android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modiએ આર્થિક સલાહકાર પરિષદ બેઠક યોજી, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે વ્યૂહરચના પર મંથન
calendar_today June 6, 2026

PM Modiએ આર્થિક સલાહકાર પરિષદ બેઠક યોજી, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે વ્યૂહરચના પર મંથન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સલાહકાર પરિષદ (EAC)ના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક દરમિયાન દેશના આર્થિક વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વૈશ્વિક સ્તરે સર્જાઈ રહેલી આર્થિક અને ભૂરાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે જરૂરી વ્યૂહરચનાઓ પર મંથન કરવામાં આવ્યું.નીતિગત સુધારાઓ અંગે વિચારવિમર્શ થયો બેઠકમાં ભારતની અર્થવ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટેના સંભવિત પગલાંઓ અને નીતિગત સુધારાઓ અંગે વિચારવિમર્શ થયો હતો. ખાસ કરીને સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવા માટે 'ઈઝ ઓફ લિવિંગ' સંબંધિત સુધારાઓ અને વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' ક્ષેત્રે અમલમાં મૂકી શકાય તેવા નવા સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા આર્થિક સલાહકાર પરિષદના સભ્યોએ વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ આપવા માટે પોતાના સૂચનો અને ભલામણો રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન ટેકનોલોજી, રોકાણ, ઉત્પાદન, રોજગાર સર્જન તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ભારત અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી રહેલી અસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સભ્યોએ ઊર્જા સુરક્ષા, વેપાર માર્ગો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને આંતરરાષ્ટ્રીય બજારો પર સંઘર્ષના સંભવિત પ્રભાવ અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. ભારતના હિતોને સુરક્ષિત રાખવા અને વૈશ્વિક પડકારોનો અસરકારક સામનો કરવા માટે જરૂરી પગલાંઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉદ્ભવેલા વિચારો અને સૂચનો ભારતના દીર્ઘકાલીન આર્થિક વિકાસને વધુ મજબૂત બનાવવા તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે દેશને નવી તકોનો લાભ અપાવવામાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પણ વાંચો : LPG Gas Cylinder Hack: તમારો ગેસ સિલિન્ડર ઝડપથી ખાલી થઈ જતો હોય તો સાવધાન, માત્ર 5 મિનિટમાં લીકેજ ચેક કરો

Read Full Story arrow_forward
2026માં અત્યાર સુધીમાં અમેરિકાએ કેટલા ભારતીયોને કર્યા ડિપોર્ટ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી
calendar_today June 6, 2026

2026માં અત્યાર સુધીમાં અમેરિકાએ કેટલા ભારતીયોને કર્યા ડિપોર્ટ? વિદેશ મંત્રાલયે આપી જાણકારી

ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું છે કે આ વર્ષે અત્યાર સુધી અમેરિકાથી કુલ 1,076 ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 5 જૂને આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન અમેરિકાથી કુલ 3,567 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા.અમેરિકાની ગેરકાયદે ઈમિગ્રેશન સામે કડક કાર્યવાહી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને દેશો ગેરકાયદે ઈમિગ્રેશન સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન દ્વારા અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આવા લોકોને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ભારતીય નાગરિક વિદેશમાં ગેરકાયદે રીતે રહેતો હોય તો તેની નાગરિકતાની પુષ્ટિ થયા બાદ તેને પરત સ્વીકારવાની જવાબદારી સંબંધિત દેશ સાથે સંકલન કરીને નિભાવવામાં આવે છે. જોકે, વ્યક્તિ ભારતીય નાગરિક છે તેની સત્તાવાર પુષ્ટિ જરૂરી ગણવામાં આવે છે. આ માત્ર ભારતની નીતિ નથી પણ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંત છે વિદેશ મંત્રાલયે અગાઉ સંસદમાં પણ જણાવ્યું હતું કે આ માત્ર ભારતની નીતિ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સ્વીકારવામાં આવેલ સામાન્ય સિદ્ધાંત છે. સરકાર એવા લોકોની ઓળખ અને વતન વાપસી માટે અમેરિકા સાથે સતત સહયોગ કરી રહી છે, જેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા, જેમના વિઝા સમાપ્ત થઈ ગયા હતા અથવા જે જરૂરી દસ્તાવેજો વગર ત્યાં રહેતા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકાની તરફથી મોકલવામાં આવેલી યાદીની ભારતીય એજન્સીઓ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવે છે. માત્ર તે જ લોકોને ભારત પરત લાવવામાં આવે છે જેમની ભારતીય નાગરિકતા સત્તાવાર રીતે પ્રમાણિત થાય છે. આ પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે હાથ ધરવામાં આવે છે.આ પણ વાંચો : PM Modiએ આર્થિક સલાહકાર પરિષદ બેઠક યોજી, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે વ્યૂહરચના પર મંથન

Read Full Story arrow_forward
Gujarat Latest News live : અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP
calendar_today June 6, 2026

Gujarat Latest News live : અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward