android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad News: 'ઝાડ કાપો તો જ વીજળી મળશે', UGVCLના અજીબ આદેશથી ખેડૂતો મુશ્કેલી વધી
calendar_today June 7, 2026

Tharad News: 'ઝાડ કાપો તો જ વીજળી મળશે', UGVCLના અજીબ આદેશથી ખેડૂતો મુશ્કેલી વધી

બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં અન્નદાતા ગણાતા ખેડૂતો પર વીજ કંપનીની મનમાની અને જોહુકમી ભારે પડી રહી છે. વાવ-થરાદ વિસ્તારમાં આવેલા કૂંડાળીયા ફીડર હેઠળના ગામોમાં છેલ્લા 5 દિવસથી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. આ અંગે જ્યારે પીડિત ખેડૂતોએ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી, ત્યારે અધિકારીઓએ ખેડૂતોની મદદ કરવાને બદલે એક અત્યંત અજીબ અને તઘલખી આદેશ સંભળાવી દીધો છે.અધિકારીઓનો અજીબ આદેશ: 'ઝાડ કાપો તો જ વીજળી મળશે'મળતી માહિતી મુજબ, વીજ લાઈનમાં નડતરૂપ ઝાડની ડાળીઓ કાપવાની જવાબદારી નિયમ મુજબ વીજ કંપનીના લાઈનમેન કે કર્મચારીઓની હોય છે, પરંતુ અહીં UGVCL ના અધિકારીઓએ ખેડૂતોને જ સાફ શબ્દોમાં કહી દીધું છે કે, "તમે પોતે ઝાડ કાપો, તો જ વીજળી ચાલુ કરવામાં આવશે." અધિકારીઓના આ બેજવાબદાર અને અજીબ આદેશને કારણે ખેડૂતો ભારે વિમાસણમાં મુકાયા છે. વીજતંત્રની આ કમરતોડ નીતિ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પાણી વગર પાક સુકાઈ રહ્યો છે, ખેડૂતો પાયમાલ થવાની આરેછેલ્લા પાંચ-પાંચ દિવસથી વીજળી ન હોવાને કારણે ખેતરોમાં કુવા અને ટ્યુબવેલ બંધ પડ્યા છે. પાણીના અભાવે ખેડૂતોનો કિંમતી પાક ખેતરોમાં જ સુકાઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, જો આગામી સમયમાં તાત્કાલિક વીજળી પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને વાવેલો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જશે. પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાના આરે આવીને ઊભા રહી ગયા છે.જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગવીજતંત્રની આ ખુલ્લી મનમાની અને લુખ્ખી દાદાગીરી સામે ખેડૂતો એકજૂથ થયા છે. આક્રોશિત ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને કૂંડાળીયા ફીડર તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની અને ખેડૂતોને કનડગત કરતા તેમજ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા UGVCLના લાઇનમેન અને અધિકારીઓ વિરૂદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરી છે.આ પણ વાંચો - Tharad News: વાવના મોરીખા ગામના તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

Read Full Story arrow_forward
Valsad News: 6 ઘૂસણખોરો ઝડપાયા, ડિપોર્ટ કરવાની તૈયારી
calendar_today June 7, 2026

Valsad News: 6 ઘૂસણખોરો ઝડપાયા, ડિપોર્ટ કરવાની તૈયારી

ગુજરાતના સરહદી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે વલસાડ પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એક્શન મોડમાં આવ્યું છે અને જિલ્લાભરમાં 'ઓપરેશન બાંગ્લાદેશી' અંતર્ગત મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. SOGની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે રહેતા તત્વોમાં ફફડાટ મજી ગયો છે.ઉમરગામ, સંજાણ અને વાપીમાં રેડમળતી માહિતી અનુસાર, વલસાડ એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવીને ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. SOGની ટીમે ખાસ કરીને ઉમરગામ, સંજાણ અને વાપી જેવા ઔદ્યોગિક અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.20 શંકાસ્પદોની અટકાયત, પૂછપરછ શરૂઆ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન SOGની ટીમે અલગ-અલગ સ્થળોએથી આશરે 20 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરીને તેમની અટકાયત કરી છે. પકડાયેલા તમામ શંકાસ્પદ વ્યક્તિઓ પાસે ભારતીય નાગરિકતાના પુરાવા અને જરૂરી દસ્તાવેજો અંગે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.6 બાંગ્લાદેશીઓની ધરપકડ, ડિપોર્ટ કરાશેદરોડા દરમિયાન પ્રાથમિક તપાસ અને પૂછપરછના અંતે 6 જેટલા બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેથી વલસાડ SOG દ્વારા આ 6 બાંગ્લાદેશીઓની સત્તાવાર રીતે ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામ ઘૂસણખોરોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પોતાના દેશ પરત મોકલવા માટે (ડિપોર્ટ કરવાની) વહીવટી પ્રક્રિયા પણ ત્વરિત ધોરણે હાથ ધરી દેવામાં આવી છે.મોટા ખુલાસા થવાની સંભાવનાઅત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડ એસ.ઓ.જી.નું આ 'ઓપરેશન બાંગ્લાદેશી' હજુ પણ યથાવત છે અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ શંકાસ્પદ સ્થળોએ તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે, જેથી આગામી સમયમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ સંભાવના છે.આ પણ વાંચો - Valsad : પલસાણામાં અબોલ પશુઓ પર નરાધમોનો એસિડ એટેક, પીઠ-પેટની ચામડી ઉખડી જતાં પશુઓ લોહીલુહાણ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: સાપુતારા ઘાટમાં વધુ એક ગંભીર અકસ્માત
calendar_today June 7, 2026

Gujarat Latest News Live: સાપુતારા ઘાટમાં વધુ એક ગંભીર અકસ્માત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward