android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વાંચો 8 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today June 7, 2026

વાંચો 8 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

8 જૂનનો દિવસ રાજકીય, વહીવટી, શૈક્ષણિક અને કાનૂની મોરચે ખૂબ જ ઘટનાપૂર્ણ રહેવાનો છે. દિલ્હીના રાજકારણથી લઈને ગુજરાતના વહીવટી તંત્ર સુધી આવતીકાલે અનેક મોટા ફેરફારો અને કાર્યક્રમો જોવા મળશે. આવો જાણીએ 8 જૂનના રોજ બનનારી તમામ મહત્વની ઘટનાઓ વિશે વિગતવાર:ગુજરાતના નવા DGP તરીકે જીએસ મલિક ચાર્જ સંભાળશેગુજરાત પોલીસ વિભાગ માટે 8 જૂનનો દિવસ અત્યંત મહત્વનો છે. રાજ્યના નવા પોલીસ વડા (DGP) તરીકે જીએસ મલિક સવારે 11:30 વાગ્યે સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળશે. વહીવટી વર્તુળો અને પોલીસ બેડામાં આ પદભાર ગ્રહણને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.વેકેશન પૂર્ણ: મીઠા મોં સાથે શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભલાંબા ઉનાળુ વેકેશન બાદ 8 જૂનથી સમગ્ર રાજ્યની શાળાઓમાં ફરી બાળકોનો કિલકિલાટ ગુંજશે. વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે, દિલ્હી હોટલ અગ્નિકાંડ બાદ અમદાવાદ સહિત રાજ્યભરનું શિક્ષણ વિભાગ એલર્ટ પર છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો, એસી અને કમ્પ્યુટર લેબના વાયરિંગનું કડક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.ગુજરાત હાઈકોર્ટમાં બે મહત્વના મુદ્દાઓ પર સુનાવણી8 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પણ મહત્વની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા 'રોડ ટ્રાફિક અને રખડતા ઢોર'ના મુદ્દે તેમજ 'ફાયર સેફ્ટી'ના કડક અમલીકરણ મુદ્દે દાખલ અરજીઓ પર મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર રાજ્યની નજર રહેશે.દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન 'INDIA' ની મહાબેઠકરાષ્ટ્રીય સ્તરે, દિલ્હીમાં લગભગ 10 મહિનાના લાંબા અંતરાલ બાદ 'INDIA' ગઠબંધનની એક મોટી બેઠક 8 જૂનના રોજ બપોરે 12:00 વાગ્યે યોજાશે. આ બેઠકમાં વિપક્ષી ગઠબંધનના 23 જેટલા અગ્રણી પક્ષોના નેતાઓ આગામી રાજકીય અને સંસદીય રણનીતિ ઘડવા માટે મંથન કરશે.અમિત શાહની અમરનાથ યાત્રા અંગે બેઠક અને ભારત-બાંગ્લાદેશ સમન્વય સંમેલનકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને 3 જુલાઈથી શરૂ થનારી શ્રી અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ જ દિવસે દિલ્હીમાં ભારતની BSF અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) વચ્ચે 57મું મહાનિદેશક સ્તરનું સરહદ સમન્વય સંમેલન પણ શરૂ થશે.હવામાન અપડેટ: 11 રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટહવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં દેશના 11 રાજ્યોમાં (કેરળ, કર્ણાટક, તમિલનાડુ વગેરે) 80 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ યુપીમાં 8થી 12 જૂન દરમિયાન તીવ્ર લૂ ચાલવાનું એલર્ટ છે.ગુજરાતના સ્થાનિક સમાચારઅમદાવાદ (પીએમ સ્વનિધિ લોન મેળો): વસ્ત્રાપુર ખાતે સવારે 10 વાગ્યે મેયર અને પદાધિકારીઓની હાજરીમાં પીએમ સ્વનિધિ લોન મેળાનું આયોજન થશે.અરવલ્લી (પ્રગતિપથ યાત્રા): અરવલ્લી જિલ્લામાં સવારે 8 વાગ્યે મોડાસાના સાગવા થી ભાજપ સંગઠન દ્વારા 'પ્રગતિપથ યાત્રા' શરૂ થશે, જેનું ધનસુરાના શીનોલ ગામે સમાપન થશે.બોટાદ (વૃક્ષારોપણ અને વિકાસ મોડલ): કેન્દ્રીય મંત્રી નિમુબેન બામ્ભણિયાના હસ્તે કૃષ્ણ સાગર તળાવ ખાતે વૃક્ષારોપણ થશે અને સર્કિટ હાઉસ ખાતે પ્રગતિપથ યાત્રા અંતર્ગત વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરાશે.ડાંગ (વીર નાગરિક એવોર્ડ): ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી અટકાવવામાં મદદ કરનાર જાગૃત નાગરિકો માટે રૂ. 2,000 થી રૂ. 10,000 સુધીના રોકડ પુરસ્કાર વાળી “વીર નાગરિક એવોર્ડ" યોજના 8 જૂનથી અમલમાં મૂકાશે.ધોરાજી (ખેડૂતોનું આવેદનપત્ર): તોરણીયા ગામની સીમમાં ગાડા માર્ગ પર થયેલા ગેરકાયદેસર દબાણો મુદ્દે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા, તોરણીયાના ખેડૂતો ચોમાસા પહેલા મુશ્કેલીથી બચવા ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપશે.વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ: 8 જૂને આ વૈશ્વિક દિવસ નિમિત્તે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને બ્રેઈન ટ્યુમરના લક્ષણો પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી છે.આ પણ વાંચો - 7 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Read Full Story arrow_forward
Rajkot News: સામાજિક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકી કહી આ મોટી વાત
calendar_today June 7, 2026

Rajkot News: સામાજિક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકી કહી આ મોટી વાત

રાજકોટ શહેરમાં આજે બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બહુચર્ચિત 'દિવ્ય દરબાર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને એક તરફ ભક્તોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. રાજકોટના જાણીતા સામાજિક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયા આ દિવ્ય દરબારના વિરોધમાં ઉતરી આવ્યા છે. વિરોધ વચ્ચે પુરૂષોત્તમ પીપળીયાએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી અને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર આકરા પ્રહારો કર્યા હતા."આ દિવ્ય દરબાર નથી, પણ પ્રેત દરબાર છે"સામાજિક અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ બાગેશ્વરધામના આ કાર્યક્રમ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ કોઈ દિવ્ય દરબાર નથી, પરંતુ 'પ્રેત દરબાર' છે." તેમણે પોતાના આ નિવેદન પાછળનું કારણ આપતા ઉમેર્યું કે, જે સ્ટેજ પર ડાકણ, શાકણ અને પિશાચોના નામે લોકોને ધુણાવવામાં આવતા હોય, તેને કોઈ કાળે દિવ્ય દરબાર કહી શકાય નહીં. આ માત્ર અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ છે.બાબાને આપ્યો ખુલ્લો પડકારપોતાના વિરોધ વચ્ચે પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને એક ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે. તેમણે જણાવ્યું કે, "જો બાબા અંતર્યામી હોય અને ચમત્કાર કરી શકતા હોય, તો તેઓ મારા પ્રશ્નોના સાચા જવાબ આપી બતાવે. જો તેઓ મારા સવાલોના સાચા જવાબ આપશે, તો હું જ અંધશ્રદ્ધાનો વિરોધ કરવાનું છોડી દઈશ, તેમનો પરમ ભક્ત બની જઈશ અને આજીવન તેમનો પ્રચાર પણ કરીશ."દરબારમાં જવા માટે પોલીસ પ્રોટેક્શન ન મળ્યું, ઘરની બહાર પોલીસ તૈનાતઆ વિવાદ વચ્ચે એક મહત્વની વિગત સામે આવી છે કે, પુરૂષોત્તમ પીપળીયાએ લોક દરબારમાં રૂબરૂ જઈને વિરોધ કરવા કે પ્રશ્નો પૂછવા માટે પોલીસ પ્રશાસન પાસે સ્પેશિયલ પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. જોકે, પોલીસે સુરક્ષાના કારણોસર તેમને દરબારમાં જવા માટે બંદોબસ્ત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.બીજી તરફ, પુરૂષોત્તમ પીપળીયા કોઈપણ ભોગે લોક દરબારમાં જવા માટે મક્કમ હોવાથી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા તેમના ઘરની બહાર જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી તેઓ ઘરની બહાર ન નીકળી શકે. હાલ આ મામલે રાજકોટના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.આ પણ વાંચો - Rajkot News: ‘કોકરોચ પાર્ટી’ અને ‘દોસ્તી જેહાદ’ પર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Read Full Story arrow_forward
Ahmedabad News: આપઘાત કરવા ગયેલ યુવકને બાપુનગર પોલીસે બચાવ્યો, કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપ્યો
calendar_today June 7, 2026

Ahmedabad News: આપઘાત કરવા ગયેલ યુવકને બાપુનગર પોલીસે બચાવ્યો, કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપ્યો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પોલીસે સમયસૂચકતા અને ત્વરિત કામગીરી દાખવીને એક યુવકને આત્મહત્યા કરતા પહેલાં જ બચાવી લીધો છે. એક યુવક પોતાના પરિવારમાં ચાલતા ઘરકંકાસથી અત્યંત કંટાળી ગયો હતો. આ યુવકે ઘરે એક સ્યૂસાઇડ નોટ લખી હતી અને જીવ ટૂંકાવવાના ઈરાદા સાથે ઘરેથી નીકળી ગયો હતો.પતિના ગયા બાદ પત્નીના હાથમાં આ ચિઠ્ઠી આવતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે તાત્કાલિક બાપુનગર પોલીસને જાણ કરી હતી. પત્નીની ફરિયાદ મળતા જ બાપુનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુવકને શોધવા માટે તાબડતોડ ચક્રો ગતિમાન કર્યા હતા. યુવકના મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કર્યુંપોલીસે સૌપ્રથમ યુવકના મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કર્યું હતું.લોકેશન મેળવ્યા બાદ પોલીસે ટેકનોલોજી અને ફિલ્ડ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને,રિક્ષા પાછળ લાગેલા બેનરના આધારે યુવકની ચોક્કસ ઓળખ અને દિશા નક્કી કરી હતી. યુવક આપઘાત કરવા માટે કેનાલ તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ તે કેનાલ સુધી પહોંચીને કોઈ અઘટિત પગલું ભરે તે પહેલાં જ પોલીસે તેને રસ્તામાં જ આંતરીને પકડી પાડ્યો હતો.યુવકને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં તે ભારે માનસિક આઘાતમાં જણાતો હતો. સ્થાનિકોમાં ભારે પ્રશંસા થઈ રહી છેબાપુનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ટીમ દ્વારા યુવકનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.તેને જીવનનું મહત્વ સમજાવીને શાંત પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમજાવટ અંતે તેને સહીસલામત તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને કારણે એક હસતો-રમતો પરિવાર ઉજ્જડ થતાં બચી ગયો છે, જેની સ્થાનિકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.આ પણ વાંચોઃ Ahmedabad : 4 શખ્સો રિક્ષામાં તલવાર લઈને કાર એસેસરીઝની દુકાનમાં પહોંચ્યા, યુવકને આપી ધમકી

Read Full Story arrow_forward