android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: પતિની અટકાયતથી રોષે ભરાયેલી મહિલાએ ફિનાઈલ પીધું, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ
calendar_today June 6, 2026

Ahmedabad: પતિની અટકાયતથી રોષે ભરાયેલી મહિલાએ ફિનાઈલ પીધું, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જુના ગામતળમાં ગેરકાયદે મકાનો પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલા બુલડોઝર એક્શન દરમિયાન એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તંત્રની આ કામગીરીનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન પોલીસ અને કાયદાકીય કાર્યવાહીથી નારાજ થઈને એક સ્થાનિક મહિલાએ ઝેરી ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ડિમોલિશન સાઇટ પર ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો.મહિલાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યોમળતી માહિતી મુજબ, મોટેરા ગામતળમાં વર્ષો જૂના બાંધકામો અને સાધકોના મકાનો તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક પરિવારો તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા હતા. વહીવટી કામગીરીમાં અવરોધ ઊભો થતો અટકાવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક પુરુષોની અટકાયત કરી હતી. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિની પોલીસે ધરપકડ કરતાં તેની પત્ની આઘાતમાં સરી પડી હતી. પતિની અટકાયતથી રોષે ભરાયેલી અને ઘર તૂટવાના ડરથી વ્યાકુળ બનેલી નીતા નામની આ મહિલાએ તુરંત જ ત્યાં પડેલું ફિનાઈલ પી લીધું હતું.પતિની અટકાયત થતા આ પગલું ભર્યુંમહિલાએ ફિનાઈલ પીતા જ તેની તબિયત લથડી હતી અને તે ઢળી પડી હતી. ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અન્ય સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નીતાબેનને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની કટોકટીની સારવાર શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ સ્થાનિકોએ તંત્રને આત્મવિલોપનની ચીમકી આપી હતી, અને આજે આ ઘટના ઘટતાં મોટેરા પંથકમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની બાકીની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે.આ પણ વાંચો: Gandhinagar: ચોમાસા પહેલા ગુજરાતમાં પડશે આકરી ગરમી, જાણો જૂનની કઈ તારીખથી ધમાકેદાર વરસાદની થશે એન્ટ્રી

Read Full Story arrow_forward
Ahmedabad: વટવા મર્ડર કેસમાં તપાસ કરવા ગયેલી પોલીસને મળ્યું નકલી નોટો બનાવવાનું કારખાનું, હરિયાણા કનેક્શન સાથે 6 ઝડપાયા
calendar_today June 6, 2026

Ahmedabad: વટવા મર્ડર કેસમાં તપાસ કરવા ગયેલી પોલીસને મળ્યું નકલી નોટો બનાવવાનું કારખાનું, હરિયાણા કનેક્શન સાથે 6 ઝડપાયા

વટવા વિસ્તારમાં તાજેતરમાં થયેલી એક હત્યાના કેસની તપાસ કરી રહેલી વટવા પોલીસના હાથમાં એક એવો સ્ફોટક ખુલાસો આવ્યો છે, જેણે સમગ્ર પોલીસ બેડાને ચોંકાવી દીધું છે. વટવામાં થયેલી હત્યા પાછળ નકલી નોટોનું આંતરરાજ્ય રેકેટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. પોલીસ જ્યારે હત્યાના સ્થળ અને કડીઓ મેળવવા તપાસ કરી રહી હતી, ત્યારે જ ઘટનાસ્થળેથી મોટા પાયે ભારતીય ચલણની ડુપ્લિકેટ (નકલી) નોટો બનાવવાનું આખું કારખાનું મળી આવ્યું હતું.વટવા મર્ડર કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટપોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, જે વ્યક્તિની હત્યા થઈ છે તે મૃતક ઇમરાન સિંધા પોતે જ આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર હતો. ઇમરાને વટવા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં તે છેલ્લા ત્રણ મહિનાથી આ નકલી નોટો બનાવવાનું કારખાનું ચલાવતો હતો. ચોંકાવનારી વાત એ છે કે, જે આરોપીઓએ ઇમરાનની હત્યા કરી છે, તેમને મૃતક ઇમરાને જ આ મકાનમાં નકલી નોટો છાપવા માટે નોકરીએ રાખ્યા હતા. આર્થિક લેતીદેતી અથવા આંતરિક વિવાદમાં આ જ નોકરોએ માલિકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.હત્યા પાછળ નકલી નોટોનું આંતરરાજ્ય રેકેટવટવા પોલીસે આ ફેક્ટરી પર દરોડો પાડીને નકલી નોટો બનાવવા માટે વપરાતું હાઇટેક લેઝર પ્રિન્ટર, લેમિનેશન મશીન, સિક્યુરિટી થ્રેડ, RBI (આરબીઆઈ) લખેલા ખાસ બટર પેપર, મહાત્મા ગાંધીજીના ફોટાવાળા વોટરમાર્ક અને ડુપ્લિકેટ નોટો છાપવા માટેનું મોટા પ્રમાણમાં કાચું મટીરિયલ જપ્ત કર્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે, કારણ કે હરિયાણાથી પકડાયેલા આ જ આરોપીઓ પાસેથી પણ મોટી સંખ્યામાં તૈયાર કરાયેલી ડુપ્લિકેટ નોટો મળી આવી છે. વટવા પોલીસે મૃતક ઇમરાન સિંધા અને પકડાયેલા અન્ય ૬ આરોપીઓ વિરૂદ્ધ હત્યાની સાથે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી તમામના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: પતિની અટકાયતથી રોષે ભરાયેલી મહિલાએ ફિનાઈલ પીધું, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

Read Full Story arrow_forward
Supreme court News: “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો?" જજ કેમ ભડક્યા?
calendar_today June 6, 2026

Supreme court News: “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો?" જજ કેમ ભડક્યા?

સુપ્રીમ કોર્ટે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ પિતાની મિલકતમાંથી પુત્રને બેદખલ કરવાના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન હાઈકોર્ટના તે નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં પિતાના પક્ષમાં બેદખલીનો આદેશ આપવામાં આવ્યો હતો.જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ વિશેષ અનુમતિ અરજી (SLP)ની સુનાવણી દરમિયાન પુત્રને કડક ઠપકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાથે ટકોર કરતાં કહ્યું હતું કે, “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો? આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જાઓ અને તમારા પિતાની સંભાળ રાખો. તેમના જીવનનો જેટલો સમય બાકી છે, તેમને શાંતિથી જીવવા દો.”જ્યારે અરજદારના વકીલ વરુણ ભાટીએ દલીલ કરી કે તેમના મુકદ્દમાકારનો પણ આ વિવાદિત મિલકતમાં હક છે, ત્યારે જસ્ટિસ નાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ના, આગળનો કેસ.” વકીલે વધુમાં દલીલ કરી કે અરજદાર પર તેની પત્ની અને પુત્રના ભરણ-પોષણની જવાબદારી છે, પરંતુ અદાલતે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.શું છે સમગ્ર વિવાદ?આ મામલો રાજસ્થાનના બિલાડા સ્થિત એક રહેણાંક મિલકત સાથે સંબંધિત છે. પિતાએ ભરણ-પોષણ ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને આરોપ મૂક્યો હતો કે તેમનો પુત્ર તેમને હેરાન કરે છે. તેમણે પોતાના જ ઘરમાં શાંતિથી રહેવા માટે સુરક્ષાની માંગ કરી હતી.ટ્રિબ્યુનલએ ફેબ્રુઆરી 2024માં પિતાની અરજી સ્વીકારી અને પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચ અને પછી ડિવિઝન બેન્ચે પણ આ આદેશને યથાવત રાખ્યો હતો.“પૈતૃક મિલકત પર મારો પણ હક છે”સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પોતાની અરજીમાં પુત્રે દાવો કર્યો હતો કે આ ઘર એક પૈતૃક અને અવિવાજિત પારિવારિક મિલકત છે, જે મૂળરૂપે 1986માં તેની દાદીના નામે ખરીદવામાં આવ્યું હતું. તેનો તર્ક હતો કે દાદીના અવસાન પછી આ મિલકત અનેક કાનૂની વારસદારોમાં વહેંચાઈ ગઈ છે, તેથી તેને માત્ર તેના પિતાની વ્યક્તિગત મિલકત ગણાવી શકાય નહીં.તે પોતાની પત્ની અને બાળકો સાથે વર્ષોથી ત્યાં રહે છે અને મિલકતમાં તેનો પણ હક છે. ઘર ખાલી કરવાના આદેશથી તેના પરિવારનું એકમાત્ર રહેઠાણ છીનવાઈ જશે તેવી દલીલ પણ તેણે કરી હતી.સુપ્રીમ કોર્ટે કોઈ દલીલ સ્વીકારી નહીંઅરજીમાં બેદખલીના કારણે અરજદારની પત્ની અને બાળકો પર થનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે મિલકતના માલિકી હક અંગે કાયદેસર નિર્ણય થયા વિના કોઈ સહ-માલિકને આવી સંક્ષિપ્ત કાર્યવાહી દ્વારા ઘરમાંથી બહાર કાઢી શકાય કે નહીં.પરંતુ સુપ્રીમ કોર્ટને રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ મજબૂત આધાર દેખાયો નહીં. અદાલતે અરજી ફગાવી દીધી અને વરિષ્ઠ નાગરિક પિતાના પક્ષમાં આપવામાં આવેલા બેદખલીના આદેશને અંતિમ રીતે યોગ્ય ઠેરવ્યો.

Read Full Story arrow_forward