android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: કડીના મેડાઆદરજ ગામે માટી ખનનની લેતીદેતીમાં જૂથ અથડામણ
calendar_today June 5, 2026

Mehsana News: કડીના મેડાઆદરજ ગામે માટી ખનનની લેતીદેતીમાં જૂથ અથડામણ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડાઆદરજ ગામેથી સશસ્ત્ર જૂથ અથડામણની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં માટી ખનન (માટી ખોદકામ)ના વ્યવસાયમાં પૈસાની લેતીદેતી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. બંને પક્ષો વચ્ચે મોડી રાત્રે સમાધાન થઈ ગયું હોવા છતાં, એક જૂથે જૂની અદાવત મનમાં રાખીને સામા પક્ષ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હિંસક ધીંગાણાને પગલે ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.સમાધાનના થોડા જ કલાકોમાં ઘાતક હુમલો પૈસાની ઉઘરાણીના વિવાદને શાંત પાડવા માટે ગત રાત્રે બંને જૂથના અગ્રણીઓ વચ્ચે બેઠક થઈ હતી અને મામલો થાળે પડ્યો હતો. જોકે આ સમાધાન મંજૂર ન હોય તેમ સામેના જૂથના 5થી 6 જેટલા ઉશ્કેરાયેલા ઈસમો સવારના સમયે ધારીયા અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ ફરિયાદી યુવકને ઘેરી લીધો હતો અને તેની પર તૂટી પડ્યા હતા. બાવલું પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક ફરિયાદીના બંને પગ પર ધોકા અને ધારીયાના આડેધડ ઘા ઝીંક્યા હતા, જેના કારણે યુવક લોહીલુહાણ થઈને ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને તેના બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ ચીસાચીસ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે કડીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ બાવલું પોલીસનો કાફલો તાબડતોબ મેડાઆદરજ ગામે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Maharashtra Policy : મારાઠા આરક્ષણ અંગે મોટા સમાચાર, મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
calendar_today June 5, 2026

Maharashtra Policy : મારાઠા આરક્ષણ અંગે મોટા સમાચાર, મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારે મરાઠા સમુદાય માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે, મરાઠા સમુદાયને OBC સમુદાય જેવા જ લાભો મળશે. આમાં શૈક્ષણિક છૂટછાટો અને લાભોનો સમાવેશ થાય છે. સરકારે મરાઠા સમુદાય માટે આઠ યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે OBC સમુદાય માટે ઉપલબ્ધ યોજનાઓ જેવી જ છે. ચાલો જાણીએ મરાઠા સમુદાય માટે આ લાભો વિશે.10મા ધોરણ પછી શિષ્યવૃત્તિજે વિદ્યાર્થીઓ 10મું ધોરણ પાસ કરીને આગળ ભણવા માંગે છે, તેમને સરકાર તરફથી આગળના અભ્યાસ માટે આર્થિક સહાય એટલે કે સ્કોલરશીપ આપવામાં આવશે.ડ્રાઈવર અને કંડક્ટરની ટ્રેનિંગ મરાઠા સમાજના લોકો હવે સરકારી વાહનોના ડ્રાઈવર અને કંડક્ટર બનવા માટેની ટ્રેનિંગ પણ લઈ શકશે, જેમાં સરકાર તેમને આર્થિક અને અન્ય તમામ મદદ કરશે.10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ માધ્યમિક (10મું ધોરણ) અને ઉચ્ચતર માધ્યમિક (12મું ધોરણ) માં ભણતા મરાઠા સમાજના તમામ પાત્ર વિદ્યાર્થીઓને પણ સરકાર તરફથી સ્કોલરશીપનો લાભ મળશે.16 પ્રકારની રિઇમ્બર્સમેન્ટ (ખર્ચ વાપસી) યોજના અભ્યાસ દરમિયાન થતા 16 અલગ-અલગ પ્રકારના ખર્ચ (જેમ કે ટ્યુશન ફી, પુસ્તકો વગેરે) ના પૈસા સરકાર પાછા આપશે. જેને 'રિઇમ્બર્સમેન્ટ' કહેવાય છે, એટલે કે વિદ્યાર્થીએ કરેલો ખર્ચ સરકાર ચૂકવશે.મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પ્રોફેશનલ કોર્સની સુવિધા મરાઠા સમાજના જે વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રમાં અથવા દેશના અન્ય કોઈ રાજ્યમાં પ્રોફેશનલ કોર્સમાં એડમિશન લે છે, પછી ભલે તે કોલેજ સરકારી ગ્રાન્ટ વાળી (અનુદાનિત) હોય કે ગ્રાન્ટ વગરની (સ્વનિર્ભર), તેમને પણ આ તમામ સુવિધાઓનો લાભ મળશે.OBC કેટેગરીના તમામ કોર્સમાં પાત્રતા અત્યાર સુધી ઓબીસી (OBC) વિદ્યાર્થીઓ જે-જે કોર્સમાં સરકારી છૂટછાટો અને ફાયદાઓ સાથે એડમિશન મેળવી શકતા હતા, હવે તે તમામ કોર્સમાં મરાઠા સમાજના બાળકો પણ સમાન રીતે પાત્ર ગણાશે.CAP પછીની ખાલી બેઠકો પર પણ લાભ CAP (સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન પ્રોસેસ) એટલે કે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ જે બેઠકો ખાલી રહી જાય છે, તે બેઠકો પર અત્યાર સુધી જે રીતે OBC બાળકોને સરકારી સવલતો મળતી હતી, તે જ તમામ સુવિધાઓ હવે મરાઠા સમાજને પણ મળશે.ભવિષ્યની તમામ નવી યોજનાઓનો આપમેળે લાભ આ સૌથી મહત્વનો નિર્ણય છે. હાલમાં OBC કેટેગરીને જે સુવિધાઓ મળી રહી છે અને ભવિષ્યમાં જે પણ નવી સુવિધાઓ મળશે, તે બધી જ યોજનાઓ કોઈ પણ અલગ આદેશ વિના આપમેળે મરાઠા સમાજ પર પણ લાગુ થઈ જશે, જ્યાં સુધી સરકાર કોઈ નવો આદેશ જાહેર ન કરે. CMએ મરાઠા સમુદાયને ન્યાય અપાવવાનું કામ કર્યું: ગિરીશ મહાજન રાજ્ય સરકારના નિર્ણય અંગે મંત્રી ગિરીશ મહાજને કહ્યું, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જાણી જોઈને મરાઠા વિરોધી ગણાવીને બદનામ કરવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન, કોઈએ આ મુદ્દા પર ધ્યાન આપ્યું ન હતું. પરંતુ હવે દેવેન્દ્ર ફડણવીસે મરાઠા સમુદાયને ન્યાય અપાવ્યો છે. હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મરાઠા સમુદાયને ન્યાય અપાવીને તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.આ પણ વાંચો - Atal Pension Yojana માંથી અત્યાર સુધીમાં 1.49 કરોડ લોકો થયા બહાર, RTI માં થયો આ મોટો ખુલાસો!

Read Full Story arrow_forward
India Bangladesh border tension: કૂચબિહારના ઝિરો પોઈન્ટ પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ, BSFએ મોરચો સંભાળ્યો
calendar_today June 5, 2026

India Bangladesh border tension: કૂચબિહારના ઝિરો પોઈન્ટ પર ઘૂસણખોરીનો મોટો પ્રયાસ, BSFએ મોરચો સંભાળ્યો

ભારત અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવનો માહોલ સર્જાયો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની કડક દેખરેખ હોવા છતાં, પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના મેખલીગંજ બ્લોકમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોની સમયસૂચકતા અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના તાત્કાલિક એક્શનના કારણે એક મોટી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.ઝિરો પોઈન્ટ પર અચાનક બાંગ્લાદેશીઓ એકઠા થવા લાગ્યાસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના લાલમોનિરહાટ જિલ્લામાં આવેલી ઔલિયાહાટ બોર્ડર બરાબર ભારતીય સરહદની સામે આવેલી છે. શુક્રવારે સવારે આ વિસ્તારમાં ઝિરો પોઈન્ટ નજીક અચાનક કેટલાક બાંગ્લાદેશી નાગરિકો એકઠા થવા લાગ્યા હતા અને ધીમે-ધીમે તેમની સંખ્યા વધવા લાગી હતી. આ જોઈને સરહદી વિસ્તારના ભારતીય નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સેંકડોની સંખ્યામાં આવેલા આ લોકોએ ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.BSFએ મોરચો સંભાળ્યો, ઘૂસણખોરી નાકામસ્થાનિક લોકોએ ઝિરો પોઈન્ટ પર બાંગ્લાદેશીઓના જમાવડાની માહિતી તાત્કાલિક BSFને આપી હતી. માહિતી મળતાની સાથે જ BSFની અર્ધલશ્કરી દળોની એક વિશેષ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મોરચો સંભાળી લીધો હતો. BSFએ કડક વલણ અપનાવીને બાંગ્લાદેશીઓની ભારતની સરહદમાં ઘૂસવાની કોશિશને સંપૂર્ણપણે નાકામ કરી દીધી હતી. મેખલીગંજના ભાજપના ધારાસભ્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોના એક જૂથે ત્રણ ભીઘા કોરિડોરના રસ્તે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને BSFએ નિષ્ફળ બનાવ્યો છે. સરહદ પર કોઈ પણ કિંમતે ઘૂસણખોરી ચલાવી લેવામાં આવશે નહીં.શા માટે કૂચબિહાર બોર્ડર ઘૂસણખોરો માટે સોફ્ટ ટાર્ગેટ છે?કૂચબિહાર જિલ્લો બાંગ્લાદેશ સાથે આશરે 549 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જે ભારતની સૌથી જટિલ અને સંવેદનશીલ બોર્ડર ગણાય છે. આ લાંબી સરહદમાં તીસ્તા, જલઢાકા, તોર્સા અને કાલજાની જેવી અનેક નદીઓ વહે છે, જ્યાં ફેન્સિંગ (તારની વાડ) લગાવવી અત્યંત મુશ્કેલ છે. નદીઓના કારણે આ ભૌગોલિક વિસ્તારોમાં રાતના અંધારામાં હોડીઓ દ્વારા ઘૂસણખોરી અને તસ્કરી સરળ બની જાય છે.ઘૂસણખોરો સામે કડક ઝુંબેશહાલમાં બંગાળ સરકાર દ્વારા ઘૂસણખોરો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ, સેંકડો બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય સરહદ પર વતન વાપસીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશ તેમને સ્વીકારવા તૈયાર નથી. હાલ સરહદ પર તણાવને જોતા BSFના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને સરહદ પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા કડક સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું છે. લોકાને પણ કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ પ્રશાસનને જાણ કરવા એલર્ટ કરાયા છે.આ પણ વાંચો - TMC માં કોંકડું ગુચવાયું, મમતાની બેઠકમાં માત્ર 8 ધારાસભ્યો અને 6 સાંસદ

Read Full Story arrow_forward