android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi MonSoon : વરસાદ અને વાવાઝોડા વચ્ચે પણ તપી રહી છે દિલ્હી,જાણો ક્યારે મળશે રાહત
calendar_today June 7, 2026

Delhi MonSoon : વરસાદ અને વાવાઝોડા વચ્ચે પણ તપી રહી છે દિલ્હી,જાણો ક્યારે મળશે રાહત

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગરમી અત્યારે ચરમસીમાએ છે. અસહ્ય બફારા અને લૂથી પરેશાન લોકો હવે રાહત મેળવવા માટે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ (IMD) તરફથી સારા સમાચાર આવ્યા છે. કેરળમાં પોતાની સામાન્ય તારીખ કરતા ત્રણ દિવસ મોડું પહોંચેલું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે તેજીથી આગળ વધી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં સમયસર પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં ચોમાસાના સમયસર આગમનથી હવે એવી આશા જાગી છે કે આ મહિનાના અંતમાં દિલ્હીમાં પણ ચોમાસું તેના સામાન્ય સમયે જ દસ્તક આપશે.ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસુંચોમાસું 4 જૂને કેરળ પહોંચ્યું હતું, જે તેની સામાન્ય તારીખ 1 જૂનથી થોડા દિવસ પાછળ હતું અને હવામાન વિભાગની અગાઉની આગાહી (26 મે) કરતાં લગભગ એક અઠવાડિયું મોડું હતું. જોકે, કેરળ પહોંચ્યા પછી તે ઝડપથી આગળ વધ્યું હતું. 5 જૂન સુધીમાં તેણે ગોવા સહિત પશ્ચિમ કિનારાના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા હતા અને 6 જૂને તે મહારાષ્ટ્રમાં પ્રવેશી ગયું હતું.દિલ્હી-NCRમાં ક્યારે પહોંચશે ચોમાસું?હવે દરેક વ્યક્તિ એ જાણવા આતુર છે કે દિલ્હીમાં વરસાદની શરૂઆત ક્યારે થશે. IMD ના મોન્સૂન ટ્રેકિંગ મેપ અનુસાર, ચોમાસું 25 જૂનથી 30 જૂનની વચ્ચે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં પહોંચવાની પુરેપુરી સંભાવના છે. નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં પણ આ જ સમયગાળા દરમિયાન ચોમાસું બેસી જશે. એટલે કે ઉત્તર ભારતના લોકોને 25 જૂન પછી ગરમીથી મોટી રાહત મળી શકે છે. દિલ્હી પહોંચ્યા બાદ ચોમાસું ઉત્તર-પશ્ચિમ તરફ હરિયાણા, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના ભાગોમાં આગળ વધશે. ગયા વર્ષે ચોમાસું 29 જૂને દિલ્હી પહોંચ્યું હતું.દિલ્હીમાં આગામી 7 દિવસ કેવું રહેશે તાપમાન?હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું બેસે તે પહેલા આગામી સાત દિવસ સુધી દિલ્હીમાં આકરો તડકો અને ગરમી યથાવત રહેશે. આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 36°C થી 41°C અને લઘુત્તમ તાપમાન 26°C થી 29°C સુધી રહેવાની ધારણા છે.આ પણ વાંચો - Kashi Meat Shops Shift : કાશીમાં નહીં મળે નોન-વેજ, પ્રસ્તાવને મળી મંજૂરી

Read Full Story arrow_forward
Nepal Mansarovar Route Controversy: ભારત-ચીન કરાર સામે નેપાળે નોંધાવ્યો વિરોધ, જાણો શુ છે મામલો?
calendar_today June 7, 2026

Nepal Mansarovar Route Controversy: ભારત-ચીન કરાર સામે નેપાળે નોંધાવ્યો વિરોધ, જાણો શુ છે મામલો?

ભારતની મુલાકાતે આવેલા નેપાળી વિદેશ પ્રધાન શિશિર ખાનલે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે થયેલા કોઈપણ કરારમાં તેમનો પણ સમાવેશ થવો જોઈએ. કૈલાશ માનસરોવર યાત્રા અંગે નિવેદન નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનલે કૈલાશ માનસરોવર યાત્રા અંગે ભારત અને ચીન વચ્ચે થયેલા કરાર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે યાત્રાના રૂટ અંગેના કોઈપણ નિર્ણયમાં નેપાળને પણ સામેલ કરવું જોઈએ. ભારતની મુલાકાત દરમિયાન ANI સાથે વાત કરતા, ખાનાલે જણાવ્યું હતું કે યાત્રાનો એક ભાગ નેપાળના દાવો કરાયેલા પ્રદેશમાંથી પસાર થાય છે. તેમણે નેપાળની સંમતિ વિના ભારત અને ચીન વચ્ચેના આ કરારનો વિરોધ કર્યો હતો. વિવિધ સરહદી માર્ગો પર યાત્રા શિશિર ખાનલે કહ્યું, કૈલાશ માનસરોવર યાત્રા અનેક અલગ અલગ સરહદી માર્ગો દ્વારા થાય છે. ઘણા યાત્રાળુઓ નેપાળમાંથી મુસાફરી કરે છે. અમારી મુખ્ય ચિંતા કાલાપાની અને લિપુલેખ વિસ્તારોમાંથી થતા રૂટ પર ભારત અને ચીન વચ્ચેના નવા કરારની છે. અમે લાંબા સમયથી એવું માનીએ છીએ કે આ ભૂમિ નેપાળની છે. નેપાળની સંમતિ વિના, બંને દેશો એકલા આવા નિર્ણયો લઈ શકતા નથી.' વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે નેપાળે રાજદ્વારી નોંધો અને સત્તાવાર ચેનલો દ્વારા બંને દેશોને પોતાનો અભિપ્રાય સ્પષ્ટપણે જણાવ્યો છે. કૈલાશ માનસરોવર યાત્રા અને વેપાર માર્ગ ફરી શરૂ કરવા નિર્ણય નેપાળ કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારો પર દાવો કરે છે. 2020 માં, નેપાળ સરકારે એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો, જેમાં આ વિસ્તારોને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો. નેપાળ દલીલ કરે છે કે, 1816 ની સુગૌલી સંધિ અનુસાર, આ વિસ્તારો કાલી નદીની પૂર્વ બાજુએ આવે છે અને તેથી તે તેના સાર્વભૌમ પ્રદેશનો ભાગ છે. આ વિવાદ ઘણા વર્ષોથી ચાલુ છે. નેપાળનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા અને વેપાર માર્ગ ફરી શરૂ કરવાનો નિર્ણય તેના હિતોને અસર કરે છે. આ પણ વાંચોઃ પીએમ મોદી ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, વિવિધ ક્ષેત્રે કરારની અપેક્ષા

