android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang News: સાપુતારા ઘાટમાં વધુ એક ગંભીર અકસ્માત, કન્ટેનર પલટાયું
calendar_today June 7, 2026

Dang News: સાપુતારા ઘાટમાં વધુ એક ગંભીર અકસ્માત, કન્ટેનર પલટાયું

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ગિરિમથક સાપુતારાના સર્પાકાર ઘાટ માર્ગ પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સાપુતારા ઘાટમાં આજે વધુ એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં એક બેકાબૂ બનેલું કન્ટેનર પલટી મારી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘાટ માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.પ્રોટેક્શન વોલનું કામ ચાલતું હતું ત્યાં જ બની ઘટનાઘટના મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી માલસામાન ભરીને અમદાવાદ તરફ જઈ રહેલું એક મોટું કન્ટેનર સાપુતારાના ખતરનાક ઘાટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર રોડ સાઇડ પર પલટી મારી ગયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ઘાટના જે વળાંક પર પ્રોટેક્શન વોલ (સુરક્ષા દીવાલ) બનાવવાની કામગીરી ચાલી રહી છે, બરાબર તે જ જગ્યાએ આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.અવારનવાર થતા અકસ્માતોથી સ્થાનિકો ચિંતિત, એક્શન પ્લાનની માગસાપુતારાના ઘાટ માર્ગ પર અવારનવાર ભારે વાહનો પલટી મારવાની કે, ખીણમાં ખાબકવાની ઘટનાઓ બને છે, જે પ્રવાસીઓ અને સ્થાનિક વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. વારંવાર બનતી આ હોનારતોને રોકવા માટે હવે કોઈ નક્કર એક્શન પ્લાન બનાવવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.પોલીસ અધિકારીનું 'વન-વે' સૂચન અમલમાં મૂકવા માગઆ અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, અગાઉ એક ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સાપુતારા ઘાટમાં અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમન માટે 'વન-વે ટ્રાફિક' કરવા અંગે એક મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો હવે માગ કરી રહ્યા છે કે, જો આ સૂચનનો તાત્કાલિક અમલ કરવામાં આવે, તો ઘાટમાં થતા મોટાભાગના અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાથી કાયમી છુટકારો મળી શકે તેમ છે.આ પણ વાંચો - Dang News: આહવા સબ જેલમાંથી 2 આરોપીઓ ગાર્ડને ધક્કો મારીને થયા ફરાર, 4 જેલકર્મીઓ સામે ગુનો દાખલ

Read Full Story arrow_forward
Vadodara News: કરજણના ઓઝ ગામે માછીમારી કરવા ગયેલા યુવાનને મગરે ખેંચી લેતા કમકમાટીભર્યું મોત
calendar_today June 7, 2026

Vadodara News: કરજણના ઓઝ ગામે માછીમારી કરવા ગયેલા યુવાનને મગરે ખેંચી લેતા કમકમાટીભર્યું મોત

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓઝ ગામેથી મગરના હુમલાની એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ઓઝ ગામે રહેતો રાહુલ વસાવા નામનો યુવાન બપોરના સમયે ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીના કિનારે માછીમારી કરવા માટે ગયો હતો. આ દરમિયાન નદીના પાણીમાંથી અચાનક એક વિશાળકાય મગરે તેના પર હિંસક હુમલો કર્યો હતો અને યુવાન કંઈ સમજે તે પહેલાં જ તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.નાવિકોએ મૃતદેહ બહાર કાઢ્યો યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો હોવાની જાણ થતાં જ નદી કિનારે અને સમગ્ર ઓઝ ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક નાવિકો અને તરવૈયાઓ તાત્કાલિક હોડીઓ લઈને નર્મદા નદીના પાણીમાં યુવાનની શોધખોળ માટે ઉતરી પડ્યા હતા. ભારે જહેમત બાદ સ્થાનિક નાવિકોને નદીમાંથી યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મગરના જીવલેણ હુમલાના કારણે યુવાનનું પાણીમાં જ કમનસીબ મોત નીપજ્યું હતું. પીએમ અર્થે સરકારી દવાખાને ખસેડાયો નદીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મરણ જનાર યુવાન રાહુલ વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડ્યો છે. નર્મદા નદી કિનારે બનેલી આ ઘટનાથી સ્થાનિક નદી કિનારાના વિસ્તારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: આવતીકાલે વિધાનસભામાં રાજ્યસભાના ચારેય ઉમેદવારો ફોર્મ રજૂ કરશે
calendar_today June 7, 2026

Gandhinagar News: આવતીકાલે વિધાનસભામાં રાજ્યસભાના ચારેય ઉમેદવારો ફોર્મ રજૂ કરશે

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી,પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને ભાજપના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક મુખ્યત્વે રાજ્યસભાની ચૂંટણીની રણનીતિ અને ઉમેદવારોના સંકલન માટે બોલાવવામાં આવી હતી.ચારેય ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યોઆ મહત્વની બેઠક દરમિયાન ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા રાજ્યસભાના ચારેય ઉમેદવારોનો વિશેષ પરિચય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ બેઠકમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સમક્ષ ચારેય ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપે આ વખતે વિવિધ સમીકરણોને ધ્યાનમાં રાખીને પોતાના ચાર સક્ષમ ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે.ફોર્મ ભરવાની તૈયારીઓને આખરી ઓપપરિચય બેઠક પૂર્ણ થયા બાદ હવે ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.આ ચારેય ઉમેદવારો આવતીકાલે સોમવારે ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત વિધાનસભામાં સત્તાવાર રીતે પોતાના રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારી પત્રો રજૂ કરશે.ફોર્મ ભરતી વખતે પક્ષના મોવડી મંડળ સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો પણ હાજર રહીને શક્તિપ્રદર્શન કરશે.સંકલન જળવાઈ રહે તે માટે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad : 4 શખ્સો રિક્ષામાં તલવાર લઈને કાર એસેસરીઝની દુકાનમાં પહોંચ્યા, યુવકને આપી ધમકી

Read Full Story arrow_forward