android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi Daman Visit: 2,970 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, દેશના આર્થિક વિકાસ પર આપ્યું મોટું નિવેદન
calendar_today June 5, 2026

PM Modi Daman Visit: 2,970 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, દેશના આર્થિક વિકાસ પર આપ્યું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત દરમિયાન કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ ધરી છે. વડાપ્રધાન મોદીએ દમણ ખાતે આશરે રૂપિયા 2,970 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ તેમણે દમણ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરતા વૈશ્વિક અર્થતંત્રની વર્તમાન સ્થિતિ અને ભારતની મજબૂત આર્થિક પ્રગતિ પર ખુબ જ મહત્વનું નિવેદન આપ્યું હતું.દમણને મળી 'નમો એરપોર્ટ' અને 'નમો હોસ્પિટલ'ની ભવ્ય ભેટવડાપ્રધાને દમણમાં રૂપિયા 1,340 કરોડના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. જેમાં 'નમો એરપોર્ટ'ના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ અને 'નમો હોસ્પિટલ' (જિલ્લા હોસ્પિટલ) નું લોકાર્પણ મુખ્ય છે. નમો એરપોર્ટના નવા ટર્મિનલથી આ પ્રદેશમાં હવાઈ કનેક્ટિવિટી મજબૂત બનશે અને આર્થિક વિકાસને વેગ મળશે. જ્યારે નમો હોસ્પિટલ દૈનિક 1,500 જેટલા ઓપીડી દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા ધરાવે છે, જે સ્થાનિક લોકોને ઉત્કૃષ્ટ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ રૂપિયા 1,630 કરોડના અન્ય પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું, જેમાં આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટર અને NIFT કેમ્પસનો સમાવેશ થાય છે.લક્ષદ્વીપ માટે પણ રૂપિયા 885 કરોડના પ્રોજેક્ટ્સદમણની સાથે વડાપ્રધાને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે પણ રૂપિયા 885 કરોડના મહત્વના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ અંતર્ગત કલ્પની અને કદમત ટાપુઓની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ પોર્ટ (બંદર) સુવિધાઓ અને મલ્ટીપર્પઝ જેટી વિકસાવવામાં આવશે. આ જેટીના નિર્માણથી 300 મીટર સુધીના ક્રૂઝ અને મોટા પેસેન્જર જહાજો વર્ષભર અહીં લાંગરી શકશે, જે દરિયાઈ કનેક્ટિવિટી મજબૂત કરશે અને સ્થાનિક માછીમારોની આજીવિકા તેમજ પ્રવાસનને મોટો વેગ આપશે.વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનો 7.8% નો આર્થિક ગ્રોથ રેટ: વડાપ્રધાન મોદીજનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યારે ભારે અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહી છે, પરંતુ આવા પડકારજનક સમયમાં પણ 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત અડીખમ ઊભું છે." તેમણે આંકડા આપતા ગર્વભેર જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025-26માં ભારતે 7.7 ટકાનો વિકાસ દર હાસલ કર્યો છે, જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં દેશનો ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છે, જે ભારતને વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનાવે છે.વડાપ્રધાન મોદીએ દમણને 'લઘુ ભારત' ગણાવતા પોતાના જૂના સ્મરણો તાજા કર્યા હતા અને દેશવાસીઓને ખાતરી આપી હતી કે, તમામ વૈશ્વિક સંકટો છતાં દેશ 'રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ' ના સંકલ્પ સાથે વિકાસના પથ પર અવિરત આગળ વધતો રહેશે.આ પણ વાંચો - Surat News: વિદ્યાર્થીની અદ્ભુત કલા, PM મોદીને ભેટ આપી ખાસ પેઇન્ટિંગ

Read Full Story arrow_forward
Ahmedabad News : શહેરની હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ, ફાયર સેફ્ટીમાં ખામીઓ બદલ 37 નોટિસ
calendar_today June 5, 2026

Ahmedabad News : શહેરની હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ, ફાયર સેફ્ટીમાં ખામીઓ બદલ 37 નોટિસ

દિલ્હીમાં બનેલી અગ્નિકાંડની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા મોટો એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે.ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શહેરની વિવિધ હોટલોમાં અચાનક જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ તપાસ દરમિયાન હોટલોમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ, ફાયર NOC અને ઈમરજન્સી એક્ઝિટની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોટાપાયે બેદરકારી અને ખામીઓ સામે આવતા તંત્ર દ્વારા કુલ 37 હોટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર સેફ્ટીમાં ખામીઓ બદલ 37 નોટિસ આ સઘન ઝુંબેશ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં સૌથી વધુ સાઉથ ઝોનની 12 હોટલોને ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી છે.આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં 9,વેસ્ટ ઝોનમાં 6, નોર્થ-વેસ્ટ ઝોનમાં 5 અને સાઉથ-વેસ્ટ ઝોનની 4 હોટલો સામે લાલ આંખ કરીને નોટિસ બજાવવામાં આવી છે.ફાયર વિભાગની આ આકરી કાર્યવાહીથી હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નોર્થ-વેસ્ટ ઝોનમાં 5 હોટલોને નોટિસ એમ.સી.ફાયર વિભાગના સત્તાધીશોના જણાવ્યા અનુસાર,નાગરિકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવામાં નહીં આવે.હોટલોમાં આગ જેવી દુર્ઘટના સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે ફાયર સિસ્ટમ હંમેશા કાર્યરત હોવી અનિવાર્ય છે.તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં આ ફાયર સેફ્ટી ચેકિંગનું અભિયાન હજુ વધુ સઘન અને વ્યાપક બનાવવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે સીલિંગ સહિતના કડક પગલાં લેવાશે. આ પણ વાંચોઃ Amreli News: લાઠી પંથકમાં સિંહણનું રહસ્યમય મોત, ત્રણ અધિકારીઓને સોંપાઈ તપાસ

Read Full Story arrow_forward
Rajkot News: મારો ઉદ્દેશ્ય હિન્દુઓને એક કરવાનો છે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીને ઝંપીશું : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
calendar_today June 5, 2026

Rajkot News: મારો ઉદ્દેશ્ય હિન્દુઓને એક કરવાનો છે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીને ઝંપીશું : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથાના પ્રથમ દિવસે જ જનમેદની ઉમટી પડી હતી.3 વર્ષ પછી રાજકોટની પવિત્ર ધરતી પર આવવાનો અવસર મળતાં જ તેમણે સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે પ્રચંડ હુંકાર કર્યો હતો.પોતાના સંબોધનમાં વિરોધીઓને આડેહાથ લેતા તેમણે એક મોટું નિવેદન આપ્યું કે, જેટલી પરીક્ષાઓ મારી થઈ છે,તેટલી તો કદાચ સીતા માતાની પણ નહોતી થઈ.તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં પણ તેમનો વિરોધ થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે.પરંતુ સૌથી મોટું દુઃખ એ વાતનું છે કે સનાતનીઓ જ સનાતન ધર્મનો વિરોધ કરી રહ્યા છે. દેશમાં ગેરકાયદેસર ધર્માંતરણ અટકી ગયું હોત તેમણે પોતાના આલોચકોને જડબાતોડ જવાબ આપતા સવાલો ઉઠાવ્યા કે,જો મારો વિરોધ કરનારાઓએ આટલો વિરોધ લવ જેહાદનો કર્યો હોત તો આજે લવ જેહાદની ઘટનાઓ ન બનતી હોત.જો આટલો વિરોધ વિધર્મીઓનો કરાયો હોત તો ભારત ક્યારનુંય હિન્દુ રાષ્ટ્ર બની ગયું હોત અને જો પાદરી કાદરીઓનો આટલો વિરોધ થયો હોત તો દેશમાં ગેરકાયદેસર ધર્માંતરણ અટકી ગયું હોત.ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ અંધશ્રદ્ધા કે જાદુટોણા નથી ફેલાવતા,પણ તેમની પાસે જે કંઈ છે તે માત્ર હનુમાનજીની પરમ કૃપા છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીને જ જંપીશું આગામી રવિવારે તેઓ રાજકોટમાં એક ભવ્ય દિવ્ય દરબાર લગાવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પાદરી-કાદરીઓ પાસે જતા અટકાવીને ધર્માંતરણ રોકવાનો છે, જેથી લોકો અહીં આવીને ઓછામાં ઓછું હનુમાન ચાલીસાના પાઠ તો કરે.અંતમાં તેમણે પોતાના દૃઢ સંકલ્પને દોહરાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે,ગમે તેટલો વિરોધ થાય છતાં તેઓ સનાતન ધર્મની વાતો કરવાનું ક્યારેય છોડશે નહીં.તેમનો એકમાત્ર પવિત્ર ઉદ્દેશ્ય દેશના તમામ હિન્દુઓને એક કરવાનો છે.તેમણે સભા સમક્ષ ગર્જના કરતા કહ્યું કે,હું હિન્દુઓને એક કરવા માટે જ નીકળ્યો છું અને આપણે સૌ સાથે મળીને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીને જ જંપીશું.તેમના આ આક્રમક અને પ્રેરણાદાયી સંબોધનથી સમગ્ર કથા મંડપ જય શ્રી રામ અને બાગેશ્વર ધામ કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. આ પણ વાંચોઃ Amreli News: લાઠી પંથકમાં સિંહણનું રહસ્યમય મોત, ત્રણ અધિકારીઓને સોંપાઈ તપાસ

Read Full Story arrow_forward