android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutchમાં તંત્રની કડક કાર્યવાહી: સિનુગ્રામાં દબાણ હટાવી 5,184 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
calendar_today June 6, 2026

Kutchમાં તંત્રની કડક કાર્યવાહી: સિનુગ્રામાં દબાણ હટાવી 5,184 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાંથી સરકારી જમીન પરના ગેરકાયદેસર કબ્જા વિરૂદ્ધ તંત્ર દ્વારા એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને વર્ષો જૂનું ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યું છે. આ મેગા ઓપરેશન દરમિયાન તંત્ર દ્વારા લાખો રૂપિયાની કિંમતની સરકારી જમીનને કબ્જામુક્ત કરાવીને ખુલ્લી કરવામાં આવી છે.દાઉદ ભચુનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું સિનુગ્રા ગામની સરકારી જમીન પર લાંબા સમયથી દાઉદ ભચુ કકલ નામના સ્થાનિક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી રાખવામાં આવ્યો હતો. આ મામલે વહીવટી તંત્રને ફરિયાદ મળતાં કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ આ ગેરકાયદેસર દબાણ મામલે જવાબદાર આસામીને સત્તાવાર નોટિસ આપીને દબાણ સ્વૈચ્છિક રીતે હટાવી લેવા માટે જાણ કરવામાં આવી હતી. જોકે, નોટિસ બાદ પણ દબાણ ન હટતાં તંત્રએ આખરે કડક વલણ અપનાવ્યું હતું. 5184 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલાને સાથે રાખીને વહીવટી તંત્રની ટીમ સિનુગ્રા ગામે ત્રાટકી હતી અને મજબૂત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. તંત્રના બુલડોઝરોએ ગણતરીના કલાકોમાં જ આશરે 5,184 ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીન પર કરાયેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. બજાર કિંમત અનુસાર આ આશરે રૂ.16.77 લાખની કિંમતની કિંમતી સરકારી જમીન હોવાનું સામે આવ્યું છે, જેને હવે સંપૂર્ણપણે ખુલ્લી કરાવીને સરકાર હસ્તક લેવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha News: અંબાજીના રિછડી તળાવમાં 3 બાળકોના ડૂબી જવાથી મોત
calendar_today June 6, 2026

Banaskantha News: અંબાજીના રિછડી તળાવમાં 3 બાળકોના ડૂબી જવાથી મોત

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. અંબાજી નજીક આવેલા રિછડી તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. ઉનાળુ વેકેશનના ખુશીના માહોલ વચ્ચે એકસાથે ત્રણ-ત્રણ વહાલસોયા બાળકોના મોત થતાં પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ભારે સનાટો છવાઈ ગયો છે.10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કાળનો કોળિયો બન્યાઘટનાની મળતી માહિતી અનુસાર, વેકેશનનો માહોલ હોવાથી બાળકો બપોરના સમયે રમતા-રમતા રિછડી તળાવ કિનારે પહોંચ્યા હતા અને પાણીમાં ન્હાવા માટે પડ્યા હતા. જોકે, તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ત્રણેય માસૂમ બાળકો એકપછી એક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. કાળનો કોળિયો બનેલા આ ત્રણેય માસૂમ બાળકોની ઉંમર 10 વર્ષથી પણ ઓછી હોવાનું જાણવા મળ્યું છે.મૃતકોમાં બે સગા ભાઈઓ, પરિવારોમાં આક્રંદઆ દૂર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોની ઓળખ સામે આવી છે, જેમાં સતુભાઈ રાઠોડ, વિપુલભાઈ રાઠોડ અને બચુભાઈ તરાલનો સમાવેશ થાય છે.કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીનચોંકાવનારી અને વધુ દુઃખદ બાબત એ છે કે, મૃતક બાળકોમાંથી સતુભાઈ રાઠોડ અને વિપુલભાઈ રાઠોડ બંને સગા ભાઈઓ હતા. એક જ ઘરના બે દીપક બુઝાઈ જતાં માતા-પિતા સહિત પરિવારજનોના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને તરવૈયાઓ તળાવે દોડી આવ્યા હતા અને ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. વેકેશનના સમયમાં બાળકો નદી, નાળા કે તળાવ જેવા જોખમી જળાશયો તરફ ન જાય તે માટે વાલીઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે.આ પણ વાંચો - Banaskantha: વડગામના મુક્તેશ્વર ડેમમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત

Read Full Story arrow_forward
Dholka News: વટામણ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે કાર કચડાતાં ગમખ્વાર અકસ્માત, જુનાગઢના આધેડનું કરુણ મોત
calendar_today June 6, 2026

Dholka News: વટામણ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે કાર કચડાતાં ગમખ્વાર અકસ્માત, જુનાગઢના આધેડનું કરુણ મોત

અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાં આવેલા વટામણ ચોકડી પાસે એક કાળજું કંપાવનારો ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. ટ્રાફિકના કારણે ઊભેલી એક કારને પાછળથી આવતી ટ્રકે અડફેટે લેતાં કાર આગળના ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. બે ટ્રકો વચ્ચે કારનો કચ્ચરઘાણ વળી જતાં કારમાં સવાર જૂનાગઢ જિલ્લાના એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.ટ્રાફિકમાં ઊભેલી વેન્યુ કારને આઇશર ટ્રકે પાછળથી ફંગોળી વટામણ ચોકડી પાસે ટ્રાફિક જામ હોવાના કારણે એક ટ્રકની પાછળ હ્યુન્ડાઇ વેન્યુ કાર ઊભી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ઘસી આવેલા એક આઇશર ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે કાર આગળ ઊભેલા મોટા ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી અને લોખંડના ડબ્બાની જેમ કચડાઈ ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ આઇશર ટ્રકનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેસીબી અને ચેન કટરની મદદથી કાર કાપીને લોકોને બહાર કઢાયા આ ભયાનક અકસ્માત જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસ, ફાયર ફાઇટરની ટીમ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પોલીસે જેસીબી, હાઇડ્રા ક્રેન અને ચેન કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ભારે જહેમત બાદ કારના પતરાં કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કોડીનારના નરેન્દ્રભાઈનું મોત; 3 ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કારમાં સવાર તમામ મુસાફરો જૂનાગઢ જિલ્લાના કોડીનાર અને માંગરોળ પંથકના વતની હતા. આ દુર્ઘટનામાં કોડીનારના રહેવાસી નરેન્દ્રભાઈ કાંતિભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરો - સિદ્ધાર્થ જાદવ (માંગરોળ), કલ્પેશ બાંભણીયા (કોડીનાર) અને પંકજભાઈ કાવઠ (કોડીનાર) ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને 108 મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward