android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratમાં વડાપ્રધાન મોદીનું સંબોધન, જાણો ખાસ વાતો
calendar_today June 5, 2026

Suratમાં વડાપ્રધાન મોદીનું સંબોધન, જાણો ખાસ વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ગગનભેદી 'ભારત માતા કી જય'ના નારા સાથે કરી હતી. આ મંચ પરથી તેમણે તાજેતરમાં અવસાન પામેલા અગ્રણી કનુભાઈ માવાણીને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન જનમેદનીમાં એક આકર્ષક પોસ્ટર જોઈને પીએમ મોદીએ તે પોતાની પાસે મંગાવ્યું હતું અને તે બનાવનારના મુક્તકંઠે વખાણ કર્યા હતા.સુરતના સફાઈ અભિયાનને પીએમ મોદીએ ગણાવી શ્રેષ્ઠ ભેટ પોતાના પ્રવચનમાં વડાપ્રધાને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્વચ્છતાને આપણે આપણા સંસ્કાર બનાવવાના છે. સુરતના અંદાજે એક લાખ જેટલા નાગરિકોએ સતત 5 દિવસ સુધી જે વિશેષ સફાઈ અભિયાન ચલાવ્યું છે, તેને પોતાની માટે સૌથી મોટી અને અમૂલ્ય ભેટ ગણાવી પીએમ મોદીએ તમામ સુરતવાસીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે બદલાતા વૈશ્વિક વાતાવરણ વચ્ચે પર્યાવરણની રક્ષા માટે દેશના ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) તરફ વળવા માટે જોરદાર અપીલ કરી હતી. પંચાયત ચૂંટણીમાં ભવ્ય જીત બદલ જનતાનો આભાર પીએમ મોદીએ ગુજરાત પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજય બદલ ગુજરાતની જનતાનો જાહેરમાં આભાર માન્યો હતો અને આ જીતને જનતા જનાર્દનના આશીર્વાદ ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારત બનાવવાનું સપનું હવે ચોક્કસ સાકાર થશે. ગ્રીન એનર્જીના ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકાની પ્રશંસા કરતા પીએમએ જણાવ્યું હતું કે, ગુજરાતે વર્ષો પહેલા જ ગ્રીન એનર્જીની દિશામાં મજબૂત શરૂઆત કરી દીધી હતી, જે આજે દેશને નવી દિશા બતાવી રહી છે. હું પાંચ દેશોના પ્રવાસે હતો, ત્યાં પણ બંગાળ બંગાળ થઈ રહ્યું છેદેશ અરાજકતા, અનિશ્ચતા અને અન્યાયને પસંદ કરતા નથી. દેશની જનતા કોંગ્રેસને કારમી હાર આપી રહી છે. ગુજરાતમાં તો તમે કોંગ્રેસને નામશેષ કરી છે. હિમાચલ, હરિયાણા અને પંજાબે પણ કોંગ્રેસને જાકારો આપ્યો છે. આ સાથે કર્ણાટકમાં પણ કોંગ્રેસ સામે જનતામાં આક્રોશ છે. ભારત નકારાત્મકતાથી આગળ નીકળી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad News: જમીન માપણીમાં વાંધા ન કાઢવા લાંચ લેતા લાયસન્સ સરવેયરને આણંદ ACBએ ઝડપ્યો
calendar_today June 5, 2026

Nadiad News: જમીન માપણીમાં વાંધા ન કાઢવા લાંચ લેતા લાયસન્સ સરવેયરને આણંદ ACBએ ઝડપ્યો

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાંથી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ એસીબીની ટીમે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે નડિયાદમાં છટકું ગોઠવીને એક લાયસન્સ સરવેયરને રૂપિયા 90 હજારની મસમોટી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ભ્રષ્ટાચારી કર્મચારીની આ રીતે ધરપકડ થતાં સરકારી કચેરીઓ અને સંકળાયેલા એજન્ટોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.જમીન માપણી કરવાના નામે માંગી હતી લાંચ નડિયાદ વિસ્તારમાં આવેલી એક જમીનની સત્તાવાર માપણી કરી આપવા માટે દિલીપ ચૌહાણ નામના લાયસન્સ સરવેયરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, આ કામ કરી આપવાના બદલામાં અને જમીન માપણીની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના ટેકનિકલ વાંધા-વચકા ન કાઢવા માટે સરવેયર દિલીપ ચૌહાણે અરજદાર પાસે રૂપિયા 90,000ની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે આણંદ એસીબીનો સંપર્ક કરીને આખી ઘટનાની જાણ કરી હતી. ACBએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અરજદારની ફરિયાદના આધારે આણંદ એસીબીની ટીમ દ્વારા નડિયાદ ખાતે એક આયોજનબદ્ધ લાંચના છટકાનું (ટ્રેપ) આયોજન કરવામાં આવ્યું હતું. નક્કી થયા મુજબ જ્યારે અરજદારે લાંચની રકમ રૂપિયા 90 હજાર સરવેયર દિલીપ ચૌહાણને આપી, ત્યારે જ અગાઉથી વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ દબોચી લીધો હતો. એસીબીએ કેમિકલ યુક્ત નોટો અને અન્ય પુરાવાઓ સાથે આરોપી સરવેયરની ધરપકડ કરી છે અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Operation Delta Hunt: બાંગ્લાદેશીઓ કેવી રીતે ગુજરાતમાં ઘૂસણખોરી કરે છે? જાણો Inside Story
calendar_today June 5, 2026

Operation Delta Hunt: બાંગ્લાદેશીઓ કેવી રીતે ગુજરાતમાં ઘૂસણખોરી કરે છે? જાણો Inside Story

રાજ્યમાં સરકાર દ્વારા ઓપરેશન ડેલ્ટા ચલાવી ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી સેંકડો બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની ડિપોર્ટેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ બાંગ્લાદેશીઓ અગાઉ પણ અમદાવાદને પોતાનું મુખ્ય હબ બનાવી ચૂક્યા છે. આખરે તેઓ કેવી રીતે દેશમાં ઘૂસણખોરી કરે છે? કેવી રીતે ગુજરાત સુધી પહોંચે છે? અને આ મુદ્દે ગુજરાતમાં કેવા પ્રકારનું રાજકારણ થઈ ચૂક્યું છે? આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. અલગ-અલગ રાજ્યોમાં વસવાટ શરૂ કરી દે છે રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત ઓપરેશન ડેલ્ટા શરૂ કરવામાં આવ્યું છે અને ગેરકાયદે રીતે દેશમાં ઘૂસી આવેલા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ પ્રથમ વખત નથી કે આવી ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય. અગાઉ પણ અનેક વખત આવા ઓપરેશન ચલાવી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. છતાં બાંગ્લાદેશી ઘૂસણખોરી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે સતત પડકાર બની રહી છે. પશ્ચિમ બંગાળની સરહદના સંવેદનશીલ વિસ્તારો અને ખુલ્લા માર્ગોનો લાભ લઈ આ ઘૂસણખોરો દેશમાં પ્રવેશ કરે છે અને પછી અલગ-અલગ રાજ્યોમાં વસવાટ શરૂ કરી દે છે. લાંબું અંતર ઘૂસણખોરી માટે અનુકૂળ સાબિત થાય છે ક્રાઈમ બ્રાન્ચ JCP શરદ સિંઘલે કહ્યું હતું કે, ઘૂસણખોરી કરી ગુજરાતમાં આવતા બાંગ્લાદેશીઓ માટે અમદાવાદ વર્ષોથી મુખ્ય કેન્દ્ર રહ્યું છે.અત્યાર સુધી ઝડપાયેલા 568 ઘૂસણખોરોમાંથી 191 જેટલા માત્ર અમદાવાદમાંથી ઝડપાયા છે.અગાઉ ઝડપાયેલા બાંગ્લાદેશીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ ચૂક્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની સરહદ પરથી એજન્ટો મારફતે ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશ કરાવવામાં આવે છે.આ માટે ઘૂસણખોરો પાસેથી તેમની જરૂરિયાત અને જોખમના આધારે એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવે છે.પશ્ચિમ બંગાળની સરહદના અનેક વિસ્તારોમાં નદી-નાળા,જંગલ વિસ્તાર અને બે સુરક્ષા ચોકીઓ વચ્ચેનું લાંબું અંતર ઘૂસણખોરી માટે અનુકૂળ સાબિત થાય છે.આવા વિસ્તારોનો લાભ લઈ તેમને દેશમાં પ્રવેશ અપાવવામાં આવે છે. પોલીસે પોતાનું બાતમીદાર નેટવર્ક વધુ સક્રિય કર્યું પોલીસ તપાસ મુજબ દેશમાં પ્રવેશ્યા બાદ સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે.ત્યારબાદ આ લોકો દેશના અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે અને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરે છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોરો ડિપોર્ટ થયા બાદ ગણતરીના દિવસોમાં ફરીથી ભારતમાં પ્રવેશ કરી જાય છે. જેને લઈને હવે પોલીસે પોતાનું બાતમીદાર નેટવર્ક વધુ સક્રિય કર્યું છે.ઘૂસણખોરી કરીને આવતા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પુરુષો ભંગાર એકત્ર કરવું, કચરો વીણવો જેવા કામો કરતા જોવા મળે છે. જોકે ઘણા લોકો દારૂના વેપાર, ડ્રગ્સના નેટવર્ક, નકલી ચલણી નોટોની હેરાફેરી અને અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતમાં લાંબા સમયથી રાજકીય ચર્ચાનો વિષય ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો અમદાવાદ અને ગુજરાતમાં લાંબા સમયથી રાજકીય ચર્ચાનો વિષય રહ્યો છે.ભાજપે અનેક વખત આરોપ લગાવ્યો છે કે કેટલાક રાજકીય પક્ષો , લેફ્ટિસ અને કથિત બુદ્ધિજીવીઓ આવા ઘૂસણખોરો પ્રત્યે નરમ વલણ દાખવતા રહ્યા છે.ભાજપનો દાવો છે કે વર્ષો પહેલાં કોંગ્રેસના શાસન દરમિયાન જ ચંડોળા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે વસાહતો વિકસવા લાગી હતી અને ઘૂસણખોરોને વોટબેંક તરીકે જોવામાં આવતા હતા. આ વચ્ચે પશ્ચિમ બંગાળમાં બદલાયેલા રાજકીય અને વહીવટી માહોલ બાદ સરહદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.શુભેન્દુ સરકારે બોર્ડર એરિયાની આશરે 450 કિમી થી વધુની જમીન કેન્દ્ર સરકારને સોંપી છે. કેન્દ્ર સરકાર બીએસએફ ની મદદ થી ફેનસિંગ ની કામગીરી શરૂ કરી છે એજન્સીઓ કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર ભાજપના પ્રવક્ત ડો. અનિલ પટેલે કહ્યું હતું કે, ઓપરેશન ડેલ્ટા હેઠળ ચાલી રહેલી કાર્યવાહી એ સ્પષ્ટ કરે છે કે ગેરકાયદે ઘૂસણખોરી માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે. વર્ષો સુધી નકલી ઓળખના આધારે દેશમાં વસવાટ કરતા અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આવા ઘૂસણખોરો સામે હવે કડક કાર્યવાહી થઈ રહી છે.પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડિપોર્ટ કરાયા બાદ પણ કેટલાક ઘૂસણખોરો ફરીથી દેશમાં કેવી રીતે પ્રવેશી જાય છે? આખરે આ નેટવર્કને આશરો કોણ આપે છે? અને સરહદથી લઈને શહેર સુધીની આખી ચેઈન ક્યારે તૂટશે? ફિલહાલ ઓપરેશન ડેલ્ટા યથાવત છે, પરંતુ ઘૂસણખોરીના મૂળ સુધી પહોંચીને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં સુરક્ષા એજન્સીઓ કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર રહેશે. આ પણ વાંચોઃ PM Modi Speech : દેશની જનતા કોંગ્રેસને વારંવાર કરારો જવાબ આપે છે, ગુજરાતમાં તો હાંસિયામાં ધકેલી દેવાઈ

Read Full Story arrow_forward