android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vijayapuram-3 : અંદમાનના દરિયામાંથી ભારતને મળ્યો ખજાનો, હવે ગેસની સમસ્યા બનશે ભૂતકાળ
calendar_today June 5, 2026

Vijayapuram-3 : અંદમાનના દરિયામાંથી ભારતને મળ્યો ખજાનો, હવે ગેસની સમસ્યા બનશે ભૂતકાળ

ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ને અંદમાન દરિયાઈ ક્ષેત્રમાં પ્રાકૃતિક ગેસ (Natural Gas) ની શોધમાં વધુ એક મોટી સફળતા મળી છે. આ બ્લોકનો આ બીજો એવો કૂવો છે જ્યાં ગેસ હોવાની પુષ્ટિ થઈ છે. આ શોધથી ભવિષ્યમાં દેશમાં સ્થાનિક ગેસનું ઉત્પાદન વધશે અને અન્ય દેશો પરથી આયાતની નિર્ભરતા ઘટશે તેવી પ્રબળ આશા જાગી છે.તેલ અને ગેસના સંકેત આપતો આ બીજો કૂવો છે સરકારી તેલ અને ગેસ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે, અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં (Shallow Offshore Block) ખોદવામાં આવેલા ત્રીજા શોધખોળ કૂવામાં કુદરતી ગેસ મળી આવ્યો છે. આ બ્લોકમાં હાઇડ્રોકાર્બન (તેલ અને ગેસ) ના સંકેત આપતો આ બીજો કૂવો છે. અંદમાન તટથી માત્ર 15 કિલોમીટર દૂર મળ્યો ભંડાર કંપનીના જણાવ્યા અનુસાર, 'વિજયપુરમ-3' (Vijayapuram-3) નામનો આ કૂવો અંદમાન દ્વીપસમૂહના પૂર્વીય કિનારાથી અંદાજે 15 કિલોમીટર દૂર ખોદવામાં આવ્યો છે. આ કૂવો 355 મીટર ઊંડા દરિયાઈ વિસ્તારમાં આવેલો છે અને તેને ઓપન એક્રેજ લાયસન્સિંગ પોલિસી (OALP) હેઠળ વિકસાવવામાં આવી રહેલા ઓફશોર અંદમાન બ્લોક AN-OSHP-2018/1 માં ડ્રિલ કરવામાં આવ્યો છે. પરીક્ષણ દરમિયાન થઈ ગેસની પુષ્ટિ ઓઈલ ઈન્ડિયાએ માહિતી આપી છે કે, આશરે 1,900 મીટરથી વધુની ઊંડાઈએ આવેલા ઈઓસીન (Eocene) માળખામાં કરાયેલા પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ દરમિયાન સતત ગેસ નીકળવા અને ફ્લેરિંગ દ્વારા નેચરલ ગેસની હાજરીની પુષ્ટિ થઈ હતી. કૂવામાં છિદ્રીકરણ કર્યા પછી દબાણ ઝડપથી વધ્યું તેમજ ગેસનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. હાલ ગેસના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તેની ક્ષમતા (Calorific Value) અને ગુણવત્તા જાણી શકાય. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી માહિતી કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર અંદમાનમાં ઓઈલ ઈન્ડિયાને મળેલી આ મોટી સફળતાની વિગતો શેર કરી છે. અગાઉ પણ મળ્યા હતા સંકેતો આ પહેલા સપ્ટેમ્બર 2025માં ઓઈલ ઈન્ડિયાએ આ જ બ્લોકના બીજા કૂવા 'વિજયપુરમ-2' માં નેચરલ ગેસ મળવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ બ્લોકમાં કુલ ત્રણ કૂવા ખોદવામાં આવ્યા છે, જેમાંથી બેમાં હાઇડ્રોકાર્બનની હાજરી મળી છે. કંપનીનું માનવું છે કે આ શોધથી આ વિસ્તારમાં તેલ અને ગેસના મોટા ભંડાર હોવાની શક્યતા મજબૂત થઈ છે. આગામી પ્લાન: 3D સિસ્મિક સર્વે સપ્ટેમ્બર 2025ની સફળતા બાદ કંપનીએ આ વિસ્તારમાં વધુ મૂલ્યાંકન શરૂ કર્યું હતું. આ અંતર્ગત વધારાના 600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 3D સિસ્મિક સર્વે પણ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ડેટા પ્રોસેસિંગનું કામ ચાલી રહ્યું છે, જે પૂરૂ થયા બાદ કંપની નવા કૂવાઓનું ડ્રિલિંગ શરૂ કરશે. દેશની ઉર્જા સુરક્ષા મજબૂત બનશે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરતી મહારત્ન કંપની ઓઈલ ઈન્ડિયાની આ શોધ ભારતની ઉર્જા સુરક્ષા (Energy Security) માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો ભવિષ્યમાં અહીં મોટા પાયે ગેસના ભંડારની સત્તાવાર પુષ્ટિ થશે, તો ભારતની અખાતી અને અન્ય દેશો પરની ગેસ આયાતની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News live: PM નરેન્દ્ર મોદીનો 'Reform, Perform, and Transform' નો મક્કમ નિર્ધાર
calendar_today June 5, 2026

Gujarat Latest News live: PM નરેન્દ્ર મોદીનો 'Reform, Perform, and Transform' નો મક્કમ નિર્ધાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: ઘરમાં ઘૂસીને સાસુની નજર સામે પુત્રવધુનું અપહરણ, ભેદ ઉકેલાયો પણ સામે આવી ચોંકાવનારી હકીકત
calendar_today June 5, 2026

Ahmedabad News: ઘરમાં ઘૂસીને સાસુની નજર સામે પુત્રવધુનું અપહરણ, ભેદ ઉકેલાયો પણ સામે આવી ચોંકાવનારી હકીકત

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ખુલ્લેઆમ ઘરમાં ઘૂસીને સાસુની નજર સામે પુત્રવધૂનું અપહરણની ઘટના સામે આવી હતી.આ મામલે સાસુ દ્વારા સાબરમતી પોલીસ મથકમાં પુત્રવધૂના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ક્રેટા કારમાં આવેલા બેથી ત્રણ યુવકો અને એક યુવતીએ પુત્રવધૂને કરમાં બેસાડી અપહરણ કર્યું હતું.યુવતીના અપહરણના ચકચારી કેસમાં હવે ચોકાવનારા ખુલાસાઓ થયા છે.સુરતની ઉત્રાણ પોલીસે અપહરણ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને યુવતી સાથે ઝડપી પાડ્યા છે. યુવતીના અપહરણનો ભેદ ઉકેલાયો અમદાવાદના સાબરમતી પોલીસ મથકમાં નોંધાયેલી યુવતીના અપહરણનો ભેદ ઉકેલાયો છે.સુરતની ઉતરાણ પોલીસે યુવતી સહિત અન્ય બે આરોપીઓની ધરપકડ કરી છે.સાબરમતી વિસ્તારમાં ધોળા દિવસે સાસુની હાજરીમાં પુત્રવધૂનું અપહરણ કરવામાં આવ્યું હતું.અપહરણ દરમ્યાન સાસુ વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો.ક્રેટા ગાડીમાં આવેલી એક યુવતી સાથે અન્ય લોકોએ પુત્રવધુનું અપહરણ કર્યું હતું.જોકે યુવતીના પરિવારજનોની ફરિયાદ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનના ભીલવાડાના ઘેવરચંદ ઉર્ફે અભિષેક ગુર્જર છેલ્લા સાત વર્ષથી ફરિયાદીની પુત્રવધૂના સંપર્કમાં હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયો વર્ષ 2020માં જ્યારે યુવતી સગીર હતી.ત્યારે તેના અપહરણ અને દુષ્કર્મના કેસમાં રાજસ્થાનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.આ કેસમાં કોર્ટ દ્વારા ઘેવરચંદને 20 વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી.જેલમાં સજા ભોગવતી વખતે પિતાના અવસાન બાદ તેને પેરોલ મળ્યો હતો. પરંતુ પેરોલ પૂરો થયા બાદ તે જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ફરી યુવતીના સંપર્કમાં આવી પોતાના સાગરિતો સાથે મળીને અમદાવાદથી તેનું અપહરણ કરી ફરાર થયો હતો. બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે અમદાવાદ પોલીસને સોંપાયા સુરતની ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે અપહરણ કેસમાં સંડોવાયેલા આરોપીઓ રાજસ્થાન પાસિંગની થાર અને અન્ય વાહનોમાં સુરત અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ફરી રહ્યા છે.જેના આધારે ઉત્રાણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી વોચ ગોઠવી આરોપી ઘેવરચંદ ઉર્ફે અભિષેક ગુર્જર અને ફિરોઝ ઉર્ફે ફારૂકને અપહરણ કરાયેલી યુવતી સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલી થાર કાર મહારાષ્ટ્રમાંથી ચોરાયેલી હોવાનું પણ બહાર આવ્યું હતું.ત્યારબાદ બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે અમદાવાદ પોલીસને સોંપવામાં આવ્યા છે. અનેક ફોર વ્હીલ કારોની ચોરી કરી હોવાની કબૂલાત એલ ડિવિઝન પોલીસના ઈન્ચાર્જ એસીપી વાણી દૂધાતે કહ્યું હતું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.મુખ્ય આરોપી ઘેવરચંદ સામે રાજસ્થાનમાં પોક્સો,અપહરણ અને દુષ્કર્મનો ગંભીર ગુનો નોંધાયેલો છે.ઉપરાંત રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં કાર ચોરીના અનેક ગુનાઓમાં પણ તે વોન્ટેડ છે.ઘેવરચંદ અને તેના સાગરિતોએ હરિયાણામાંથી સ્કોર્પિયો,રાજસ્થાનમાંથી ક્રેટા, આઈ-20 અને ટાટા નેક્સન તેમજ મહારાષ્ટ્રમાંથી થાર, ટાટા હેરિયર અને સફારી જેવી અનેક ફોર વ્હીલ કારોની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. વાહન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે જ્યારે બીજા આરોપી ફિરોઝ ઉર્ફે ફારૂક સામે પણ અપહરણ અને વાહન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.પોક્સો કેસમાં સજા પામેલો અને પેરોલ જમ્પ કરેલો આરોપી ઘેવરચંદ છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વાહન ચોરીને પોતાનો મુખ્ય ધંધો બનાવી દીધો હતો અને ચોરી કરેલા વાહનોનો ઉપયોગ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અવરજવર માટે કરતા હતા.અમદાવાદ અને સુરત પોલીસની સંયુક્ત કાર્યવાહીથી માત્ર અપહરણ કેસનો જ નહીં પરંતુ આંતરરાજ્ય વાહન ચોરીના નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે.આ પણ વાંચોઃ Operation Delta Hunt: બાંગ્લાદેશીઓ કેવી રીતે ગુજરાતમાં ઘૂસણખોરી કરે છે? જાણો Inside Story

Read Full Story arrow_forward