android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar:  મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપવાના નિયમો બદલાયા, 17 જાન્યુઆરીનો પરિપત્ર તાત્કાલિક અસરથી રદ
calendar_today June 7, 2026

Gandhinagar: મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપવાના નિયમો બદલાયા, 17 જાન્યુઆરીનો પરિપત્ર તાત્કાલિક અસરથી રદ

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના સંચાલનને વધુ સુદ્રઢ કરવા માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. અગાઉ 17 જાન્યુઆરીના રોજ મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપવા અંગે જાહેર કરાયેલા પરિપત્રમાં કેટલીક વહીવટી વિસંગતતાઓ અને ક્ષતિઓ સામે આવી હતી. આ ક્ષતિઓને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે જૂનો પરિપત્ર રદ કરીને સંપૂર્ણપણે નવા નીતિ-નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે શાળાઓમાં HTAT (Head Teacher Aptitude Test) પાસ મુખ્યશિક્ષકનું મહેકમ મંજૂર નથી, ત્યાં વહીવટ કેવી રીતે ચલાવવો તેની સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે.15 કિલોમીટરની ત્રિજ્યાનો નવો નિયમ અને ટાઈમ-ટેબલનવા નિયમો અનુસાર, શાળાના સૌથી શ્રેયાન અને અનુભવી શિક્ષકને જ મુખ્યશિક્ષક તરીકેની વહીવટી જવાબદારી સોંપવામાં આવશે. જો કોઈ વિસ્તારમાં મુખ્યશિક્ષકની જગ્યા લાંબા સમયથી ખાલી હોય, તો નજીકની શાળામાંથી ચાર્જ સોંપવા માટે ૧૫ કિલોમીટરની ત્રિજ્યાનો નવો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓને વહીવટી કામગીરીમાં અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત, જે શિક્ષકોને બે શાળાઓની જવાબદારી સંભાળવાની થશે, તેમના શૈક્ષણિક કાર્ય પર અસર ન પડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એક વિશેષ ટાઈમ-ટેબલ (સમયપત્રક) પણ તૈયાર કરવામાં આવ્યું છે.દિવ્યાંગોને રાહત, ઇનકાર કરનાર સામે કાર્યવાહીશિક્ષણ વિભાગે આ પરિપત્રમાં માનવીય અભિગમ અપનાવતા દિવ્યાંગ શિક્ષકોને વહીવટી દોડધામથી બચાવવા માટે વિશેષ રાહત અને નિયમોમાં છૂટછાટ આપી છે. જોકે, અન્ય સામાન્ય શિક્ષકો માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ નિયુક્ત શિક્ષક મુખ્યશિક્ષકનો ચાર્જ લેવાનો ઇનકાર કરશે, તો તેમની સામે વહીવટી સ્તરે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ચાર્જ સંભાળવા બદલ શિક્ષકોને નિયત નાણાકીય લાભ અને ખાસ ભથ્થાં ચૂકવવામાં આવશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર વહીવટી વ્યવસ્થા હોવાથી, ઇન્ચાર્જ તરીકે બજાવેલી સેવાને ભવિષ્યમાં કાયમી બઢતી (પ્રમોશન) કે બદલીના કિસ્સામાં સિનિયોરિટી તરીકે માન્ય રાખવામાં આવશે નહીં. આ વ્યવસ્થા દર વર્ષે ઉનાળુ વેકેશન શરૂ થાય તે પહેલાં આપોઆપ ચાર્જ મુક્ત ગણાશે.આ પણ વાંચો: Surat: સાયણની ‘કૈલાશ સિન્થેટિક’ કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે

Read Full Story arrow_forward
Gujarat : ST ડ્રાઈવરોને બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ, રિલ અને ફોટોગ્રાફી અપલોડ ન કરવા સૂચના
calendar_today June 7, 2026

Gujarat : ST ડ્રાઈવરોને બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ, રિલ અને ફોટોગ્રાફી અપલોડ ન કરવા સૂચના

