android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: નારોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા
calendar_today June 5, 2026

Ahmedabad News: નારોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા

અમદાવાદમાં નારોલ પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરીને ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે નારોલ વિસ્તારમાં કડક વોચ ગોઠવવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા બંને આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે, જેઓ મૂળ બિહાર રાજ્યના વતની હોવાનું સામે આવ્યું છે. નશાના કાળા કારોબારનો પર્દાફાશ પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 2 કિલો 990 ગ્રામ જેટલો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 1.49 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસ તંત્રે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1.60 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ સફળ કામગીરીને પગલે નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી સમગ્ર મામલે નારોલ પોલીસે બંને શખ્સો સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરત કે અમદાવાદના કયા સ્થાનિક સપ્લાયર્સને પહોંચાડવાનો હતો, તેમજ આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચોઃ Rajkot News: ધોરાજી-જેતપુર નેશનલ હાઈવે પર અકસ્માત, એક મહિલાનું મોત

Read Full Story arrow_forward
Surat News: વિદ્યાર્થીની અદ્ભુત કલા, PM મોદીને ભેટ આપી ખાસ પેઇન્ટિંગ
calendar_today June 5, 2026

Surat News: વિદ્યાર્થીની અદ્ભુત કલા, PM મોદીને ભેટ આપી ખાસ પેઇન્ટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત દરમિયાન એક અત્યંત પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. સુરતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા એક હોંશિયાર વિદ્યાર્થીએ પોતાની અનોખી કળાના દર્શન કરાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જ એક ભવ્ય પેઇન્ટિંગ સ્મૃતિ ભેટ તરીકે આપી છે. વડાપ્રધાને પણ આ માસૂમ કલાકારની કલાની કદર કરીને ખુબ જ પ્રેમથી આ પેઇન્ટિંગનો સ્વીકાર કર્યો હતો.3 વર્ષથી કરી રહ્યો હતો પ્રયાસ, આજે સપનું પૂરું થયુંવડાપ્રધાન મોદીને પોતાની કલા કૃતિ ભેટ આપનાર વિદ્યાર્થીએ ભાવુક થઈને જણાવ્યું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ છબી વાળી પેઇન્ટિંગ તેમને રૂબરૂ મળીને સ્મૃતિ ભેટ તરીકે આપવા માટે સતત પ્રયાસો કરી રહ્યો હતો. પરંતુ અગાઉ કોઈને કોઈ કારણોસર તેનો મેળ પડતો ન હતો. આજે આખરે તેની મહેનત અને આતુરતાનો અંત આવ્યો છે. વિદ્યાર્થીએ ગર્વ સાથે જણાવ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી પેઇન્ટિંગ સ્વીકારીને મને અને મારા પરિવારને ગૌરવિત કર્યો છે. 1 વર્ષની મહેનત અને 3x4 ની સાઈઝઆ આકર્ષક પેઇન્ટિંગની ખાસિયત એ છે કે, તેને તૈયાર કરવામાં વિદ્યાર્થીને આખા એક વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. વિદ્યાર્થીએ ખૂબ જ ઝીણવટપૂર્વક અને ખંતથી વડાપ્રધાન મોદીની છબીને કેનવાસ પર ઉતારી છે. આ પેઇન્ટિંગ 3x4 સાઈઝનું છે, જે દેખાવમાં અત્યંત ભવ્ય લાગે છે. વડાપ્રધાન મોદીએ પણ આ વિદ્યાર્થીની મહેનત અને કલાના વખાણ કર્યા હતા અને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ આ વિદ્યાર્થીની કલાના ભારે વખાણ થઈ રહ્યા છે.આ પણ વાંચો - Surat News: નોટિસ વગર સાદા કપડાંમાં આવેલા લોકોએ 100 મકાનો તોડી પાડ્યા, રહીશોએ કર્યા ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward
Surat News: મહિલા મોપેડ ચાલકની બેદરકારીને અકસ્માત, રિક્ષામાં સવાર મુસાફરો થયા ઈજાગ્રસ્ત
calendar_today June 5, 2026

Surat News: મહિલા મોપેડ ચાલકની બેદરકારીને અકસ્માત, રિક્ષામાં સવાર મુસાફરો થયા ઈજાગ્રસ્ત

સુરતમાં કીમ-ઓલપાડ રોડ પર એક મહિલા મોપેડ ચાલકની ગંભીર બેદરકારીના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર અકસ્માતના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક રિક્ષા મોપેડ સાથે અથડાયા બાદ ધડાકાભેર પલટી મારી ગઈ હતી. કીમ ઓવરબ્રિજ તરફ જઈ રહી હતી રિક્ષા મળતી માહિતી અનુસાર, એક પેસેન્જર રિક્ષા કીમ ઓવરબ્રિજ તરફ જઈ રહી હતી, તે જ સમયે આગળ ચાલી રહેલી મહિલા મોપેડ ચાલકે અચાનક જ પાછળ જોયા વગર ટર્ન લીધો હતો. રોડ પર અચાનક વળાંક લેવાના કારણે પાછળથી પૂરઝડપે આવી રહેલી રિક્ષા મોપેડ સાથે ભટકાઈ ગઈ હતી અને રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. મોપેડ સવાર મહિલાને સામાન્ય ઈજા પહોંચી આ અકસ્માતને કારણે રિક્ષામાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, અકસ્માત સર્જનાર મોપેડ સવાર મહિલાને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ સીસીટીવી ફૂટેજના આધારે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતને લઈને તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચોઃ  Ahmedabad News: નારોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા

Read Full Story arrow_forward