android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mohali Woman Stabbed: બ્રેકઅપ બાદ સમાધાન ન કરતા ભૂતપૂર્વ પ્રેમીએ યુવતીની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ
calendar_today June 5, 2026

Mohali Woman Stabbed: બ્રેકઅપ બાદ સમાધાન ન કરતા ભૂતપૂર્વ પ્રેમીએ યુવતીની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ

હત્યા બાદ આરોપીએ પોતાના પર પણ છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમનો કરુણ અંજામ પંજાબના મોહાલીમાં મહિલાની એક તરફી ભૂતપૂર્વ પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. બંને લગભગ છ મહિના પહેલા અલગ થઈ ગયા હતા. આરોપી ફરીથી જોડાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઓફિસમાં મહિલા પર હુમલો કર્યા પછી, તેણે પોતાને પણ છરી મારી હતી. આ ઘટના સેક્ટર 66 નજીક ફેઝ 11 માં બની હતી. હત્યાના સીસીટીવી ફૂટેજે દેશમાં સૌ કોઇને હચમચાવી નાંખ્યા છે. એક તરફી પ્રેમનુ દબાણ મોહાલીમાં પેકર્સ અને મૂવર્સ કંપનીની ઓફિસ છે. 30 વર્ષીય ડિમ્પલ આ ઓફિસમાં કામ કરતી હતી. પટિયાલાની રહેવાસી ડિમ્પલ તેના કામમાં વ્યસ્ત હતી. પરંતુ તે જ ઓફિસમાં બીજો એક પુરુષ હતો. હરવિંદર માન, જેને હેરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તેનો ભૂતપૂર્વ જીવનસાથી અને સહકાર્યકર બંને હતો. આરોપ છે કે આરોપીએ તેની પાસે રહેલી છરી કાઢી અને ડિમ્પલ પર વારંવાર હુમલો કર્યો હતો. અને તેની હત્યા કરી હતી. સીસીટીવીમાં ઘટના કેદ બંને વ્યક્તિ લગભગ ત્રણ વર્ષથી સાથે કામ કરી રહ્યા હતા. જોકે, છ મહિના પહેલા આ સંબંધનો અંત આવ્યો. બ્રેકઅપ પછી, હરવિન્દરે વારંવાર ડિમ્પલને સમજાવવાનો અથવા સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડિમ્પલે સ્પષ્ટપણે પોતાને દૂર કરી દીધી હતી. પરંતુ શુક્રવારે જ્યારે ઓફિસમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે હરવિન્દર ત્યાં આવી પહોંચ્યો હતો. બંને વચ્ચે ઝઘડો થયો. થોડીવારમાં જ પરિસ્થિતિ વધુ વણસી ગઈ. જે બન્યું તે સીસીટીવીમાં કેદ થયું હતુ. ઓફિસમાં લોહીલુહાણ દ્રશ્યો અચાનક ઓફિસની અંદર ચીસો પડી ગઈ. લોકો દોડવા લાગ્યા. થોડીવારમાં જ વાતાવરણ ભયાનક બની ગયું. હુમલા પછી, આરોપીએ છરીથી પોતાને ઘા કર્યો અને પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવી. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ ડિમ્પલને મૃત જાહેર કરી હતી. આરોપીની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ શરુ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજ હવે તપાસનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યું છે. શરૂઆતની તપાસમાં આ કેસ ભૂતકાળના સંબંધ, બ્રેકઅપ અને એકતરફી દબાણ સાથે જોડાયેલો હોવાનું જણાય છે. પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે. આ પણ વાંચોઃ હોર્મુઝ વિવાદ વચ્ચે સાઉદી અરેબિયાએ ભારત માટે નવી શિપિંગ સેવા શરૂ કરી

Read Full Story arrow_forward
Gujarat Latest News live: આણંદ ACBની મોટી ટ્રેપ, 90 હજારની લાંચ લેતા લાયસન્સ સરવેયર ઝડપાયો
calendar_today June 5, 2026

Gujarat Latest News live: આણંદ ACBની મોટી ટ્રેપ, 90 હજારની લાંચ લેતા લાયસન્સ સરવેયર ઝડપાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
PM Modi Speech : દેશની જનતા કોંગ્રેસને વારંવાર કરારો જવાબ આપે છે, ગુજરાતમાં તો હાંસિયામાં ધકેલી દેવાઈ
calendar_today June 5, 2026

PM Modi Speech : દેશની જનતા કોંગ્રેસને વારંવાર કરારો જવાબ આપે છે, ગુજરાતમાં તો હાંસિયામાં ધકેલી દેવાઈ

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ સુરત ખાતેના ઈન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા છે. તેમનું સુરતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ તેમની સાથે હાજર રહ્યાં છે. વડાપ્રધાનના આગમન પહેલા સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક સાયકલ રેલી યોજાઈ હતી. હવે વડાપ્રધાન શહેરમાં ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. ઈન્ડોર સ્ટેડિયમમાં મોદી મોદીના નારા લાગ્યા હતાં. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને 12 વર્ષના શાસનની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી હતી.  વડાપ્રધાન મોદીએ સુરતના ઈન્દોર સ્ટેડિયમથી 18 હજાર કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતું. લોકો  ખેતર બચાવો અભિયાનમાં જોડાયવડાપ્રધાન મોદીએ કેમ છો મજામાં કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સ્ટેડિયમમાં એક યુવક ચિત્ર લઈને આવ્યા હતાં તેમનું ચિત્ર સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સુરત શહેર નથી. સુરત એક સ્પીરીટ છે.  પર્યાવરણને લઈને લોકોએ સરસ પોસ્ટરો બનાવ્યા છે. જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ત્યારે તેમનું મન લાગ્યું હશે. આપણા કાઠિયાવાડના લોકો અહીં સુરતમાં રહે છે. મારો તેમને આગ્રહ છે કે ખેતર બચાવો અભિયાનમાં જોડાય. સુરતવાસીઓએ મને ખૂબ સરસ ભેટ આપી છે. એક લાખ લોકોએ પાંચ દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. સુરતના સૌ સાથીઓ અભિનંદનના અધિકારી છે.  હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છુંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હું પહેલીવાર ગુજરાત આવ્યો છું અને સુરતમાં આવ્યો છું. હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છું અને અભિનંદન કરૂ છું. અઢી દશકથી વધુનો સમય થયો છે. તમે અમને સૌને ભાજપને નિરંતર પોતાના આશિર્વાદ આપી રહ્યાં છે. સમયની સાથે આ આશિર્વાદ વધતા રહ્યા ંછે.  લોકોએ ભાજપને એટલા મત આપ્યા કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. આજે મારા રેકોર્ડ પણ તમે બધાએ તોડી નાંખ્યા છે. હું રાજનીતિમાં ખૂબજ મોડો આવ્યો હતો. ત્યાર બાદ પ્રથમ ચૂંટણી હતી. એ ચૂંટણીમાં ભાજપે સૌથી મોટો વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારથી આજ સુધી આ વીજયની યાત્રા ચાલી રહી છે.  દુનિયાના લોકતાંત્રિક સમાજમાં આવું ખૂબ ઓછું જોવા મળે છેદુનિયાના લોકતાંત્રિક સમાજમાં આવું ખૂબ ઓછું જોવા મળે છે. કોઈ પણ પાર્ટીને જનતાના આશિર્વાદ અને સેવાનો અવસર મળવો મોટી વાત છે. અહીં સુરત અને નવસારીના અનેક ચૂંટાયેલા જનપ્રતિનિધિ આવ્યા છે તેમને હું શુભકામનાઓ આપું છું. ગુજરાતની જનતાએ સેવાભાવને સમર્થન આપ્યું છે. સેવાના આ મિશનને વધુ વિસ્તાર કરવા આપણે વધુ પરિશ્રમ કરવાનો છે. આપણો સંક્લ્પ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાનો છે.  સુરત સમગ્ર દેશમા ંસતત સ્વચ્છતાના એવોર્ડ પ્રાપ્ત કરે છે. શહેર આજે પણ સફાઈના અભિયાનને પ્રાથમિકતા આપે છે. આપણે રાજ્યના દરેક ખૂણાને સ્વચ્છ રાખીશું ત્યારે આ સંકલ્પ પૂ્ણ થશે. હું દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક સુરતમાં છુંઆજે પાંચમી જૂન પર્યાવરણ દિવસ છે. આ દિવસના અવસરે હું દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક સુરતમાં છું. આ કેટલો ગર્વનો વિષય છે. આ સુરત એ જ શહેર છે જે પ્લેગ જેવી મહામારીથી પિડાતુ હતું જે આજે દેશનું સ્વચ્છ છે. આમાં દરેકનું યોગદાન છે.  શહેરમાં સ્વચ્છતા માટે ખાસ અભિયાન ચલાવ્યું છે.  જેથી મ્હારા વ્હાલા સુરતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે હું તેના માટે શુભકામનાઓ પાઠવું છું. દુનિયા ગ્રીન ફ્યુચર તરફ ખૂબ સાવધાન થઈ ગઈ છે. ધીમે ધીમે આગળ વધવાનો પ્રયાસ કરે છે. ભારત પણ ગ્રીન ગ્રોથ પણ વધુ કામ કરે છે. તેમાં ગુજરાતે વર્ષો પહેલા જ આ માટે કામગીરી શરૂ કરી દીધી હતી. આ શતાબ્દિના પ્રારંભમાં જ સરકારમાં ક્લાયમેટ ચેન્જનો અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો. ગુજરાત આ વ્યવસ્થા કરનારૂ ગુજરાત દેશમાં પહેલુ રાજ્ય છે. ભારતનો પહેલો સોલાર પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યોગુજરાતના પાટણના ચારણકા ગામમાં ભારતનો પહેલો સોલાર પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો હતો. તે પહેલા તો એક તિર્થ ક્ષેત્રની જેમ જાણિતો બન્યો હતો. લોકો તેને જોવા આવતા હતાં. આજે ભારત પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર લઈને વિકાસ કરે છે. ઈકોનોમી અને ઈકોલોજી પણ... સુરતમાં આ પ્રત્યક્ષ દેખાય છે. આજકાલ સુરતમાં સર્ક્યુલર વોટર ઈકોનોમીની ચર્ચા થાય છે. જેનાથી ગંદા પાણીનું મેનેજમેન્ટ થાય છે અને આવક પણ થાય છે. આવનારા દશકો સુધી સુરત માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય તે માટે તાપી પ્રોજેક્ટ સ્વીકૃત કરવામાં આવ્યો છે. સુરત માત્ર સ્વચ્છતા સુધી સિમિત નથી. પણ ગ્રીન ગ્રોથના માધ્યમોનો પણ વિસ્તાર થઈ રહ્યો છે.  સુરતમાં સડકો પર ચાલનારી તમામ બસો ઈલેક્ટ્રીક હશે. અહીં મેટ્રોનો પણ વિસ્તાર થઈ રહ્યો છે.  આવનારા સમયમાં હજીરા ઈન્ડસ્ટ્રીયલ એરિયા ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે જાણિતો બનશે. દેશ આ પ્રકારના સંકટનો મજબૂતી સાથે મુકાબલો કરી રહ્યો છે.આજે દુનિયા પડકારો સામે પસાર થઈ રહી છે. આ દશકો વિશ્વ માટે આપદાનો દશકો સિધ્ધ થઈ રહ્યો છે. આપણે અનેક વૈશ્વિક આપદા જોઈએ. પહેલા કોરોના અને બાદમાં યુદ્ધ અને ઈંધણનું સંકટ જેનાથી દુનિયામાં પડકારો ઉભા થયા. પણ મને 140 કરોડ ભારતીયોના પ્રયાસથી દેશ આ પ્રકારના સંકટનો મજબૂતી સાથે મુકાબલો કરી રહ્યો છે.  તેમા પણ ગુજરાતની મોટી ભુમિકા છે. ગુજરાતે પોતાનું સામર્થ્ય વધાર્યું છે જે દેશના કામમાં આવ્યું છે. ભારતની રીન્યૂએબલ કેપેસિટિ 250 ગીગાવોટ છે. આપણા દેશે ક્યારેય મેગાવોટથી આગળ વિચારાયું જ નથી આને આજે ગીગાવોટની વાતો થાય છે. 250માંથી 50 ગીગાવોટ ગુજરાતના છે. દેશની ગ્રીન એનર્જીનો પાંચમો ભાગ માત્ર ગુજરાત ઉત્પાદન કરે છે. સૌર ઉર્જાના ઉત્પાદનમાં પણ ગુજરાતે પ્રસંશનિય કામ કર્યું છે. દેશ અરાજકતાને પસંદ નથી કરતો. કોંગ્રેસની સરકાર હોવા છતાં સ્થાનિક ચૂંટણીઓમાં હાર મળી છે. લોકોએ કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કર્ણાટકની જનતામાં પણ આક્રોશ છે. જેથી કોંગ્રેસને મુખ્યમંત્રી બદલવા પડ્યા છે.આજે આપણે દુનિયાના પાંચ દેશોમાંથી એક છીએ12 વર્ષ પહેલા સૌર ઉજ્રાનું ઉત્પાદન માત્ર નામ પૂરતુ હતું. આજે આપણે દુનિયાના પાંચ દેશોમાંથી એક છીએ. ગેસપાઈપ લાઈનનું નેટવર્ક વધાર્યું, પોર્ટની કેપેસિટી પણ વધારી. આવનારા સમયમાં દેશનું આ સામર્થ્ય વધવાનું છે. આ દિશામાં સરકારનો પ્રયાસ ચાલુ છે. અહીં સુરતમાં આવતા પહેલા હું હજીરા ગયો હતો. જ્યાં આત્મનિર્ભર ભારતનો મતલબ શું છે તે હજીરામાં દેખાય છે. હજીરા એક એવી ઈકોસિસ્ટમ બની ગઈ છે. જ્યાં એનર્જી, સ્ટીલ અને ગ્લોબલ ટ્રેડની ઈકો સિસ્ટમ છે. દેશમાં કેટલાક નિરાશા વાદી લોકો આત્મનિર્ભર ભારતની મજાક ઉડાવી રહ્યાં છે.ભારત નકારાત્મકતાથી આગળ વધી રહ્યો છેનર્મદા અને તાપી જેવા આદિવાસી ક્ષેત્રોમાં ફોર લેનની સુવિધા વધી રહી છે. આદિવાસી લોકોને અનેક પ્રકારની સુવિધા મળશે. આ કોરિડોરથી આદિવાસી ક્ષેત્રો ઈન્ડસ્ટ્રીયલ બેલ્ટ સાથે જોડાશે અને ટુરિઝમને પણ બળ મળશે. પર્યટન સ્થળો સુધી પહોંચવું આસાન થશે. સુરતમાં એક આધુનિક હોસ્પિટલનું પણ લોકાર્પણ થયું છે. ભારત નકારાત્મકતાથી આગળ વધી રહ્યો છે.  ભારતના નાગરિકો સંકલ્પોથી વરેલા છે. દેશની જનશક્તિ સંકલ્પિત હૈ જે દરેક લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. જે ભારતની તાકાત છે.  તમે બે કદમ ચાલશો તો હું ત્રણ કદમ ચાલીશ. થાકવું હવે મને મંજૂર નથી. આ પણ વાંચોઃ PM મોદી 10 જૂને રચશે ઇતિહાસ, પંડિત નેહરુનો રેકોર્ડ તોડી બનશે પ્રથમ લોકશાહી નેતા!

Read Full Story arrow_forward