android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modasa News: કોલેજ રોડ પર વિઝા ઓફિસ બહાર પ્રેમી યુવકને ઢોર માર મારી યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ
calendar_today June 6, 2026

Modasa News: કોલેજ રોડ પર વિઝા ઓફિસ બહાર પ્રેમી યુવકને ઢોર માર મારી યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત કોલેજ રોડ પર આવેલી એક વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ બહાર અલગ-અલગ ધર્મના દંપતી પર કેટલાક શખ્સોના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જાહેરમાં યુવકને લાકડીઓ અને ઢીકાપાટુનો ઢોર માર મારી યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.પ્રેમ લગ્નનો અજંપો અને અપહરણ મિહિર પંચાલ અને અલ્ફીના નામના યુવક-યુવતીએ આશરે ૬ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. અલગ-અલગ ધર્મના હોવાના કારણે બંને પક્ષે અગાઉથી જ અજંપો હતો. આ દંપતી ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા ઓફિસે આવ્યું ત્યારે બે કારમાં આવેલા શખ્સોએ મિહિરને નિર્મમતાપૂર્વક માર માર્યો હતો અને બંનેને બળજબરીપૂર્વક છૂટા પાડી અલ્ફીનાને ઉઠાવી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં; પોલીસ તપાસ તેજ આ ચકચારી ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત મિહિરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોડાસા ટાઉન પોલીસનો કાફલો તાબડતોબ દોડી ગયો હતો. પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને નાસી છૂટેલા અપહરણકારોને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jamnagar News: એક્ટિવા પર બુલેટનો ફેન્સી નંબર લગાવી રોફ જમાવવો પડ્યો ભારે, એક યુવકની ધરપકડ
calendar_today June 6, 2026

Jamnagar News: એક્ટિવા પર બુલેટનો ફેન્સી નંબર લગાવી રોફ જમાવવો પડ્યો ભારે, એક યુવકની ધરપકડ

જામનગર શહેરમાં વાહન પર ફેન્સી અને ફેક (નકલી) નંબર પ્લેટ લગાવીને વટ પાડતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં નકલી નંબર પ્લેટ લગાવી રોફ જમાવતા એક યુવકનો પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની સતર્કતાના કારણે ભાંડો ફૂટી ગયો છે. ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરીને એક્ટિવા ચાલક યુવકની ધરપકડ કરી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.એક્ટિવાની ડેકીમાંથી અસલી નંબર પ્લેટ મળી મળતી વિગતો મુજબ, પૃથ્વી રમેશ નડિયાપરા નામનો યુવક પોતાના એક્ટિવા સ્કૂટર પર 'GJ-10-EK-1111' નંબરની ફેન્સી પ્લેટ લગાવીને ફરતો હતો. સીસીટીવી કેમેરા દ્વારા આ નંબરનું ક્રોસ વેરિફિકેશન કરાતાં આ ‘1111’ નંબર રોયલ એનફિલ્ડ બુલેટનો હોવાનું ખુલ્યું હતું. ટ્રાફિક પોલીસે તેને રોકી તપાસ કરતાં એક્ટિવાની ડેકીમાંથી તેની અસલી નંબર પ્લેટ 'GJ-10-EK-1508' મળી આવી હતી. અન્ય ગુનાહિત કનેક્શન અંગે પોલીસ તપાસ શરૂ પૂછપરછમાં સામે આવ્યું કે માત્ર વટ અને રોફ જમાવવા માટે જ યુવકે અસલી નંબર પ્લેટ છુપાવીને બુલેટનો વીઆઇપી નંબર લગાવ્યો હતો. પોલીસે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરવા બદલ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે આ નકલી નંબર પ્લેટનો ઉપયોગ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવા માટે કરવામાં આવતો હતો કે નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
NEET RE-Exam પહેલા પેપલ લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ કરી આ અપીલ
calendar_today June 6, 2026

NEET RE-Exam પહેલા પેપલ લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ કરી આ અપીલ

NTAએ NEET-UG 2026 રી-એગ્ઝામિનેશનને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પેપર લીક, એડવાન્સ એક્સેસ અને પ્રશ્નપત્ર વેચાણના દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આવા મેસેજના વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી અને તેનો હેતુ માત્ર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ગેરમાર્ગે દોરવાનો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સંગઠિત ઠગાઈના રેકેટનો ભાગ NTAએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર કેટલાક લોકો NEET-UG 2026ના પ્રશ્નપત્ર લીક થયા હોવાના દાવા કરી રહ્યા છે. જોકે, પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આવા તમામ દાવાઓ ખોટા છે. એજન્સી મુજબ, આ પ્રકારની પ્રવૃત્તિઓ સંગઠિત ઠગાઈના રેકેટનો ભાગ છે. આવા લોકો વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાનો લાભ લઈને નકલી પ્રશ્નપત્રો અને ખોટી માહિતીના નામે પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરે છે. NTAએ જણાવ્યું કે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં છે. પરીક્ષાની નિષ્પક્ષતા અંગે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ માહિતી સાયબર ક્રાઈમ સેલને મોકલવામાં આવી એજન્સીએ વધુમાં જણાવ્યું કે આવા ખોટા દાવા ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ચેનલોની ઓળખ કરવામાં આવી રહી છે. આ માહિતી સાયબર ક્રાઇમ સેલને મોકલવામાં આવી રહી છે અને સંડોવાયેલા લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. NTAએ ચેતવણી આપી છે કે પેપર લીકના ખોટા દાવા કરવા, ભ્રામક કન્ટેન્ટ બનાવવું અથવા વિદ્યાર્થીઓને છેતરવાનો પ્રયાસ કરવો ગંભીર ગુનો છે. આવા કેસોમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એજન્સી વિશ્વસનીય પરીક્ષા યોજવા માટે પ્રતિબદ્ધ એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારના પેપર લીકના મેસેજ પર વિશ્વાસ ન કરે, કોઈને પૈસા ન આપે અને આવા સંદેશાઓ ફોરવર્ડ પણ ન કરે. પરીક્ષા સંબંધિત તમામ સત્તાવાર માહિતી માત્ર NTAના અધિકૃત માધ્યમો દ્વારા જ જાહેર કરવામાં આવશે. NTAએ વિદ્યાર્થીઓને પોતાની તૈયારી પર ધ્યાન કેન્દ્રીત રાખવાની સલાહ આપતાં જણાવ્યું કે તેમની મહેનત જ સફળતાની સાચી ચાવી છે અને એજન્સી નિષ્પક્ષ, સુરક્ષિત અને વિશ્વસનીય પરીક્ષા યોજવા માટે પ્રતિબદ્ધ છે. આ પણ વાંચો : Ramalingam Murder Case : હત્યા કેસમાં NIAની મોટી કાર્યવાહી, PFIના ચાર પૂર્વ સભ્યો સામે ચાર્જશીટ દાખલ

Read Full Story arrow_forward