android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Samosa-VadaPav સહિત અન્ય ફૂડની વસ્તુઓને લઈને બદલાયો નિયમ, જો ભૂલ કરી તો થઈ શકે છે જેલ
calendar_today June 6, 2026

Samosa-VadaPav સહિત અન્ય ફૂડની વસ્તુઓને લઈને બદલાયો નિયમ, જો ભૂલ કરી તો થઈ શકે છે જેલ

જો તમે પણ રસ્તા કિનારે મળતા વડા-પાવ, સમોસા, ભજિયા અથવા ચાટ જેવી ખાદ્ય વસ્તુઓ અખબારમાં લપેટીને ખાવાનું પસંદ કરતા હો તો હવે સાવચેત રહેવાની જરૂર છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ખાદ્ય પદાર્થોને અખબારમાં પેક કરવા અથવા પીરસવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે અને દેશભરના ફૂડ બિઝનેસ ઓપરેટરો, રેસ્ટોરન્ટ્સ, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને કેટરર્સને આ અંગે ચેતવણી આપી છે.આ નિયમ કોને લાગુ પડશે? આ નિર્ણય મુંબઈમાં થયેલી એક કાર્યવાહી બાદ લેવામાં આવ્યો છે. શહેરના એક જાણીતા વડા-પાવ વેચનાર દ્વારા ગ્રાહકોને અખબારમાં ખાવાનું પીરસાતું અને પેક કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ FSSAIના પશ્ચિમ ક્ષેત્રના અધિકારીઓ અને BMCએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લાઉડ કિચન, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ, કેટરર્સ, ફૂડ સ્ટોલ, નાના વેપારીઓ, મોબાઇલ ફૂડ વેન્ડર્સ અને હોકર્સ સહિત તમામ ખાદ્ય વ્યવસાયોને લાગુ પડે છે. અખબારમાં ખાવાનું કેમ જોખમી? FSSAIના જણાવ્યા મુજબ અખબારની છાપકામમાં વપરાતી શાહી (ઇન્ક)માં અનેક હાનિકારક રસાયણો, રંગદ્રવ્યો અને સીસા જેવી ભારે ધાતુઓ હોય છે. જ્યારે ગરમ ખાદ્ય પદાર્થ અખબારના સંપર્કમાં આવે છે ત્યારે આ રસાયણો ખોરાકમાં ભળી શકે છે. લાંબા સમય સુધી આવા દૂષિત ખોરાકનું સેવન કરવાથી શરીરમાં ઝેરી તત્વો એકત્રિત થઈ ગંભીર બીમારીઓનું જોખમ વધે છે. આ ઉપરાંત અખબાર અનેક લોકોના હાથમાંથી પસાર થતો હોવાથી તેમાં ધૂળ, ગંદકી, બેક્ટેરિયા અને વાયરસ પણ હોઈ શકે છે. આવા અખબારમાં ખોરાક રાખવાથી ફૂડ પોઈઝનિંગ અને પેટ સંબંધિત અન્ય ગંભીર રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી FSSAIએ જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી નિયમ હેઠળ ખોરાકને અખબારમાં રાખવો, લપેટવો અથવા પેક કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ગ્રાહકોને પણ સતર્ક રહેવા અને આવી પ્રવૃત્તિ જોવામાં આવે તો ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી છે. નિયમોના કડક અમલ માટે FSSAI અને રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગો દ્વારા સતત નિરીક્ષણ અને અચાનક તપાસ હાથ ધરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો : CJP Protest : કોકરોચ જનતા પાર્ટીની શું છે મુખ્ય 5 માગણી? શું ઈચ્છી રહ્યા છે યુવાનો?

Read Full Story arrow_forward
Gujarat Latest News live: CM ભૂપેન્દ્ર પટેલનું સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 4થી 6 અને GTU ના નવા કેમ્પસના કામોની લીધી મુલાકાત
calendar_today June 6, 2026

Gujarat Latest News live: CM ભૂપેન્દ્ર પટેલનું સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 4થી 6 અને GTU ના નવા કેમ્પસના કામોની લીધી મુલાકાત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Dwarka News: PGVCLએ કરી મોટી જાહેરાત, આ વિસ્તારોમાં રહેશે વીજ કાપ
calendar_today June 6, 2026

Dwarka News: PGVCLએ કરી મોટી જાહેરાત, આ વિસ્તારોમાં રહેશે વીજ કાપ

કાળઝાળ ગરમીની સિઝન વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જામ ખંભાળિયામાં આગામી 7 જૂન અને રવિવારના રોજ પીજીવીસીએલ દ્વારા વીજ લાઇનોની પ્રી-મોન્સૂન અથવા જરૂરી સમારકામ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે શહેરમાં સળંગ 6 કલાક સુધી પાવર સપ્લાય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અસહ્ય ગરમી વચ્ચે વીજકાપ ઝીંકાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી વીજળી ગુલ રહેશેPGVCLના સત્તાવાર વર્તુળો દ્વારા આપવામાં આવેલી પૂર્વ સૂચના અનુસાર, પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં સમારકામની કામગીરીને પગલે 7 જૂન, રવિવારના રોજ સવારના 7:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. તંત્ર દ્વારા લોકોને વહેલી સવારે જ પોતાના જરૂરી કામો પતાવી લેવા અપીલ કરાઈ છે.આ વિસ્તારોમાં રહેશે વીજકાપની અસર6 કલાકના આ વીજકાપના કારણે ખંભાળિયાના અનેક મુખ્ય અને રહેણાંક વિસ્તારો પ્રભાવિત થશે.જડેશ્વર રોડસ્ટેશન રોડબેઠક રોડનવાપરા વિસ્તારયોગેશ્વર નગરધોરીવાવકચોરીયા વાડીબજાણા રોડPGVCL દ્વારા આ સમારકામ અંગે અગાઉથી જ પૂર્વ સૂચના જાહેર કરી દેવામાં આવી છે, જેથી કરીને નાગરિકો પાણી ભરવા સહિતની વીજળી આધારિત વ્યવસ્થાઓ વહેલી તકે આટોપી શકે.આ પણ વાંચો - Dwarka News: પટેલકા ગામે ખનીજ માફિયાઓ પર એસઓજીની રેડ, રૂ.1.75 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

Read Full Story arrow_forward