android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ફતેવાડીમાં યુવતીનો મૃતદેહ મળ્યો, સરખેજ પોલીસ દોડી
calendar_today June 6, 2026

Ahmedabad News: ફતેવાડીમાં યુવતીનો મૃતદેહ મળ્યો, સરખેજ પોલીસ દોડી

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ચકચાર મચી ગઈ છે. સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો, એફએસએલની મદદ લેવાશેબનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરખેજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે (ફતેવાડી) દોડી ગયો હતો. પોલીસે ગુના વાળી જગ્યા પર પુરાવાઓ સાથે કોઈ છેડછાડ ન થાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક યુવતીનું નામ 'સીમા' છે. આ ઘટના હત્યા છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણોસર મોત થયું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો, મોતનું કારણ અકબંધસ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સરખેજ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ શંકાસ્પદ મોત પાછળનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યોહાલમાં આ મામલે સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આસપાસના લોકો અને યુવતીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. બંધ ઘરમાંથી યુવતીનો મૃતદેહ મળવા પાછળ કોઈ પ્રેમ પ્રકરણ, કૌટુંબિક ઝઘડો કે અન્ય કોઈ રહસ્ય છુપાયેલું છે કે કેમ, તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર, અમદાવાદના કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP

Read Full Story arrow_forward
Rajkot News: ડિટર્જન્ટ પાવડરની આડમાં છુપાવેલો 63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
calendar_today June 6, 2026

Rajkot News: ડિટર્જન્ટ પાવડરની આડમાં છુપાવેલો 63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રાજકોટમાં દારૂના કાળા કારોબાર પર અત્યાર સુધીનો મોટો પ્રહાર કર્યો છે. SMC દ્વારા રાજકોટ-ભાવનગર હાઈવે પર હલેન્ડા ગામ નજીક એક ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. બુટલેગરો દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અપનાવાયેલી નવી કીમિયો આ રેડમાં ખુલ્લી પડી ગઈ છે.ડિટર્જન્ટ પાવડરની આડમાં ચાલતું હતું સ્મગલિંગઘટનાની મળતી વિગતો અનુસાર, હલેન્ડા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ટ્રકને એસએમસીની ટીમે અટકાવીને તેની તલાશી લીધી હતી. ટ્રકની અંદર તપાસ કરતા ઉપરના ભાગે ડિટર્જન્ટ પાવડરના મોટા જથ્થાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 63.14 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત વાહન અને ડિટર્જન્ટ પાવડર સહિત કુલ 97.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આરોપીઓ થયા ફરાર, 4 વિરૂદ્ધ ગુનો દાખલSMCના આ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી કોઈ આરોપી પોલીસના હાથે ઝડપાયો ન હતો. રેડ પહેલા જ બુટલેગરો વાહન મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રકના ડ્રાઈવર, ટ્રક માલિક, દારૂનો જથ્થો મોકલનાર સપ્લાયર અને રાજકોટમાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર સહિત કુલ ચાર અજાણ્યા શખ્સો સામે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.પોલીસ વધુ તપાસ હાથ ધરીઆજીડેમ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પરથી પકડાયેલો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો - Rajkot : મેયર નેહલ શુક્લ એક્શન મોડમાં, પૂર્વ સત્તાધીશોના 846 કરોડના પ્રોજેક્ટ્સ પર મૂકી દીધી બ્રેક

Read Full Story arrow_forward
Madhya Pradesh : જબલપુરમાં નશીલા ઈન્જેક્શનના રેકેટનો પર્દાફાશ, 2 MR સહિત 6 લોકોની કરાઈ ધરપકડ
calendar_today June 6, 2026

Madhya Pradesh : જબલપુરમાં નશીલા ઈન્જેક્શનના રેકેટનો પર્દાફાશ, 2 MR સહિત 6 લોકોની કરાઈ ધરપકડ

મધ્ય પ્રદેશના જબલપુરમાં નશીલા ઈન્જેક્શનના ગેરકાયદે વેપાર સામે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશન દરમિયાન બે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ (MR) સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 6,600 નશીલા ઈન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે 15 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે.બે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરાઈ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ પ્રતિબંધિત ઈન્જેક્શનોની સપ્લાય ઉત્તરપ્રદેશમાંથી કરવામાં આવતી હતી અને જબલપુરમાં નશાના વેપાર સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી. પોલીસે નશા વિરોધી અભિયાન હેઠળ બે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરી હતી. પ્રથમ કાર્યવાહી બેલબાગ વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યાં પાંચ આરોપીઓની ધરપકડ કરીને 3,200 ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા હતા. બીજી કાર્યવાહી આધારતાલ વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યાં એક આરોપી પાસેથી 3,400 ઇન્જેક્શન મળી આવ્યા હતા. બે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પણ ઝડપાયા પોલીસના જણાવ્યા મુજબ બેલબાગ વિસ્તારમાં ઝડપાયેલા પાંચ આરોપીઓમાંથી ત્રણ સપ્લાય નેટવર્કની મધ્યસ્થ કડી તરીકે કામ કરતા હતા, જ્યારે બે આરોપીઓ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ પોતાના વ્યાવસાયિક સંપર્કોનો ઉપયોગ કરીને અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત દવાઓની ખરીદી અને સપ્લાય કરતા હતા. મોટી માત્રામાં પ્રતિબંધિત ઈન્જેક્શન જપ્ત કાર્યવાહી દરમિયાન 2,000 બ્યુપ્રેનોર્ફિન ટેલજેસિક ઈન્જેક્શન અને 1,200 એવિલ ઈન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી કાર્યવાહી દરમિયાન 2,300 એવિલ અને 1,100 ટેલજેસિક ઈન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને દવાઓના સંયોજનનો ઉપયોગ નશા માટે કરવામાં આવે છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપીઓ નશાખોરોને તૈયાર પેકેટ બનાવી વેચતા હતા. એક પેકેટની કિંમત 200થી 500 રૂપિયા સુધી વસૂલવામાં આવતી હતી, જ્યારે કેટલીકવાર તેની કિંમત 1,000 રૂપિયા સુધી પહોંચી જતી હતી. યુપી સુધી ફેલાયેલું નેટવર્ક પોલીસે જણાવ્યું છે કે સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ ચાલી રહી છે. અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ માટે ટીમને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી છે. ઉપરાંત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે ટૂંક સમયમાં આ નશીલા ઈન્જેક્શન રેકેટ સાથે જોડાયેલા વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે. આ પણ વાંચો : Samosa-VadaPav સહિત અન્ય ફૂડની વસ્તુઓને લઈને બદલાયો નિયમ, જો ભૂલ કરી તો થઈ શકે છે જેલ

Read Full Story arrow_forward