android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang News: 'એકના ડબલ' કરવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર ટોળકીના મુખ્ય સૂત્રધારની ફિલ્મી ઢબે ધરપકડ
calendar_today June 6, 2026

Dang News: 'એકના ડબલ' કરવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર ટોળકીના મુખ્ય સૂત્રધારની ફિલ્મી ઢબે ધરપકડ

ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા આહવા ખાતે 'એકના ડબલ' કરી આપવાની લોભામણી સ્કીમ ચલાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પબ્લિકને લૂંટતી આ ટોળકીની જાળમાં આ વખતે ખુદ કાયદાના રક્ષકો જ ફસાયા હતા. પોલીસે આરોપીને દબોચવા માટે 4 રાજ્યોમાં બસ, ટ્રેન અને ઓટો રિક્ષામાં મુસાફરી કરીને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું હતું.13 મહિનામાં રૂપિયા ડબલ કરવાની ઓફરમાં છેતરાયા ડાંગના આહવા ખાતે 'ઇવા કંપની' (Eva Company) નામે એક સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ કંપનીના સંચાલકોએ રોકાણકારોને માત્ર 13 મહિનામાં જ રોકેલા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી. આ લોભામણી ઓફરમાં આવીને ખુદ જીઆરડી (GRD) જવાન અને પોલીસ જવાન સહિત ત્રણ જેટલા લોકોએ કુલ રૂપિયા 18,40,000 (18 લાખ 40 હજાર) નું મોટું રોકાણ કર્યંં હતું. રૂપિયા ચૂકવવાના સમયે ડિરેક્ટર રાકેશકુમાર બિંદ ફરાર થયો નક્કી થયેલી શરતો મુજબ, 6 મહિના પૂર્ણ થતાં જ જ્યારે રોકાણકારોને કરાર મુજબના રૂપિયા 15,40,000 ચૂકવવાનો સમય આવ્યો, ત્યારે જ કંપનીનો ડિરેક્ટર અને આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાકેશકુમાર રામપ્રસાદ બિંદ રાતોરાત ઓફિસ બંધ કરીને નાસી છૂટ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનારાઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રૂપિયા ચૂકવવાના સમયે જ ડિરેક્ટર ફરાર પોલીસ સ્ટાફ સાથે છેતરપિંડી કરનાર આ આરોપીને પકડવા માટે ડાંગ એલસીબીએ કમર કસી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીના લોકેશનના આધારે ઓરિસ્સા, વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર એમ 4 રાજ્યોમાં રાત-દિવસ એક કરીને સઘન તપાસ હાથ ધરી હતી. સ્થાનિક વાહનો, બસ, ટ્રેન અને ઓટો રિક્ષામાં અંદાજે 4,700 કિલોમીટર જેટલી લાંબી મુસાફરી ખેડીને આખરે પોલીસે મુખ્ય સૂત્રધાર રાકેશકુમાર બિંદને દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી આ ટોળકીમાં સામેલ અન્ય સાગરીતો અને છેતરપિંડીના નાણાં રિકવર કરવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
CJP Protest : કોકરોચ જનતા પાર્ટીની શું છે મુખ્ય 5 માગણી? શું ઈચ્છી રહ્યા છે યુવાનો?
calendar_today June 6, 2026

CJP Protest : કોકરોચ જનતા પાર્ટીની શું છે મુખ્ય 5 માગણી? શું ઈચ્છી રહ્યા છે યુવાનો?

દિલ્હીના જંતર-મંતર ખાતે શનિવારે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું નેતૃત્વ પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે કર્યું હતું. અમેરિકા પ્રવાસથી પરત ફર્યા બાદ તેઓ સીધા જ આ આંદોલનમાં જોડાયા હતા. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો પ્રદર્શનમાં જોડાયા.આ છે યુવાઓની માગણીઓ પ્રદર્શનનો મુખ્ય મુદ્દો દેશની શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓ પર વધી રહેલા માનસિક દબાણને લઈને હતો. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. CJPની મુખ્ય માગણીઓમાં શિક્ષણમંત્રીનું રાજીનામું, પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષા વ્યવસ્થા, ડિજિટલ શિક્ષણમાં સુધારા, મણિપુરમાં સામાન્ય શિક્ષણ વ્યવસ્થાની પુનઃસ્થાપના અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે વિશેષ પગલાંનો સમાવેશ થાય છે. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે નીટ પેપર લીક, CBSEની ઓનલાઈન માર્કિંગ પદ્ધતિમાં ખામીઓ અને ભરતી પરીક્ષાઓમાં સતત ઊભી થતી સમસ્યાઓએ વિદ્યાર્થીઓનો વિશ્વાસ હચમચાવી દીધો છે. ગેરસમજો અને ટેક્નિકલ ખામીઓ વધી રહી છે પ્રદર્શન દરમિયાન શિક્ષણના વધતા ડિજિટલીકરણ મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે પૂરતી તૈયારી અને તાલીમ વિના ડિજિટલ સિસ્ટમ લાગુ કરવાથી ગેરસમજો અને ટેક્નિકલ ખામીઓ વધી રહી છે. તેમણે શિક્ષકોને પૂરતી તાલીમ આપ્યા બાદ જ સંપૂર્ણ ડિજિટલ શિક્ષણ અમલમાં મૂકવાની માગ કરી હતી. મણિપુરના વિદ્યાર્થીઓની સમસ્યાઓ પણ આંદોલનનો મહત્વનો મુદ્દો બની હતી. આંદોલન સોશિયલ મીડિયાથી આગળ વધ્યું પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં લાંબા સમયથી અશાંતિના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. સાથે જ વિદ્યાર્થીઓના વધતા માનસિક તણાવ અને આત્મહત્યાના કેસોને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય સ્તરે માનસિક આરોગ્ય સહાય વ્યવસ્થા ઊભી કરવાની માગ પણ કરવામાં આવી હતી. આંદોલન સોશિયલ મીડિયા અભિયાનથી આગળ વધી હવે રસ્તા સુધી પહોંચ્યું છે, જે દર્શાવે છે કે શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થા અંગે દેશના યુવાનોમાં અસંતોષ સતત વધી રહ્યો છે. આ પણ વાંચો : 2026માં અત્યાર સુધીમાં અમેરિકાએ કેટલા ભારતીયોને કર્યા ડિપોર્ટ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી

Read Full Story arrow_forward
Tragic News : દીકરાના મોતનો આઘાત, માતાએ તોડ્યો દમ, બંનેની કબરને વળગી પિતાનું પણ નિધન
calendar_today June 6, 2026

Tragic News : દીકરાના મોતનો આઘાત, માતાએ તોડ્યો દમ, બંનેની કબરને વળગી પિતાનું પણ નિધન

પ્રેમની આવી દાસ્તાન અને આવું દુઃખ કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય. ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના ચરખારીમાંથી એક એવી હૃદયવિદારક ઘટના સામે આવી છે, જ્યાં પત્ની અને માસૂમ પુત્રના મોતનો આઘાત એક પતિ સહન કરી શક્યો નહીં. બરાબર 11 દિવસ બાદ, એ જ કબ્રસ્તાનમાં પોતાની પત્ની અને પુત્રની કબરને ચાંપીને તેણે પણ અંતિમ શ્વાસ લીધા. આ કરુણ ઘટનાએ ત્રણ માસૂમ બાળકોને સંપૂર્ણપણે અનાથ બનાવી દીધા છે.કહેવામાં આવે છે કે મૃત્યુ માત્ર એક વ્યક્તિને જ નથી મારતું, પરંતુ આખા હસતા-રમતા પરિવારને ઉજાડી નાખે છે. મહોબા જિલ્લાના ચરખારી નગરમાં પ્રેમ અને આઘાતની એવી જ એક હૃદયસ્પર્શી અને દુઃખદ ઘટના સામે આવી છે.મૂળ મધ્ય પ્રદેશના હરપાલપુરના રહેવાસી 40 વર્ષીય સુબ્હાન અહમદ ચરખારીમાં પોતાની સસરિયે આવ્યા હતા. 25 મેના રોજ તીવ્ર ગરમી (હીટવેવ) તેમના 6 વર્ષના માસૂમ પુત્ર હસનૈન માટે કાળ બની. પુત્રના મોતના સમાચાર સાંભળતા જ માતા રઝિયા ખાતૂન પણ આ આઘાત સહન કરી શકી નહીં અને તેમણે પણ ત્યાં જ અંતિમ શ્વાસ લીધા. માત્ર 11 દિવસ પહેલાં એકસાથે બે જનાજા ઉઠતા સુબ્હાન અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા હતા. તેઓ પોતાની પત્ની અને સૌથી નાના પુત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા. દુઃખનો આ પહાડ તેઓ સહન કરી શકતા નહોતા.કબરને પકડીને સજદાની સ્થિતિમાં મળી લાશશુક્રવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે, પત્ની અને પુત્રની યાદમાં વ્યથિત સુબ્હાન કબ્રસ્તાન પહોંચ્યા. બે કલાક સુધી તેઓ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધમાં કબ્રસ્તાન ગયા. ત્યાંનું દૃશ્ય જોઈ સૌના રોમાંચ ઊભા થઈ ગયા. સુબ્હાન સજદાની સ્થિતિમાં બેભાન પડેલા હતા. તેમનો એક હાથ પુત્રની કબર પર અને બીજો હાથ પત્નીની કબર પર હતો. કબરને ચાંપીને તેઓ મૃત હાલતમાં મળતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પરિવારજનોના જણાવ્યા મુજબ, સુબ્હાનના પગ પર એક નિશાન જોવા મળ્યું હતું, જેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કબર પર સૂતા સમયે તેમને કોઈ ઝેરી જીવડાએ ડંખ માર્યો હશે, અથવા તો ઊંડા આઘાત અને તૂટેલા હૃદયે તેમનો જીવ લઈ લીધો હશે.મોતના કારણ પર સસ્પેન્સ, બાળકો થયા અનાથમોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ આ કરુણ ઘટનાએ સુબ્હાનના પાછળ રહી ગયેલા ત્રણ બાળકો—17 વર્ષીય સૈફ, 14 વર્ષની રોશની અને 11 વર્ષની આલિયાના માથા પરથી માતા-પિતાનો સાયો હંમેશા માટે છીનવી લીધો છે.11 દિવસની અંદર એક જ પરિવારમાં ત્રણ મોત થતાં સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ છે. હવે આ નિરાધાર અનાથ બાળકોના ભરણપોષણ માટે સ્થાનિક લોકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

Read Full Story arrow_forward