android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Moringa: ઘરના કુંડા કે કિચન ગાર્ડનમાં સરળતાથી ઉગાડો સરગવો, સ્વાસ્થ્ય માટે છે પોષણનો ખજાનો
calendar_today June 7, 2026

Moringa: ઘરના કુંડા કે કિચન ગાર્ડનમાં સરળતાથી ઉગાડો સરગવો, સ્વાસ્થ્ય માટે છે પોષણનો ખજાનો

આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાના કિચન ગાર્ડન કે ઘરના આંગણે એવી વસ્તુઓ ઉગાડવાનું વધુ પસંદ કરી રહ્યા છે જે ઓછી જગ્યામાં સરળતાથી તૈયાર થઈ જાય અને સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ હોય. સરગવો એટલે કે મોરિંગા (Moringa) એક એવો જ જાદુઈ છોડ છે, જેને ઘરમાં ઉગાડવો ખૂબ જ સરળ છે. હેલ્થ એક્સપર્ટ્સ અને ડાયેટિશિયન્સ તેને એક ઉત્તમ સુપરફૂડ માને છે, કારણ કે તે પોષણનો અસલી ખજાનો છે. સોશિયલ મીડિયા પર પણ ફિટનેસ પ્રેમીઓ આના ફાયદા વિશે અવારનવાર પોસ્ટ શેર કરતા હોય છે. આ છોડને કોઈ મોટા ખેતરની જરૂર નથી હોતી, તેને ઘરની ગેલેરીમાં કે કુંડામાં પણ આસાનીથી વાવી શકાય છે. કિચન ગાર્ડનમાં સરગવો કેવી રીતે ઉગાડવો? મોરિંગાનો છોડ ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે. જો તમારી પાસે જમીનમાં જગ્યા ન હોય, તો તમે ૧૨ થી ૧૮ ઈંચનું એક મોટું કુંડું લઈ શકો છો. કુંડામાં સારી ગુણવત્તાવાળી માટી સાથે થોડું કોકોપીટ અને ઓર્ગેનિક કમ્પોસ્ટ અથવા ગાયનું છાણિયું ખાતર ઉમેરીને સરસ મિશ્રણ તૈયાર કરો. તમે તેના બીજને સીધા જ માટીમાં એક ઈંચ ઊંડા દબાવી શકો છો અથવા નર્સરીમાંથી નાનો છોડ લાવીને પણ શિફ્ટ કરી શકો છો. આ કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં દિવસમાં ઓછામાં ઓછી ૫ થી ૬ કલાકની સારી ધૂપ (તડકો) આવતી હોય. શરૂઆતમાં હળવું પાણી આપો અને ધ્યાન રાખો કે કુંડામાં પાણી ભરાઈ ન રહે. સ્વાસ્થ્ય માટે કેમ છે રામબાણ? આજકાલ બજારમાં મોરિંગા પાવડર, જ્યુસ અને કેપ્સ્યુલની ભારે માંગ છે અને તે ખૂબ મોંઘા વેચાય છે, પરંતુ ઘરમાં ઉગાડીને તમે તેને મફતમાં મેળવી શકો છો. આ છોડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો દરેક ભાગ જેમ કે લીલા પાન, સુંદર ફૂલ અને લાંબી શીંગો (ફળિયો) બધું જ ખાવાના ઉપયોગમાં આવે છે. તમે તેના પાનને સૂકવીને પાવડર બનાવી શકો છો, જેને સવારની સ્મૂધી, દાળ કે પરાઠાના લોટમાં મિક્સ કરી શકાય છે. તેની શીંગોનું સ્વાદિષ્ટ શાક કે સાંભાર તો દરેક ઘરમાં પસંદ કરાય જ છે. તે તમારી ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધારવામાં, પાચનને એકદમ પરફેક્ટ રાખવામાં અને શરીરને ઉર્જા આપવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. આ પણ વાંચો:Japan:જાપાનમાં પ્લાસ્ટિક ઉત્પાદનોની ભારે અછત,પેકેજિંગ કલરફૂલમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ બન્યા

Read Full Story arrow_forward
Kachchh News: સામખીયાળીમાં પોલીસે 25 હોટલો અને 157 વાહનોનું ચેકિંગ કર્યું, પ્રોહિબિશનના  7 કેસ નોંધાયા
calendar_today June 7, 2026

Kachchh News: સામખીયાળીમાં પોલીસે 25 હોટલો અને 157 વાહનોનું ચેકિંગ કર્યું, પ્રોહિબિશનના 7 કેસ નોંધાયા

કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સામખીયાળી પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવ યોજીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સામખીયાળી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા હાઈવે અને આસપાસના વિસ્તારોમાં આકસ્મિક તપાસ શરૂ કરી હતી. 25 જેટલા હોટલ-ધાબાઓની તપાસઆ ખાસ ઝુંબેશ અંતર્ગત પોલીસ ટીમોએ વિસ્તારમાં આવેલા આશરે 25 જેટલી હોટલ અને ધાબાઓ પર દરોડા પાડીને ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું.આ ડ્રાઈવ દરમિયાન પોલીસે પ્રોહિબિશનના કાયદાના ભંગ બદલ અલગ-અલગ 7 જેટલા ગુનાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.હોટલ ધાબાઓ ઉપરાંત સામખીયાળી પોલીસની ટીમોએ હાઈવે પરથી પસાર થતા શંકાસ્પદ વાહનો પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 157 જેટલા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યુંઆ ડ્રાઈવ દરમિયાન અંદાજે 157 જેટલા નાના મોટા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેથી કોઈ ગેરકાયદેસર હેરાફેરી કે ગુનાહિત પ્રવૃત્તિ પર રોક લગાવી શકાય.સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર,વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, ગુનેગારોમાં પોલીસનો ડર રહે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને તે હેતુથી આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.આગામી દિવસોમાં પણ આ પ્રકારની સરપ્રાઈઝ ડ્રાઈવ અને ચેકિંગની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.આ પણ વાંચોઃ Ahmedabad News: બાવળા બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત

Read Full Story arrow_forward
Valsad News: સરદાર હાઇટ્સના 13મા માળેથી 22 વર્ષીય યુવકે લગાવી મોતની છલાંગ
calendar_today June 7, 2026

Valsad News: સરદાર હાઇટ્સના 13મા માળેથી 22 વર્ષીય યુવકે લગાવી મોતની છલાંગ

વલસાડમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીંની એક જાણીતી હાઈરાઈઝ બિલ્ડિંગ 'સરદાર હાઇટ્સ' ના દમણગંગા વિંગના 13મા માળેથી એક 22 વર્ષીય યુવકે અચાનક નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. 13મા માળેથી યુવક નીચે પટકાતાં જ પ્રચંડ અવાજ થયો હતો અને ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ખરાબ આર્થિક સ્થિતિથી કંટાળ્યો મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય માનવ પટેલ તરીકે થઈ છે, જે ડોમિનોઝ (Domino's) કંપનીમાં ખાનગી નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી માનવની આર્થિક સ્થિતિ (ફાઇનાન્સિયલ કન્ડિશન) ખૂબ જ ખરાબ ચાલી રહી હતી. આ નબળી આર્થિક પરિસ્થિતિ અને નાણાકીય કટોકટીના કારણે તે સતત માનસિક તણાવમાં રહેતો હતો, જેથી કંટાળીને આખરે તેણે જીવન ટૂંકાવી લીધું હતું. વલસાડ પોલીસ દ્વારા તપાસ શરૂ આ કમનસીબ ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરાતાં વલસાડ સિટી પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. વલસાડ સિટી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, યુવકના આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે પરિવારજનોની પૂછપરછ સાથે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward