android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UNમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે તાત્કાલિક રોકડુ પરખાવ્યું
calendar_today June 6, 2026

UNમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે તાત્કાલિક રોકડુ પરખાવ્યું

ન્યૂયોર્ક સ્થિત United Nations General Assemblyમાં ફરી એકવાર પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેના પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો આંતરિક અને અભિન્ન ભાગ છે અને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવા માટે કરવો બંધ કરવો જોઈએ.કાશ્મીરને લઈને પાકિસ્તાનના તમામ દાવા ખોટા છે આ વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહમદે સુરક્ષા પરિષદની વાર્ષિક રિપોર્ટ પર ચર્ચા દરમિયાન કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે પાકિસ્તાનની ટિપ્પણીને “અનાવશ્યક” અને “ભ્રામક” ગણાવી હતી. ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું કે પાકિસ્તાને ફરી એકવાર યુએનના પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ પોતાના સંકુચિત રાજકીય હિતો માટે કર્યો છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે અને તેના વિરુદ્ધ કરવામાં આવતા તમામ દાવાઓ ઐતિહાસિક રીતે ખોટા છે. પાકિસ્તાન ભ્રામક માહિતી ફેલાવી રહ્યું છે ભારતે પાકિસ્તાનને યાદ અપાવ્યું કે તે હાલમાં યુએન સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય છે અને આ પદ સાથે મોટી જવાબદારી જોડાયેલી છે. ભારતે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન પોતાની સભ્યતાનો દુરુપયોગ કરીને ભ્રામક માહિતી ફેલાવી રહ્યું છે, જે વૈશ્વિક મંચોની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની માગ પણ દોહરાવી હતી. ભારત સહિત G4 દેશોનું માનવું છે કે પરિષદને વધુ પ્રતિનિધિત્વસભર બનાવવા માટે તેની સભ્ય સંખ્યા વધારવી જરૂરી છે, જેથી વૈશ્વિક સંતુલન વધુ સારું બને. આ પણ વાંચો : Kanpur: ચાલુ ગાડીમાં રીલ બનાવવાના ચક્કરમાં સર્જાયો ભયાનક અકસ્માત, 1 યુવકનું મોત

Read Full Story arrow_forward
6 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today June 6, 2026

6 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. Kutchમાં તંત્રની કડક કાર્યવાહી: સિનુગ્રામાં દબાણ હટાવી 5,184 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ2. Botad News: સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના પાર્કિંગમાં કાર ભડકે બળી3. Rajkot News: ડિટર્જન્ટ પાવડરની આડમાં છુપાવેલો 63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો4. Ahmedabad: ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર, અમદાવાદના કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP5. Surat: તાપી બ્રિજ પર પડ્યો મસમોટો ભુવો, ચોમાસા પહેલાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ6. Weather : ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીની તારીખ જાહેર: 15 જૂન બાદ ધમાકેદાર ચોમાસું બેસશે7. Punjab : વૈષ્ણોદેવી સ્પેશિયલ ટ્રેન અચાનક જ ધડાકાભેર અવાજ સાથે બે ભાગમાં વહેંચાઈ ગઈ, 1200 મુસાફર ટ્રેનમાં હતા સવાર8. Samosa-VadaPav સહિત અન્ય ફૂડની વસ્તુઓને લઈને બદલાયો નિયમ, જો ભૂલ કરી તો થઈ શકે છે જેલ9. 2026માં અત્યાર સુધીમાં અમેરિકાએ કેટલા ભારતીયોને કર્યા ડિપોર્ટ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી10. Himachal Earthquake: ત્રણ મોટા ભૂકંપના આંચકા,અનેક ઘરોને નુકસાન,પાલમપુરમાં હોસ્પિટલની છત ધરાશાયી

Read Full Story arrow_forward
Gujarat Latest News live: કેશોદના કિંગડમ વોટરપાર્કમાં 8 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત
calendar_today June 6, 2026

Gujarat Latest News live: કેશોદના કિંગડમ વોટરપાર્કમાં 8 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward