android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
“તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો?" સુપ્રીમ કોર્ટના જજ કેમ ભડક્યા?
calendar_today June 6, 2026

“તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો?" સુપ્રીમ કોર્ટના જજ કેમ ભડક્યા?

સુપ્રીમ કોર્ટે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિક ભરણ-પોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007 હેઠળ પિતાની મિલકતમાંથી પુત્રને બેદખલ કરવાના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન હાઈકોર્ટના તે નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં પિતાના પક્ષમાં બેદખલીનો આદેશ આપવામાં આવ્યો હતો.જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ વિશેષ અનુમતિ અરજી (SLP)ની સુનાવણી દરમિયાન પુત્રને કડક ઠપકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાથે ટકોર કરતાં કહ્યું હતું કે, “તમે કેવા પ્રકારના પુત્ર છો? પોતાના જ પિતા સાથે લડી રહ્યા છો? આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જાઓ અને તમારા પિતાની સંભાળ રાખો. તેમના જીવનનો જેટલો સમય બાકી છે, તેમને શાંતિથી જીવવા દો.”જ્યારે અરજદારના વકીલ વરુણ ભાટીએ દલીલ કરી કે તેમના મુકદ્દમાકારનો પણ આ વિવાદિત મિલકતમાં હક છે, ત્યારે જસ્ટિસ નાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ના, આગળનો કેસ.” વકીલે વધુમાં દલીલ કરી કે અરજદાર પર તેની પત્ની અને પુત્રના ભરણ-પોષણની જવાબદારી છે, પરંતુ અદાલતે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.શું છે સમગ્ર વિવાદ?આ મામલો રાજસ્થાનના બિલાડા સ્થિત એક રહેણાંક મિલકત સાથે સંબંધિત છે. પિતાએ ભરણ-પોષણ ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને આરોપ મૂક્યો હતો કે તેમનો પુત્ર તેમને હેરાન કરે છે. તેમણે પોતાના જ ઘરમાં શાંતિથી રહેવા માટે સુરક્ષાની માંગ કરી હતી.ટ્રિબ્યુનલએ ફેબ્રુઆરી 2024માં પિતાની અરજી સ્વીકારી અને પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચ અને પછી ડિવિઝન બેન્ચે પણ આ આદેશને યથાવત રાખ્યો હતો.“પૈતૃક મિલકત પર મારો પણ હક છે”સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પોતાની અરજીમાં પુત્રે દાવો કર્યો હતો કે આ ઘર એક પૈતૃક અને અવિવાજિત પારિવારિક મિલકત છે, જે મૂળરૂપે 1986માં તેની દાદીના નામે ખરીદવામાં આવ્યું હતું. તેનો તર્ક હતો કે દાદીના અવસાન પછી આ મિલકત અનેક કાનૂની વારસદારોમાં વહેંચાઈ ગઈ છે, તેથી તેને માત્ર તેના પિતાની વ્યક્તિગત મિલકત ગણાવી શકાય નહીં.તે પોતાની પત્ની અને બાળકો સાથે વર્ષોથી ત્યાં રહે છે અને મિલકતમાં તેનો પણ હક છે. ઘર ખાલી કરવાના આદેશથી તેના પરિવારનું એકમાત્ર રહેઠાણ છીનવાઈ જશે તેવી દલીલ પણ તેણે કરી હતી.સુપ્રીમ કોર્ટે કોઈ દલીલ સ્વીકારી નહીંઅરજીમાં બેદખલીના કારણે અરજદારની પત્ની અને બાળકો પર થનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે મિલકતના માલિકી હક અંગે કાયદેસર નિર્ણય થયા વિના કોઈ સહ-માલિકને આવી સંક્ષિપ્ત કાર્યવાહી દ્વારા ઘરમાંથી બહાર કાઢી શકાય કે નહીં.પરંતુ સુપ્રીમ કોર્ટને રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ મજબૂત આધાર દેખાયો નહીં. અદાલતે અરજી ફગાવી દીધી અને વરિષ્ઠ નાગરિક પિતાના પક્ષમાં આપવામાં આવેલા બેદખલીના આદેશને અંતિમ રીતે યોગ્ય ઠેરવ્યો.

