android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News live : અંબાલાલ પટેલની આગાહી,ગરમીમાં થશે વધારો , જૂન અંતમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશશે
calendar_today June 6, 2026

Gujarat Latest News live : અંબાલાલ પટેલની આગાહી,ગરમીમાં થશે વધારો , જૂન અંતમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar: ચોમાસા પહેલા ગુજરાતમાં પડશે આકરી ગરમી, જાણો જૂનની કઈ તારીખથી ધમાકેદાર વરસાદની થશે એન્ટ્રી
calendar_today June 6, 2026

Gandhinagar: ચોમાસા પહેલા ગુજરાતમાં પડશે આકરી ગરમી, જાણો જૂનની કઈ તારીખથી ધમાકેદાર વરસાદની થશે એન્ટ્રી

ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજી ચોમાસા પૂર્વે આકરી ગરમીનો સામનો કરવો પડશે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ ન આવવાના કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચકાશે. જોકે, રાહતના સમાચાર એ છે કે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને જુલાઈમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરશે.લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશેઅંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 જૂનની આસપાસ દરિયામાં પવનો બદલાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭ થી ૩૦ ડિગ્રી રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપમાન 35 ડિગ્રી આસપાસ, જામનગરમાં 35-36 ડિગ્રી અને દ્વારકા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 16 જૂન સુધી દરિયા કિનારાના ભાગોમાં ઓછો વરસાદ જોવા મળી શકે છે.ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું?ચોમાસાની સિસ્ટમ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, કેરળ કાંઠે પહોંચેલું ચોમાસું 10-11 જૂન આસપાસ આગળ વધીને મુંબઈ સુધી પહોંચશે. ત્યારબાદ 20 થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી જવાની પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં 16 થી 22 જૂન વચ્ચે લો-પ્રેશર સક્રિય થશે અને 22 જૂને અરબ સાગરમાં પણ નવી સિસ્ટમ બનશે. 7 જુલાઈથી રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ શરૂ થશે. આ વર્ષે જુલાઈથી લઈને ઓક્ટોબર સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેથી ચોમાસું લાંબુ ચાલશે. રાજ્યમાં આ વર્ષે 86% થી 90% જેટલો સારો વરસાદ પડવાની આશા છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે.આ પણ વાંચો:  Valsad: વાપીના ડુંગરા વિસ્તારમાં છેડતીના આરોપસર બે શખ્સોએ યુવકને ડંડા વડે ઢોર માર માર્યો

Read Full Story arrow_forward
Gandhinagar: કલોલમાં 'લવ જેહાદ', વિધર્મી યુવક હિન્દુ દીકરીને ભગાડી જતાં રોષે ભરાયેલા ગ્રામજનો સાતેજ પોલીસ સ્ટેશને ઉમટ્યા
calendar_today June 6, 2026

Gandhinagar: કલોલમાં 'લવ જેહાદ', વિધર્મી યુવક હિન્દુ દીકરીને ભગાડી જતાં રોષે ભરાયેલા ગ્રામજનો સાતેજ પોલીસ સ્ટેશને ઉમટ્યા

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા જેઠલજ ગામમાં એક ચકચારી અને ભારે તંગદિલી સર્જનારી ઘટના સામે આવી છે. ગામમાં વસવાટ કરતી એક હિન્દુ સમાજની દીકરી ગુમ થવા મામલે 'લવ જેહાદ'ના ગંભીર આક્ષેપો લાગ્યા છે. એક વિધર્મી યુવક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હોવાની વિગતો પ્રકાશમાં આવતા જ સમગ્ર પંથકમાં અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે ન્યાયની માંગ સાથે આખું ગામ રસ્તા પર ઉતરી આવ્યું હતું.યુવતી ગત તારીખ 2 જૂનના રોજ ગાયબ મળતી વિગતો મુજબ, જેઠલજ ગામની આશાસ્પદ યુવતી ગત તારીખ 2 જૂનના રોજ વહેલી પરોઢે અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની પ્રાથમિક શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, ગામમાં જ રહેતો શેખ જકવાન ઇમરાન નામનો વિધર્મી યુવક આ હિન્દુ દીકરીને ભગાડી ગયો છે. લોકોમાં ભારે રોષ આ વાતની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દીકરીની સુરક્ષા અને વિધર્મી યુવકની કરતૂતને લઈને ગામના હિન્દુ સંગઠનો અને સ્થાનિકો એકજૂથ થયા હતા. ટોળાં એકઠા થઈને સીધા સાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા ઘટનાના વિરોધમાં મહિલાઓ અને પુરુષોના મસમોટા ટોળેટોળાં એકઠા થઈને સીધા સાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં હાજર ગ્રામજનો અને પીડિત પરિવારે સાતેજ પોલીસ મથકે લેખિત આવેદનપત્ર આપીને દીકરીને તાત્કાલિક અને હેમખેમ પરત લાવવા માટે ઉગ્ર માંગ કરી છે. સાતેજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું આ સાથે જ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા પોલીસ તંત્ર પાસે એવી બાહેધરી પત્રની માંગણી કરી છે કે ભવિષ્યમાં ગામની કોઈ અન્ય દીકરી સાથે આવી અમાનવીય કે લવ જેહાદની ઘટના ન બને. હાલ સાતેજ પોલીસે આવેદનપત્ર સ્વીકારીને ગુમ થયેલી યુવતી અને વિધર્મી યુવકને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પણ વાંચો---    Gujarat Latest News live : અંબાલાલ પટેલની આગાહી,ગરમીમાં થશે વધારો , જૂન અંતમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશશે

Read Full Story arrow_forward