢક દ્વારા ચાલુ વર્ષના ચોમાસાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સચોટ આગાહી કરવામાં આવી છે. તેમની આ આગાહીથી ખેડૂતોમાં વાવણીને લઈને ઉત્સાહ વધ્યો છે.કેરળમાં ચોમાસું બેસી ગયું, મુંબઈ તરફ ઝડપથી આગળ વધશેજયપ્રકાશ માઢકે ભારતીય હવામાન વિભાગની જાહેરાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગત 4 જૂનના રોજ ચોમાસું સત્તાવાર રીતે કેરળ પહોંચી ગયું છે. કેરળથી આગળ વધીને આ ચોમાસું ખૂબ જ ઝડપથી કોંકણ સુધી પહોંચી ગયું છે, જેના કારણે હાલ મહારાષ્ટ્રના દક્ષિણ કિનારે ભારે વરસાદી સ્થિતિ સર્જાઈ છે. સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે આગામી 10થી 11 જૂન આસપાસ ચોમાસું આર્થિક પાટનગર મુંબઈ સુધી પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા છે.ગુજરાતમાં ક્યારે આવશે સારો વરસાદ?આગાહીકાર જયપ્રકાશ માઢકના જણાવ્યા અનુસાર, આગામી 8 જૂનથી 22 જૂન દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે વાવણી લાયક વરસાદ 17 જૂનથી 21 જૂન વચ્ચે થવાના મજબૂત યોગો દેખાઈ રહ્યા છે. આ સમયગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી થઈ જશે. આ ઉપરાંત જૂન મહિનાના પ્રથમ-બીજા સપ્તાહમાં જ ચોમાસું સમગ્ર દેશમાં ફેલાઈ જવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.અલ નીનો અને પાછોતરો વરસાદચોમાસા પર અસર કરતા વૈશ્વિક પરિબળો અંગે વાત કરતા જયપ્રકાશ માઢકે જણાવ્યું કે, અલ નીનોના પ્રભાવને લઈને વિવિધ વૈશ્વિક પરિબળો અને તેની સંભવિત અસરો પર પણ નજર રાખવામાં આવી રહી છે. જોકે, જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહેશે, તો ચોમાસાના અંતિમ ચરણમાં એટલે કે પાછોતરો વરસાદ પણ ખૂબ સારો થવાની આશા છે. એકંદરે આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે આશાસ્પદ રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ પણ વાંચો - Amreli : પ્રેગ્નન્ટ સિંહણના મોતમાં મોટી કાર્યવાહી, 2 દિવસ સુધી સિંહણ તરફડતી રહી ને વન વિભાગ ઊંઘતું રહ્યું, બેદરકાર ફોરેસ્ટરની બદલી

Read Full Story arrow_forward