android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: હાંસલપુર ચોકડી પાસેથી ટ્રેલરમાં છુપાવેલો 47.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
calendar_today June 5, 2026

Ahmedabad News: હાંસલપુર ચોકડી પાસેથી ટ્રેલરમાં છુપાવેલો 47.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદની વિરમગામ રૂરલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરમગામ રૂરલ પોલીસની ટીમે એક ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે હાંસલપુર ચોકડી નજીક વોચ ગોઠવીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં ટ્રેલર, દારૂ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ટાટા ટ્રેલરમાંથી મળી આવી વિદેશી દારૂની 38,256 બોટલપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિરમગામ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, એક મોટા વાહનમાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે હાંસલપુર ચોકડી પાસે નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગનું એક ટાટા ટ્રેલર (નંબર- MH-43-BX-8766) રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રેલરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રેલરમાંથી 180 એમએલની ક્વાર્ટર સાઇઝની કુલ 38,256 શીલબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બજાર કિંમત મુજબ આ વિદેશી દારૂના જથ્થાની કિંમત અંદાજિત રૂ. 47.82 લાખ હોવાનું સામે આવ્યું છે.58 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનના આરોપીની ધરપકડપોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા ઉપરાંત કિંમતી ટાટા ટ્રેલર, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે પોલીસે ટ્રેલર ચાલક મુસ્તાક મમદરહીમ જમાલ પઠાણ (રહે. બાડમેર જિલ્લો, રાજસ્થાન)ની ધરપકડ કરી લીધી છે.અમદાવાદથી ગાંધીધામ જઈ રહ્યો હતો દારૂનો જથ્થોપોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો મોટો જથ્થો અમદાવાદ તરફથી ગાંધીધામ (કચ્છ) તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી મુસ્તાક પઠાણ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને ગાંધીધામમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપીની શોધખોળ માટે વિરમગામ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો - Ahmedabad News: નરોડાની કંપનીમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્ત 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

Read Full Story arrow_forward
Amreli News: લાઠી પંથકમાં સિંહણનું રહસ્યમય મોત, ત્રણ અધિકારીઓને સોંપાઈ તપાસ
calendar_today June 5, 2026

Amreli News: લાઠી પંથકમાં સિંહણનું રહસ્યમય મોત, ત્રણ અધિકારીઓને સોંપાઈ તપાસ

અમરેલીના લાઠી પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓને આંચકો આપતા સમાચાર સામે આવ્યા છે. ધારી ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જ હેઠળ આવતા લુવારિયા વીડી વિસ્તારમાં એક સિંહણનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગની ઘોર બેદરકારી અને પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.વન પ્રશાસનની ઘોર લાપરવાહી મળતી વિગતો મુજબ, મૃતક સિંહણ છેલ્લા બે દિવસથી લુવારિયા વીડી વિસ્તારમાં ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. વન વિભાગનો સ્ટાફ આ બાબતથી તદ્દન અજાણ હતો અને આખરે સિંહણે દમ તોડી દીધો ત્યારે સ્થાનિક ગ્રામજનોએ તેની જાણ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જવાબદાર ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હોવાથી વિસ્તારમાં પેટ્રોલિંગનો તદ્દન અભાવ જોવા મળ્યો છે. સી.એફ. દ્વારા કડક તપાસના આદેશ સિંહણના મોતના પગલે જૂનાગઢ વર્તુળના સી.એફ. રામ રતન નાલાએ તાત્કાલિક કડક વલણ અપનાવ્યું છે. તેમણે આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ માટે ગીર પૂર્વના એ.સી.એફ., વિતરણ એ.સી.એફ. તેમજ શેત્રુંજી ડિવિઝનના એ.સી.એફ. સહિત ત્રણ ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ વિસ્તારમાં એક નર સિંહે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Atal Pension Yojana માંથી અત્યાર સુધીમાં 1.49 કરોડ લોકો થયા બહાર, RTI માં થયો આ મોટો ખુલાસો!
calendar_today June 5, 2026

Atal Pension Yojana માંથી અત્યાર સુધીમાં 1.49 કરોડ લોકો થયા બહાર, RTI માં થયો આ મોટો ખુલાસો!

માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ એક આશ્ચર્યજનક વિગત સામે આવી છે. કેન્દ્ર સરકારની અતિ લોકપ્રિય સામાજિક સુરક્ષા સ્કીમ 'અટલ પેન્શન યોજના' (APY) માંથી અત્યાર સુધીમાં આશરે 1.49 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બહાર (Exit) થઈ ગયા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા આપવામાં આવેલા આંકડા દર્શાવે છે કે યોજનામાં સમય પહેલા ખાતું બંધ કરાવનારા અથવા સભ્યના મૃત્યુના કારણે સ્કીમ છોડનારાઓની સંખ્યા સતત વધી રહી છે.કુલ રજીસ્ટ્રેશન અને સક્રિય ગ્રાહકોની સ્થિતિ RTI માંથી મળેલી માહિતી અનુસાર, 31 માર્ચ 2026 સુધીમાં અટલ પેન્શન યોજના હેઠળ કુલ નોંધણીનો આંકડો 8.96 કરોડ સુધી પહોંચી ગયો હતો. જો કે, ચિંતાજનક બાબત એ છે કે આમાંથી માત્ર 7.45 કરોડ સબ્સ્ક્રાઇબર્સ જ હાલમાં સક્રિય (Active) રીતે આ યોજના સાથે જોડાયેલા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નોંધણી કરાવનારાઓમાંથી એક બહુ મોટો હિસ્સો હાલમાં આ યોજનાનો સક્રિય લાભ લઈ રહ્યો નથી. વર્ષ દર વર્ષે યોજના છોડનારાઓનો વધતો ગ્રાફ વર્ષ 2015 માં યોજનાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન માત્ર 2 લોકોએ આ સ્કીમ છોડી હતી. તેની સરખામણીએ તાજેતરના નાણાકીય વર્ષ 2025-26 માં સ્કીમમાંથી બહાર નીકળનારા લોકોની સંખ્યા વાર્ષિક 30.24 લાખથી વધુ નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ યોજના અધવચ્ચે જ છોડી દેનારાઓનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. નવા સભ્યોની નોંધણીમાં ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ એક તરફ જ્યાં યોજનામાંથી એક્ઝિટ કરનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ નવા સભ્યો ઉમેરવાની બાબતમાં આ યોજનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર છેલ્લા નાણાકીય વર્ષ 2025-26 માં જ 1.35 કરોડથી વધુ નવા સબ્સ્ક્રાઇબર્સ આ યોજનામાં જોડાયા છે. યોજનાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોઈપણ એક નાણાકીય વર્ષમાં નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે. ખાતું બંધ થવા (Discontinuation) અંગે સરકારી સ્પષ્ટતા જ્યારે RTI દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે કેટલા સભ્યોએ રજીસ્ટ્રેશનના 1, 3 કે 5 વર્ષની અંદર પેન્શન ફંડમાં યોગદાન આપવાનું બંધ કરી દીધું છે, ત્યારે PFRDA એ એક મહત્વની સ્પષ્ટતા કરી હતી. ઓથોરિટીએ જણાવ્યું કે અટલ પેન્શન યોજના નિયમાવલીમાં 'ડિસકન્ટિન્યુએશન' (ખાતું કાયમી બંધ થવું) જેવી કોઈ વ્યવસ્થા નથી. જો કોઈ સભ્ય કોઈ કારણોસર નિયમિત હપ્તો ભરી શકતો નથી, તો તે ભવિષ્યમાં બાકી વ્યાજ અને પેનલ્ટી સાથે વિલંબિત યોગદાન આપીને પોતાનું ખાતું ફરીથી સક્રિય કરી શકે છે. શું છે અટલ પેન્શન યોજના અને તેના ફાયદા? અટલ પેન્શન યોજના (APY) ની શરૂઆત વર્ષ 2015 માં ખાસ કરીને દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેમ કે લારી-ગલ્લાવાળા, મજૂરો, સુથાર અને ઘરેલું સહાયકોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વય વચ્ચેના કોઈપણ ભારતીય નાગરિક જોડાઈ શકે છે. સભ્યો દ્વારા કરવામાં આવેલા માસિક રોકાણના આધારે, 60 વર્ષની ઉંમર પૂરી થયા પછી તેમને રૂ. 1,000 થી લઈને રૂ. 5,000 પ્રતિ માસ સુધીનું ગેરંટીડ પેન્શન આપવામાં આવે છે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward