android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વાંચો 6 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today June 5, 2026

વાંચો 6 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

6 જૂનનો દિવસ રાજકીય, સામાજિક, રમતગમત અને હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. દેશ અને ગુજરાતમાં 6 જૂનના રોજ અનેક મોટી ઘટનાઓ આકાર લેવા જઈ રહી છે, જેના પર સૌની નજર રહેશે. આવો જાણીએ 6 જૂનની પ્રમુખ ઘટનાઓ વિશે વિગતવાર:હવામાન વિભાગનું એલર્ટ: 17 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણીહવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા અપડેટ મુજબ, 6 જૂનના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિત દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને પૂર્વીય રાજ્યો માટે વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આશારામ આશ્રમ પર ફરશે જેસીબી: મેગા ડિમોલેશનની તૈયારીધર્મના નામે પાખંડ આચરનારા આશારામના આશ્રમની આસપાસ થયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. 6 જૂનના રોજ સવારે 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આશ્રમની આજુબાજુની જમીન પર અને આશ્રમમાં મેગા ડિમોલેશન (દબાણ હટાવવાની ઝુંબેશ) હાથ ધરવામાં આવશે.રાજકોટમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબારબાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પહોંચી ચૂક્યા છે. 6 જૂનના રોજ સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી તેમનો ભવ્ય 'દરબાર' અને ચમત્કારિક પરચીનો કાર્યક્રમ યોજાશે. આ દરબારને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે, 6 જૂનની સવારે બાબા બાગેશ્વર મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મધ્યપ્રદેશ પ્રવાસવડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જૂનના રોજ મધ્યપ્રદેશના પ્રવાસે જશે. વડાપ્રધાન મોદી ત્યાં ગાડરવાડા ખાતે અંદાજે 1600 મેગાવોટના મોટા વીજ પરિયોજનાની ભેટ મધ્યપ્રદેશની જનતાને આપશે, જે પ્રદેશની ઉર્જા ક્ષમતામાં મોટો વધારો કરશે.હોકી એશિયા કપ 2026: ભારત અને જાપાન વચ્ચે ફાઈનલ જંગરમતગમત ક્ષેત્રે ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ભારતીય અંડર-18 પુરૂષ હોકી ટીમે સેમિફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 5-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે 6 જૂને બપોરે 3:30 વાગ્યે એશિયા કપના ખિતાબ માટે ભારતનો મુકાબલો જાપાન સામે થશે.દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં 'માય ભારત યુવા સંમેલન''માય ભારત' દ્વારા દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં 'યુવા વિકસિત ભારત- માય ભારત યુવા સંમેલન' નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં દેશભરમાંથી 6,000થી વધુ યુવાનો ભાગ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શનગુજરાતના રાજકારણમાં પણ 6 જૂનના રોજ ગરમાવો જોવા મળશે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સવારે 11 વાગ્યે કોંગ્રેસ દ્વારા એક મોટું વિરોધ પ્રદર્શન યોજાશે. કોંગ્રેસના કાર્યકરો પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને હાલમાં ચર્ચામાં આવેલા NEET પેપર લીક મુદ્દે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરશે.અન્ય મહત્વના રાજકીય પ્રવાસોરાજનાથ સિંહ: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમના સંસદીય ક્ષેત્ર લખનૌના 3 દિવસના પ્રવાસે છે. 6 જૂને તેઓ પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરશે અને સ્થાનિક પરિવારોની મુલાકાત લેશે.નિતિન નબીન: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન 6 જૂનથી ઝારખંડના બે દિવસીય પ્રવાસે જશે, જ્યાં તેઓ વૃક્ષારોપણ, પ્રતિમાઓ પર માલ્યાર્પણ અને પ્રબુદ્ધ સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.કોકરોચ જનતા પાર્ટીનું દિલ્હી જંતર-મંતર પર પ્રદર્શન કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર દ્વારા 6 જૂને બપોરે 2 વાગ્યે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હી જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવશે.આ પણ વાંચો - 5 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Read Full Story arrow_forward
Surat નેશનલ હાઇવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેકાબૂ ટ્રકે વાહનોને લીધા અડફેટે
calendar_today June 5, 2026

Surat નેશનલ હાઇવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેકાબૂ ટ્રકે વાહનોને લીધા અડફેટે

સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર એક ગમખ્વાર અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક એક અનિયંત્રિત ટ્રક ચાલકે કાળો કેર વર્તાવતા એક કાર અને બે મોટરસાઇકલને જોરદાર અડફેટે લીધા હતા. આ ત્રિપલ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં અકસ્માત કેટલો ભયાનક હતો તે સ્પષ્ટ જોઈ શકાય છે.અકસ્માતની ઘટના CCTVમાં કેદ હાઇવે પરથી પસાર થઈ રહેલી એક બેકાબૂ ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલા વાહનો પર ટ્રક ચડાવી દીધી હતી. ટ્રકે એક પછી એક એમ બે બાઇક અને એક કારને જોરદાર ટક્કર મારીને કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં એક મોટરસાઇકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાઇક પર સવાર અન્ય ૨ વ્યક્તિઓને પણ નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે. કાર ચાલકનો આબાદ બચાવ આ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકના કુચ્ચેકુચ્ચા ઊડી ગયા હતા, પરંતુ સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેઓ સુરક્ષિત બહાર આવી ગયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News : શહેરની હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ
calendar_today June 5, 2026

Ahmedabad News : શહેરની હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ

દિલ્હીમાં બનેલી અગ્નિકાંડની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા મોટો એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે.ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શહેરની વિવિધ હોટલોમાં અચાનક જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ તપાસ દરમિયાન હોટલોમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ, ફાયર NOC અને ઈમરજન્સી એક્ઝિટની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોટાપાયે બેદરકારી અને ખામીઓ સામે આવતા તંત્ર દ્વારા કુલ 37 હોટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.આ સઘન ઝુંબેશ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં સૌથી વધુ સાઉથ ઝોનની 12 હોટલોને ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી છે. ફાયર સેફ્ટીમાં ખામીઓ બદલ 37 નોટિસ આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં 9,વેસ્ટ ઝોનમાં 6, નોર્થ-વેસ્ટ ઝોનમાં 5 અને સાઉથ-વેસ્ટ ઝોનની 4 હોટલો સામે લાલ આંખ કરીને નોટિસ બજાવવામાં આવી છે.ફાયર વિભાગની આ આકરી કાર્યવાહીથી હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એમ.સી.ફાયર વિભાગના સત્તાધીશોના જણાવ્યા અનુસાર,નાગરિકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવામાં નહીં આવે.હોટલોમાં આગ જેવી દુર્ઘટના સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે ફાયર સિસ્ટમ હંમેશા કાર્યરત હોવી અનિવાર્ય છે.તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં આ ફાયર સેફ્ટી ચેકિંગનું અભિયાન હજુ વધુ સઘન અને વ્યાપક બનાવવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે સીલિંગ સહિતના કડક પગલાં લેવાશે.

Read Full Story arrow_forward