Read Full Story arrow_forward
Himachal Earthquake: ત્રણ મોટા ભૂકંપના આંચકા,અનેક ઘરોને નુકસાન,પાલમપુરમાં હોસ્પિટલની છત ધરાશાયી
calendar_today June 6, 2026

Himachal Earthquake: ત્રણ મોટા ભૂકંપના આંચકા,અનેક ઘરોને નુકસાન,પાલમપુરમાં હોસ્પિટલની છત ધરાશાયી

હિમાચલ પ્રદેશમાં શુક્રવારની રાત કાળી રાત સાબિત થઈ છે.સમગ્ર રાજ્યમાં રાત્રે ભૂકંપના એક પછી એક એમ ત્રણ તીવ્ર આંચકા અનુભવાયા હતા,જેના કારણે લોકોમાં ભારે ગભરાટ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.ભૂકંપનો મુખ્ય આંચકો રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતાનો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ચંબા જિલ્લો હતો. આ ગમખ્વાર કુદરતી આપત્તિને કારણે કાંગરા જિલ્લાના ધર્મશાળા સહિતના વિસ્તારોમાં અનેક ઘરોમાં મોટી તિરાડો પડી ગઈ છે,જ્યારે એક સરકારી હોસ્પિટલની ઈમારતને પણ મોટું નુકસાન થયું છે.આખી રાત ધરતી ધ્રુજતી રહેતા લોકો ભયના કારણે ઘરની બહાર રસ્તા પર વિતાવવા મજબૂર બન્યા એક જ રાતમાં ત્રણ આંચકાથી ધ્રુજ્યું હિમાચલ ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી આંચકો રાત્રે 10:04 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. આ આંચકો એટલો ભયાનક હતો કે લોકો કશું સમજે તે પહેલાં જ ઘરના વાસણો અને પંખા જોરજોરથી હલવા લાગ્યા હતા. ત્યારબાદ કુદરતનો આ પ્રકોપ અહીં જ ન અટક્યો, જમીન વધુ બે વાર જોરદાર રીતે ધ્રુજી ઉઠી હતી. બીજો આંચકો બરાબર એક કલાક પછી એટલે કે રાત્રે 11:04 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 2.8 ની હતી. જ્યારે ત્રીજો આંચકો મધ્યરાત્રિએ 11:52 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા 3.0 ની નોંધાઈ હતી. આ ત્રણેય આંચકાઓનું કેન્દ્રબિંદુ ચંબા જિલ્લામાં જમીનની અંદર હોવાને કારણે ચંબા અને તેની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ ધ્રુજારી અનુભવાઈ હતી. આ આંચકાઓનો વ્યાપ એટલો મોટો હતો કે પાડોશી રાજ્ય પંજાબના પણ કેટલાક વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું.અસુરક્ષિત હોસ્પિટલની છત તૂટી ભૂકંપના કારણે પાલમપુરની સિવિલ હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ભૂકંપના જોરદાર આંચકાને કારણે હોસ્પિટલની જૂની ઈમારતના બીજા માળની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો અને દિવાલોમાં ગાબડા પડી ગયા હતા.આ ઘટનાને પગલે વોર્ડમાં દાખલ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.સદનસીબે આ ઘટનામાં તમામ દર્દીઓ સુરક્ષિત રહ્યા છે અને કોઈને જાનહાનિ કે ઈજા થઈ નથી. આચર્યની વાત એ છે કે આ હોસ્પિટલની ઈમારત ઘણી જૂની છે અને પ્રશાસન દ્વારા તેને અગાઉ જ 'અસુરક્ષિત' જાહેર કરવામાં આવી હતી, તેમ છતાં ત્યાં બેદરકારીપૂર્વક દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી.આ પણ વાંચો - Himachal News: નીરજ ભારતીનું રાજીનામું મંજૂર, CM સુખવિંદર સિંહ સુખ્ખુ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

Read Full Story arrow_forward
Gujarat Latest News live :  ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં 1.76 કરોડની ઉચાપતનો ખુલાસો
calendar_today June 6, 2026

Gujarat Latest News live : ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં 1.76 કરોડની ઉચાપતનો ખુલાસો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward