android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: નાના વરનોરા ગામે તંત્રનું બુલડોઝર ફર્યું, 21 ગેરકાયદે દુકાનો તોડી સરકારી જમીન મુક્ત કરાવી
calendar_today June 7, 2026

Kutch News: નાના વરનોરા ગામે તંત્રનું બુલડોઝર ફર્યું, 21 ગેરકાયદે દુકાનો તોડી સરકારી જમીન મુક્ત કરાવી

કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે અતિક્રમણ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ એક વખત લાલ આંખ કરવામાં આવી છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના સીધા માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાના નાના વરનોરા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કડક કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગ પર નડતરરૂપ બનેલી અનેક ગેરકાયદે દુકાનો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.1,500 ચોરસ મીટર જમીનને અતિક્રમણમુક્ત કરાવી નાના વરનોરા ગામના જાહેર માર્ગો અને સરકારી જમીન પર મોટા પાયે ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ભુજ ગ્રામ્યના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ અને મકાન વિભાગની સંયુક્ત ટીમ મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખીને ઘટનાસ્થળે ત્રાટકી હતી. તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને જાહેર માર્ગમાં અડચણરૂપ બનેલી 21 જેટલી પાકી દુકાનોને તોડી પાડી જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. આ ઓપરેશન દ્વારા તંત્રએ આશરે 1,500 ચોરસ મીટર સરકારી જમીનને અતિક્રમણમુક્ત કરાવી છે. મુક્ત કરાયેલી જમીનની કિંમત 37.50 લાખ વહીવટી તંત્ર દ્વારા મુક્ત કરાવવામાં આવેલી આ આશરે 1,500 ચોરસ મીટર સરકારી જમીનની બજાર કિંમત અંદાજિત 37.50 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. સરકારી જમીન હડપ કરનારા તત્વો સામે કચ્છ વહીવટી તંત્ર દ્વારા એક પછી એક કરવામાં આવી રહેલી આ પ્રકારની કડક અને સીધી કાર્યવાહીથી જિલ્લાના અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો તંત્ર દ્વારા મળ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: 8 સિનિયર IPS અધિકારીઓ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા 16 ગામોની મુલાકાત લેશે
calendar_today June 7, 2026

Gandhinagar News: 8 સિનિયર IPS અધિકારીઓ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા 16 ગામોની મુલાકાત લેશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના 8 ઉચ્ચ પોલીસ અધિકારીઓ આગામી તા.11 અને 12 જૂને પાકિસ્તાન સરહદ સાથે સ્પર્શતા ગુજરાતના સરહદી વિસ્તાર વાવ થરાદ,પાટણ અને કચ્છ જિલ્લાના 16 બોર્ડર વિલેજિસની મુલાકાત લેશે અને ત્યાં જ સ્થાનિકના ઘરે રાત્રિ રોકાણ કરશે.આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે.આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ્ય આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ADGP વાબંગ જમીર, વાવ થરાદ જિલ્લાના આસરગામ અને રાછેણા ગામની મુલાકાત કરશે.આ ઉપરાંત ADGP અજયકુમાર ચૌધરી કચ્છ(ઈસ્ટ) જિલ્લાના શિરાનીવાંઢ અને જટાવાડા ગામ,IGP બિપિન શંકરરાવ આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા,DIGPએ.એમ.મુનિયા વાવ - થરાદ જિલ્લાના રાડોસણ અને ગોલપ ગામની મુલાકાત લેશે.આ ઉપરાંત કચ્છ (વેસ્ટ) જિલ્લામાં DIGP કે.એન.ડામોર જુના અને દેઢીયા ગામ,DIGP ડો.લીના પાટીલ ઉધમો અને પટાગર,ACP આર.ટી.સુસરા પુંરાજપુર અને ગુનાઉ તથા DIGP સુધા એસ.પાંડે દીનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રી રોકાણ કરશે.વિલેજ વિઝિટ પ્રોગ્રામ ઔપચારિક મુલાકાત નહીંઆ બે દિવસીય બોર્ડર વિલેજ વિઝિટ પ્રોગ્રામ ઔપચારિક મુલાકાત નહીં,પરંતુ સરહદ સુરક્ષા અને ગ્રામીણ સમીક્ષા માટેની એક સઘન કવાયત છે.મુલાકાત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસણી,દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો સાથે સંવાદ,રાત્રીસભા,ગ્રામજનો સાથે લોકસંવાદ તથા સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે. આ પણ વાંચોઃ Ahmedabad News: બાવળા બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત

Read Full Story arrow_forward
Surat News: વરાછામાં ગેસ ગળતરને કારણે 4 મજૂરો બેભાન, FIRની માગ સાથે પરિવારોના ઉગ્ર ધરણા
calendar_today June 7, 2026

Surat News: વરાછામાં ગેસ ગળતરને કારણે 4 મજૂરો બેભાન, FIRની માગ સાથે પરિવારોના ઉગ્ર ધરણા

સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વરાછાની ખાંડ બજારમાં આવેલા 'રતિહ જ્વેલ્સ' (Ratih Jewels) નામના કારખાનામાં ઝેરી ગેસ ગળતર થવાના કારણે 4 મજૂરો ગંભીર રીતે બેભાન થઈ ગયા છે. આ દુર્ઘટનાને પગલે શ્રમિકોના પરિવારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ન્યાયની માંગ સાથે પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા છે.4 મજૂરો થયા બેભાનઘટનાની મળતી માહિતી અનુસાર, વરાછા ખાંડ બજાર સ્થિત રતિહ જ્વેલ્સમાં કામકાજ દરમિયાન અચાનક ગેસ ગળતરની ઘટના બની હતી. કારખાનાની અંદર ઝેરી ગેસ ફેલાઈ જતાં ત્યાં કામ કરી રહેલા 4 મજૂરો શ્વાસ ન લઈ શકવાના કારણે ગૂંગળામણ અનુભવીને ત્યાં જ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મિમેર (SMIMER) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ન્યાય માટે સ્મિમેર હોસ્પિટલ બહાર પરિવારોના ઉગ્ર ધરણાઆ ઘટનાની જાણ થતાં જ અસરગ્રસ્ત મજૂરોના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સ્મિમેર હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. પરિવારોમાં કારખાનાના માલિકની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે પીડિત પરિવારો સ્મિમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ધરણા પર બેસી ગયા છે અને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.કારખાનાના માલિક સામે તાત્કાલિક FIRની માગધરણા પર બેઠેલા પરિવારો અને સમાજના લોકોની માંગ છે કે આ ઘટના માટે જવાબદાર રતિહ જ્વેલ્સ કંપનીના માલિક વિરૂદ્ધ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે FIR (ગુનો) નોંધવામાં આવે. આ સાથે જ માલિકની સત્વરે ધરપકડ કરીને, અન્ય જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. પરિવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાના ધરણા સમેટશે નહીં. હાલ હોસ્પિટલ પરિસરમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો - Surat: ઇટીપી પ્લાન્ટની સફાઈ કરતાં ગેસ ગળતરના કારણે 4 વ્યક્તિઓ ગૂંગળાયા, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા

Read Full Story arrow_forward