Read Full Story arrow_forward
Ashok Gehlotએ સોનિયા ગાંધી વિશે કર્યો મોટો દાવો, રાજકીય ભૂકંપના એંધાણ
calendar_today June 7, 2026

Ashok Gehlotએ સોનિયા ગાંધી વિશે કર્યો મોટો દાવો, રાજકીય ભૂકંપના એંધાણ

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે વધુ એક વખત એ જૂનો મુદ્દો ઉઠાવ્યો છે, જ્યારે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા-બનતા રહી ગયા હતા.ગેહલોતનું કહેવું છે કે,મારા અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો, પરંતુ એક આયોજિત ષડયંત્રના કારણે બધું જ બદલાઈ ગયું અને, આજે પણ લોકો આ મામલાનું અસલી સત્ય જાણતા નથી.હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા જઈ રહ્યો હતો અને સોનિયા ગાંધી તેમજ પાર્ટી નેતૃત્વએ આ પદ માટે મારી પસંદગી કરી લીધી હતી. પરંતુ અચાનક બદલાયેલા ઘટનાક્રમ અને એક કથિત કાવતરાના કારણે આ પદ મળી શક્યુ ન હતું.ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીની ચર્ચા ચાલી હતી. તે સમયે સોનિયા ગાંધી અને કોંગ્રેસની ટોચની લીડરશિપે અશોક ગેહલોતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું હતું. ગેહલોત પોતે પણ આ પદ માટે તૈયાર હતા, અને તેમણે આ બાબતને પોતાના માટે સન્માનની વાત ગણાવી હતી.પછી અચાનક શું થયું? પરંતુ જેવું આ નક્કી થવા લાગ્યું, પાર્ટીએ રાજસ્થાનમાં નિરીક્ષકો (ઓબ્ઝર્વર્સ) મોકલ્યા, એટલે કે એવા નેતાઓ જે ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરવા આવ્યા હતા. આ પછી સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ. ગેહલોતના જણાવ્યા અનુસાર, આ આખા ઘટનાક્રમ પાછળ એક મોટું ષડયંત્ર હતું, જેના કારણે તે અધ્યક્ષ બની શક્યા નહીં.https://x.com/ANI/status/2063629749990383913?s=20 લોકોમાં શું ભ્રમ પેદા થયો? આ સમગ્ર મામલા બાદ દેશભરમાં એવી વાત ફેલાઈ ગઈ હતી કે, ગેહલોતે પોતે જ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડી દીધી હતી, કારણ કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ છોડવા માંગતા ન હતા. એટલે કે લોકોની નજરમાં આ ગેહલોતની પોતાની પસંદગી હતી. અહીં સુધી કે તેમના અંગત લોકો અને સમર્થકો પણ અત્યાર સુધી આ જ વાત માનતા આવ્યા છે. ગેહલોત હવે શું કહી રહ્યા છે? અશોક ગેહલોત હવે સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કે તેઓ અધ્યક્ષ બનવા માંગતા જ હતા, તેમની પૂરી તૈયારી હતી અને પોતે પાછળ હટ્યા નહોતા. ઉલટાનું જે કંઈ પણ થયું તે એક મોટા ષડયંત્રનું પરિણામ હતું. તેમનું કહેવું છે કે 'આ કાવતરાના કારણે તેમની છબીને નુકસાન પહોંચ્યું અને દેશભરમાં તેમના વિશે ખોટી માન્યતા ઊભી થઈ ગઈ.આજે પણ સત્ય છુપાયેલું છે ગેહલોતે વધુમાં ઉમેર્યું કે, હું કોઈ અભણ કે અજાણ નેતા નથી. મહાત્મા ગાંધી, નેહરુ અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓથી લઈને વર્તમાન સમયમાં પણ કોંગ્રેસમાં અધ્યક્ષ પદ હંમેશાથી ખૂબ જ સન્માનજનક રહ્યું છે. અધ્યક્ષ બનવા માટે કોઈ ખાસ પરિવાર કે પૃષ્ઠભૂમિની જરૂર હોતી નથી. તેમના મતે, સોનિયા ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો આખરી નિર્ણય લીધો હોવાથી, તેમના માટે આ જવાબદારી સ્વીકારવી સ્વાભાવિક હતી. પરંતુ તે જ સમયે અચાનક કેટલાક એવા ઘટનાક્રમો બન્યાઆ પણ વાંચો - Nepal Mansarovar Route Controversy: ભારત-ચીન કરાર સામે નેપાળે નોંધાવ્યો વિરોધ, જાણો શુ છે મામલો?

Read Full Story arrow_forward