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે (GSRTC) પોતાના એસટી કર્મચારીઓ માટે નવી શિસ્ત સંબંધિત સૂચનાઓ જાહેર કરી છે. નિગમે ફરજ દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગને લઈને કડક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેના મુજબ હવે ડ્રાઈવિંગ કે ડ્યૂટી દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત રહેશે.નિગમે કર્મચારીઓને પરિપત્ર પાઠવ્યો નિગમ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે એસટી બસ ચલાવતી વખતે ડ્રાઈવરો કોઈપણ સ્થિતિમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિર્ણય મુસાફરોની સુરક્ષા અને માર્ગ અકસ્માતોને અટકાવવા માટે લેવામાં આવ્યો છે. સાથે જ કંડક્ટર અને અન્ય સ્ટાફને પણ ફરજ દરમિયાન મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે. કર્મચારીઓને સોશિયલ મીડિયા ઉપયોગથી દૂર રહેવા પણ તાકીદ પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે કર્મચારીઓ ડ્યૂટી દરમિયાન રીલ બનાવવી, ફોટોગ્રાફી કરવી અથવા સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરવું નહીં. નિગમનું માનવું છે કે આવી પ્રવૃત્તિઓથી ધ્યાન ભંગ થાય છે અને કામગીરી પર અસર પડે છે, જે મુસાફરોની સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે. નિગમે કર્મચારીઓને સોશિયલ મીડિયા ઉપયોગથી દૂર રહેવા પણ તાકીદ કરી છે, ખાસ કરીને જ્યારે તેઓ ફરજ પર હોય ત્યારે. સંસ્થાએ જણાવ્યું છે કે કર્મચારીઓએ સંપૂર્ણ ધ્યાન પોતાની જવાબદારી અને સેવા પર કેન્દ્રિત રાખવું જોઈએ. મુસાફરોની સુરક્ષા વધારવા લેવાયો નિર્ણય આ નવા નિયમોનો મુખ્ય હેતુ શિસ્ત જાળવવાનો, કામગીરીમાં સુધારો લાવવાનો અને મુસાફરોની સુરક્ષા વધારવાનો છે. નિગમે સ્પષ્ટ કર્યું છે કે આ સૂચનાઓનું પાલન ન કરનાર કર્મચારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં એસટી સેવા કરોડો મુસાફરો માટે જીવનરેખા સમાન છે, તેથી નિગમ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. આ પગલાંથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની અને સેવા વધુ સુરક્ષિત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Gandhinagar: મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપવાના નિયમો બદલાયા, 17 જાન્યુઆરીનો પરિપત્ર તાત્કાલિક અસરથી રદ

Read Full Story arrow_forward
Gir Somnath: જમજીર ધોધ પર પ્રતિબંધ છતાં ટોચ પરથી ઊંડા પાણીમાં યુવાનોની જોખમી છલાંગ, વીડિયો વાયરલ
calendar_today June 7, 2026

Gir Somnath: જમજીર ધોધ પર પ્રતિબંધ છતાં ટોચ પરથી ઊંડા પાણીમાં યુવાનોની જોખમી છલાંગ, વીડિયો વાયરલ

કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીર સોમનાથ જિલ્લાનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ પ્રવાસીઓ માટે જેટલો આકર્ષક છે, એટલો જ તે કપટી અને જોખમી સાબિત થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જમજીર ધોધનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેણે સ્થાનિક પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે. આ વીડિયોમાં કેટલાક ઉત્સાહી યુવાનો કાયદા કે મોતના ડર વગર ધોધની પથરાળ ટોચ પરથી સીધી શિંગોડા નદીના ઊંડા અને જોખમી પાણીમાં હાઈ-ડાઈવિંગ (છલાંગ) લગાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો કેટલો જૂનો છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ તેણે પ્રવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.ભૂતકાળમાં સેલિબ્રિટીઝ પણ ભેરવાઈ છેસોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવાની આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય પહેલાં જ ગાંધીનગરના કલોલની પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ૯ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી મોડલ પૂજા પ્રજાપતિ અને તેની બહેનપણીઓ સામે જોખમી રીલ્સ બનાવવા બદલ ગુનો નોંધાયો હતો. અધિક કલેક્ટર રાજેશ આલ અને ડીવાયએસપી મહાદેવ ચૌધરીના આદેશથી કોડીનાર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 (જાહેરનામાનો ભંગ) હેઠળ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, આશરે 11 મહિના પહેલાં જાણીતી એક્ટ્રેસ ઝીલ જોષી સામે પણ આ જ સ્થળે ગેરકાયદેસર વીડિયો શૂટ કરવા બદલ કાયદાનો સિકંજો કસાયો હતો.જનતાના વેધક સવાલો અને વહીવટી લાપરવાહીછેલ્લા ૨૦ વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો, આ ધોધના પથરાળ સ્તરો અને વમળોમાં ફસાવાને કારણે અથવા સેલ્ફી લેવાના ચક્કરમાં અસંખ્ય યુવાનો અકાળે કાળના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે. વારંવાર બનતી આ ભયાનક દુર્ઘટનાઓને રોકવા જિલ્લા કલેક્ટર દ્વારા અહીં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડેલું છે. તેમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સુરક્ષા જવાનોની ગેરહાજરીના કારણે સ્ટંટબાજો સરળતાથી ધોધની ટોચ સુધી પહોંચી જાય છે. ગીર સોમનાથની જનતા હવે આક્રોશ સાથે સવાલ પૂછી રહી છે કે, શું આ જાહેરનામું માત્ર કાગળ પર જ રહેશે? શું તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકોની માગ છે કે આ નવા વાયરલ વીડિયોના આધારે કાયદો તોડનારા યુવાનોને શોધીને તેમની સામે જેલભેગા કરવાની ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ.આ પણ વાંચો: Gandhinagar: મુખ્યશિક્ષકનો ચાર્જ સોંપવાના નિયમો બદલાયા, 17 જાન્યુઆરીનો પરિપત્ર તાત્કાલિક અસરથી રદ

Read Full Story arrow_forward