android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ઇટીપી પ્લાન્ટની સફાઈ કરતાં ગેસ ગળતરના કારણે 4 વ્યક્તિઓ ગૂંગળાયા, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા
calendar_today June 7, 2026

Surat: ઇટીપી પ્લાન્ટની સફાઈ કરતાં ગેસ ગળતરના કારણે 4 વ્યક્તિઓ ગૂંગળાયા, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા

સુરત શહેરમાં સેફ્ટીના સાધનો વગર કેમિકલ કે ડ્રેનેજની નાની ચેમ્બરો સાફ કરવા ઉતરતા શ્રમિકોના મોતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે સુરતના જાણીતા ખાંડ બજાર વિસ્તારમાં આવી જ એક ઘોર વહીવટી અને ટેકનિકલ બેદરકારીના કારણે ૪ નિર્દોષ શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ખાંડ બજારમાં આવેલા પ્રખ્યાત 'રતિ જ્વેલર્સ'ના પ્રીમિયમ યુનિટમાં રાસાયણિક પાણીના શુદ્ધિકરણ માટે રાખવામાં આવેલા ઇટીપી (ETP) પ્લાન્ટની ટેન્ક ચેમ્બરની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, જે દરમિયાન આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.એક પછી એક શ્રમિકો કાળના મુખમાં હોમાયાપ્રાથમિક અહેવાલો અનુસાર, ઇટીપી પ્લાન્ટની અંદર લાંબા સમયથી જમા થયેલા કેમિકલ વેસ્ટના કારણે અત્યંત ઝેરી ગેસનું સર્જન થયું હતું. આ બાબતથી અજાણ શ્રમિકો જેવા ચેમ્બરની અંદર સફાઈ કરવા માટે ઉતર્યા કે તુરંત જ રાસાયણિક ગેસ ગળતરના કારણે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. ગેસ એટલો ઘાતક હતો કે ચારેય વ્યક્તિઓ ટેન્કની અંદર જ બેભાન થઈને ફસાઈ ગયા હતા અને તેમને બહાર નીકળવાની કે બૂમ પાડવાની તક પણ મળી નહોતી.ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન અને મોતની પુષ્ટિજ્વેલરી પેઢીમાં કામ કરતા અન્ય કર્મચારીઓને આ અંગે જાણ થતાં જ સમગ્ર પરિસરમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક સુરત ફાયર બ્રિગેડની ટીમ આધુનિક ગેસ માસ્ક અને રેસ્ક્યુ કીટ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ઓક્સિજન સિલિન્ડરના સહારે ટેન્કમાં ઉતરીને અંદર ફસાયેલા ચારેય લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. જો કે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ચારેય શ્રમિકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ શારીરિક પરીક્ષણ બાદ ચારેયને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાને પગલે ગરીબ શ્રમિકોના પરિવારોમાં કાળો આક્રંદ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે આ મામલે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Gir Somnath: જમજીર ધોધ પર પ્રતિબંધ છતાં ટોચ પરથી ઊંડા પાણીમાં યુવાનોની જોખમી છલાંગ, વીડિયો વાયરલ

Read Full Story arrow_forward
Vadodara : સંજયનગરમાં ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું, 150થી 200 કિલો માંસ જપ્ત
calendar_today June 7, 2026

Vadodara : સંજયનગરમાં ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું, 150થી 200 કિલો માંસ જપ્ત

વડોદરા શહેરના સમા સંજયનગર વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાનાનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ સ્થિત દર્શના એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશનની ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને આ સમગ્ર વિસ્તારમાં દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે.બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાણીઓની ગેરકાયદેસર કતલ અને માંસ વેચાણ અંગે મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ટીમે બે અલગ-અલગ સ્થળોએ એકસાથે રેડ કરી હતી, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું ખુલ્યું હતું. દરોડા દરમિયાન આશરે 150થી 200 કિલોગ્રામ જેટલું માંસ જપ્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત કતલ માટે ઉપયોગમાં લેવાતા છરી, ધારિયા અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામ સામગ્રીને પુરાવા તરીકે પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં હલચલ મચી ગઈ મળતી માહિતી મુજબ દોઢ મહિના પહેલા જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મળ્યા બાદ સંબંધિત ટીમો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. ત્યારબાદ યોગ્ય પુરાવા મળતાં આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને લઈને વિસ્તારમાં હલચલ મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા સ્થળ પરથી કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે અને સમગ્ર નેટવર્ક વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી વડોદરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કતલખાનાનું સંચાલન કોણ કરી રહ્યું હતું અને માંસ ક્યાં સપ્લાય થતું હતું તેની દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ કાર્યવાહી પ્રાણીઓના શોષણ અને ગેરકાયદેસર કતલખાનાઓ સામેની મોટી સફળતા તરીકે ગણાઈ રહી છે. પોલીસનું કહેવું છે કે આવી પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ પણ વાંચો : Surat: ઇટીપી પ્લાન્ટની સફાઈ કરતાં ગેસ ગળતરના કારણે 4 વ્યક્તિઓ ગૂંગળાયા, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated: સુરતની ખાંડ બજારમાં ETP પ્લાન્ટની સફાઈ દરમિયાન ગેસ ગળતર, 4 શ્રમિકોના ગૂંગળામણથી મોત
calendar_today June 7, 2026

Gujarat Latest News Updated: સુરતની ખાંડ બજારમાં ETP પ્લાન્ટની સફાઈ દરમિયાન ગેસ ગળતર, 4 શ્રમિકોના ગૂંગળામણથી મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward