android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi hotel fire : હોટલમાં આ કારણે લાગી હતી આગ, શેફનો ચોંકાવનારો ખુલાસો
calendar_today June 7, 2026

Delhi hotel fire : હોટલમાં આ કારણે લાગી હતી આગ, શેફનો ચોંકાવનારો ખુલાસો

દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં તાજેતરમાં બનેલી હોટલ અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં 21 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન જે તથ્યો બહાર આવ્યા છે તે અત્યંત ગંભીર છે અને તે સુરક્ષા વ્યવસ્થાની મોટી ખામીઓ તરફ નિર્દેશ કરે છે. શું હતો અગ્નિકાંડનો ઘટનાક્રમ? પોલીસની કસ્ટડીમાં રહેલા 65 વર્ષીય રસોઈયા નેગીએ કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રસોઈયાના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે તે રસોડામાં ભોજન બનાવી રહ્યો હતો ત્યારે ઈલેક્ટ્રિક સ્ટોવ ચાલુ કરતા જ થોડી વારમાં તેમાં જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આગ ક્ષણવારમાં જ સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. રસોઈયાએ કબૂલાત કરી છે કે તે આગને જોઈને ગભરાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા આ તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે માત્ર રસોડાની આગ જ નહીં, પરંતુ હોટલની આંતરિક સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા પણ ઘણા જીવ લેવા માટે જવાબદાર છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આગ લાગ્યા બાદ રસોઈયાએ ઈમારતની મેઈન લાઈટ બંધ કરી દીધી હતી. આના કારણે હોટલની 'ઈલેક્ટ્રોનિક લોક સિસ્ટમ' તરત જ બંધ થઈ ગઈ, જેના લીધે બિલ્ડિંગમાંથી બહાર નીકળવાના તમામ માર્ગો બ્લોક થઈ ગયા હતા. બહાર નીકળવાનો કોઈ વિકલ્પ ન હોવાથી ઘણા લોકો અંદર જ ફસાઈ ગયા અને જીવતા સળગી ગયા. પોલીસ કાર્યવાહી અને તપાસ પોલીસ હવે રસોઈયાના નિવેદનોને ફોરેન્સિક રિપોર્ટ સાથે મેચ કરીને આખી ઘટનાની સાબિતીઓ એકઠી કરી રહી છે. અત્યાર સુધી પોલીસે હોટલના અનેક કર્મચારીઓની પૂછપરછ કરી છે અને રસોઈયાની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે ગેરહાજર રહેલા હોટલના મેનેજરની શોધખોળ પણ તેજ કરી દેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે જો હોટલમાં સુરક્ષાના નિયમોનું પાલન થયું હોત અને ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા હોત, તો કદાચ આટલી મોટી સંખ્યામાં જાનહાનિ ટાળી શકાઈ હોત. આ દુર્ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળો અને હોટલોમાં અગ્નિશમન સુરક્ષા (Fire Safety) અને ઈમરજન્સી પ્લાનિંગની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આગનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે, પરંતુ આ ઘટનાએ વહીવટી તંત્ર અને હોટલ સંચાલકો માટે એક મોટી ચેતવણી આપી છે. આ પણ વાંચોઃ AI યુઝર્સ માટે રાહતના સમાચાર,ChatGPTમાં ડેટા ચોરી રોકવા માટે લોન્ચ થયો 'લોકડાઉન મોડ'

Read Full Story arrow_forward
Ahmedabad: મોટેરામાં ડીમોલિશન બાદ વૈકલ્પિક વ્યવસ્થા વગર પરિવારો રસ્તા પર, રડતી આંખોએ જોયું પોતાનું ઘર તૂટતું
calendar_today June 7, 2026

Ahmedabad: મોટેરામાં ડીમોલિશન બાદ વૈકલ્પિક વ્યવસ્થા વગર પરિવારો રસ્તા પર, રડતી આંખોએ જોયું પોતાનું ઘર તૂટતું

અમદાવાદના મોટેરા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ઓચિંતું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવતા સેંકડો લોકો બેઘર બન્યા છે. તંત્રના બુલડોઝરોએ વર્ષો જૂના મકાનો પળભરમાં તોડી પાડ્યા હતા. આ ડિમોલિશન દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે વિલાપ જોવા મળ્યો હતો. રડતી આંખોએ લોકોએ પોતાના સપનાના ઘરને તૂટતા જોયા હતા. આ ઓપરેશન બાદ સૌથી મોટી અને ગંભીર સમસ્યા એ સામે આવી છે કે તંત્ર દ્વારા આ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે નાના બાળકો અને વડીલો સાથે આખો પરિવાર રસ્તા પર આવી ગયો છે.શિક્ષણના અધિકાર પર બુલડોઝર ફર્યુંઆ ડિમોલિશન માત્ર ઘર જ નથી તોડ્યા, પરંતુ માસૂમ બાળકોના ભવિષ્ય પર પણ મોટો સવાલ ઊભો કરી દીધો છે. વેકેશન પૂર્ણ થવા પર છે અને ટૂંક સમયમાં જ શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જ આ અણધાર્યા ડિમોલિશનના કારણે બાળકોના પુસ્તકો, યુનિફોર્મ અને સ્કૂલ બેગ ઘરના કાટમાળમાં દટાયા છે. એક પ્રભાવિત વિદ્યાર્થીએ રડતા રડતા પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, "થોડા દિવસોમાં સ્કૂલ શરૂ થઈ જશે, પણ હું શાળાએ જઈ શકીશ નહીં, કારણ કે મારી પાસે હવે ન તો ચોપડા બચ્યા છે ન તો કપડાં." સ્થાનિક અહેવાલો મુજબ, આ એક જ વિસ્તારના ૩૦થી વધુ બાળકોનું શિક્ષણ અધવચ્ચે અટકી પડે તેવી આશંકા સેવાઈ રહી છે."અમને રોટલો અને ઓટલો બંને આપો" - લોકોઅત્યારે મોટેરાના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન અને આક્રોશનો માહોલ છે. ઘર ગુમાવનારા પરિવારો રોડ પર જ અડિંગો જમાવીને બેઠા છે અને તંત્ર સામે આકરા સવાલો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વહીવટી તંત્રએ માનવીય અભિગમ રાખવો જોઈતો હતો. જ્યાં સુધી વૈકલ્પિક રહેણાંક કે આવાસ ન ફાળવાય ત્યાં સુધી આ રીતે બેઘર કરવા તે અન્યાય છે. પરિવારોની તંત્ર સમક્ષ હવે એક જ માંગ છે કે, કાં તો તેમને પાકા મકાન આપવામાં આવે અથવા તુરંત રહેવા-જમવાની સરકારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેતો દેખાઈ રહ્યા છે.આ પણ વાંચો: Surat: ઇટીપી પ્લાન્ટની સફાઈ કરતાં ગેસ ગળતરના કારણે 4 વ્યક્તિઓ ગૂંગળાયા, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા

Read Full Story arrow_forward
Vadodara: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પાદરા નજીક મોડી રાત્રે અકસ્માત,4 લોકોના કરૂણ મોત
calendar_today June 7, 2026

Vadodara: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પાદરા નજીક મોડી રાત્રે અકસ્માત,4 લોકોના કરૂણ મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરાના પાદરા નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાદરાના સમયાલા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસવે પર મોડી રાત્રે એક ઇકો કાર, આઇસર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે એટલો ભયાનક અકસ્માત સર્જાયો હતો કે વાહનોના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ ત્રિપાંખીયા અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.એક ભૂલ અને આખો પરિવાર હોમાયોપ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ઇકો ગાડીમાં સવાર તમામ મુસાફરો પાદરા નજીક આવેલા અંપાડ ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકો મોડી રાત્રે ઇકો ગાડી (જેમાં ૮ પેસેન્જર સવાર હતા) લઈને અમદાવાદ અને મહેસાણા બાજુ જવા માટે નીકળ્યા હતા. જો કે, એક્સપ્રેસવે પર ચડતી વખતે રૂટની અજાણતા અથવા ઉતાવળમાં ચાલકે ગાડી રોંગ સાઇડમાં ચડાવી દીધી હતી. હાઇસ્પીડ હાઇવે પર સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને આઇસર ટ્રક સાથે રોંગ સાઇડમાં જતી ઇકો કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. રાત્રિના અંધકારમાં થયેલા આ ભયાનક અકસ્માતને પગલે હાઇવે પર ચીસાચીસ અને અરેરાટી વ્યાપી ગઈ હતી.હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ, પરિવારોમાં શોકઘટનાની જાણ થતાં જ હાઇવે ઓથોરિટીની રેસ્ક્યુ ટીમ, 108 એમ્બ્યુલન્સ અને પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇકો કારના પતરા તોડીને અંદર ફસાયેલા મુસાફરો અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૫ લોકોને તાત્કાલિક વડોદરાની અલગ-અલગ સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોના જણાવ્યા અનુસાર તમામની હાલત અત્યંત નાજુક છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે પાદરાના અંપાડ ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વાહનોને હાઇવે પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થિત કર્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: મોટેરામાં ડીમોલિશન બાદ વૈકલ્પિક વ્યવસ્થા વગર પરિવારો રસ્તા પર, રડતી આંખોએ જોયું પોતાનું ઘર તૂટતું

Read Full Story arrow_forward