android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather Update: આગામી 5 દિવસ વરસાદની આગાહી, બે શક્તિશાળી સિસ્ટમ સક્રિય
calendar_today June 5, 2026

Gujarat Weather Update: આગામી 5 દિવસ વરસાદની આગાહી, બે શક્તિશાળી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને પવન સાથે વરસાદી માહોલ સર્જાશે.બે વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિયહવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઉત્તર પાકિસ્તાન તરફ એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પવનનું ક્ષેત્ર) સર્જાયું છે, જેની સીધી અસર જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેશના વાતાવરણ પર જોવા મળી રહી છે. આ સિવાય, ગુજરાતની બિલકુલ નજીકથી બે મોટા વરસાદી ટ્રફ (ઓછા દબાણની રેખા) પણ પસાર થઈ રહ્યા છે. આ બધી સિસ્ટમ્સ ભેગી થવાને કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે અને ચોમાસું વધુ સક્રિય બનશે.આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ?આ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ પલટાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.જરૂરી પગલાં લેવા માટે વહીવટી તંત્રની અપીલરાજ્યના નાગરિકોને અને ખાસ કરીને ખેડૂતોને હવામાનની પલટાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભીષણ ગરમી અને બફારા બાદ આ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં લોકોને ગરમીથી મોટી રાહત મળશે.આ પણ વાંચો - Rajkot News: શેમળા ગામના તળાવમાં ડૂબતા એક જ પરિવારના 3 બાળકોના મોત

Read Full Story arrow_forward
Khedaમાં બુટલેગરો સામે પોલીસની લાલ આંખ: રૂ.90 લાખના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર
calendar_today June 5, 2026

Khedaમાં બુટલેગરો સામે પોલીસની લાલ આંખ: રૂ.90 લાખના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર

ખેડા જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ અંતર્ગત જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે. નડિયાદ ડિવિઝન હેઠળ આવતા અલગ-અલગ ચાર પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલા દારૂના જથ્થા પર વહીવટી તંત્રની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાયું હતું. અંદાજે રૂપિયા 90 લાખની કિંમતની હજારો દારૂની બોટલોને કચડી નાખીને આ સમગ્ર કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.41 ગુનાનો મુદ્દામાલ એકસાથે નષ્ટ કરાયો ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન, નડિયાદ રૂરલ, વડતાલ અને મહુધા પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 41 જેટલા ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓ અંતર્ગત પોલીસ ટીમોએ જુદા-જુદા સમયે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતો અને છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અદાલતી પ્રક્રિયા અને નિયમોનુસાર આ જપ્ત કરાયેલા મુદ્દામાલનો નિકાલ કરવા માટે વહીવટી મંજૂરી મળતાં જ આ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ચલાવાયું દારૂના આ જથ્થાનો નાશ કરવા માટે ખેડા જિલ્લા ડીવાયએસપી, ચારેય સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્થાનિક મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ અને પોલીસ જવાનોની કડક દેખરેખ હેઠળ, મેદાનમાં ગોઠવવામાં આવેલી કુલ 30,234 વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અંદાજે 90 લાખ રૂપિયાનો આ ગેરકાયદેસર જથ્થો ગણતરીની મિનિટોમાં નષ્ટ કરી દેવાતાં બુટલેગરો અને અસામાજિક તત્વોમાં કડક સંદેશ ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
PM Modi Speech Live : સુરત એક શહેર નહીં સુરત એક સ્પિરીટ છે, મને ગર્વ છે હું આજે આ શહેરમાં છું
calendar_today June 5, 2026

PM Modi Speech Live : સુરત એક શહેર નહીં સુરત એક સ્પિરીટ છે, મને ગર્વ છે હું આજે આ શહેરમાં છું

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ સુરત ખાતેના ઈન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા છે. તેમનું સુરતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ તેમની સાથે હાજર રહ્યાં છે. વડાપ્રધાનના આગમન પહેલા સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક સાયકલ રેલી યોજાઈ હતી. હવે વડાપ્રધાન શહેરમાં ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. ઈન્ડોર સ્ટેડિયમમાં મોદી મોદીના નારા લાગ્યા હતાં. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને 12 વર્ષના શાસનની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી હતી.  વડાપ્રધાન મોદીએ સુરતના ઈન્દોર સ્ટેડિયમથી 18 હજાર કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતું. લોકો  ખેતર બચાવો અભિયાનમાં જોડાયવડાપ્રધાન મોદીએ કેમ છો મજામાં કહીને સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સ્ટેડિયમમાં એક યુવક ચિત્ર લઈને આવ્યા હતાં તેમનું ચિત્ર સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સુરત શહેર નથી. સુરત એક સ્પીરીટ છે.  પર્યાવરણને લઈને લોકોએ સરસ પોસ્ટરો બનાવ્યા છે. જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ત્યારે તેમનું મન લાગ્યું હશે. આપણા કાઠિયાવાડના લોકો અહીં સુરતમાં રહે છે. મારો તેમને આગ્રહ છે કે ખેતર બચાવો અભિયાનમાં જોડાય. સુરતવાસીઓએ મને ખૂબ સરસ ભેટ આપી છે. એક લાખ લોકોએ પાંચ દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. સુરતના સૌ સાથીઓ અભિનંદનના અધિકારી છે.  હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છુંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હું પહેલીવાર ગુજરાત આવ્યો છું અને સુરતમાં આવ્યો છું. હું સુરતથી સમગ્ર ગુજરાતીઓનું વંદન કરુ છું અને અભિનંદન કરૂ છું. અઢી દશકથી વધુનો સમય થયો છે. તમે અમને સૌને ભાજપને નિરંતર પોતાના આશિર્વાદ આપી રહ્યાં છે. સમયની સાથે આ આશિર્વાદ વધતા રહ્યા ંછે.  લોકોએ ભાજપને એટલા મત આપ્યા કે જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. આજે મારા રેકોર્ડ પણ તમે બધાએ તોડી નાંખ્યા છે. હું રાજનીતિમાં ખૂબજ મોડો આવ્યો હતો. ત્યાર બાદ પ્રથમ ચૂંટણી હતી. એ ચૂંટણીમાં ભાજપે સૌથી મોટો વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારથી આજ સુધી આ વીજયની યાત્રા ચાલી રહી છે.  દુનિયાના લોકતાંત્રિક સમાજમાં આવું ખૂબ ઓછું જોવા મળે છેદુનિયાના લોકતાંત્રિક સમાજમાં આવું ખૂબ ઓછું જોવા મળે છે. કોઈ પણ પાર્ટીને જનતાના આશિર્વાદ અને સેવાનો અવસર મળવો મોટી વાત છે. અહીં સુરત અને નવસારીના અનેક ચૂંટાયેલા જનપ્રતિનિધિ આવ્યા છે તેમને હું શુભકામનાઓ આપું છું. ગુજરાતની જનતાએ સેવાભાવને સમર્થન આપ્યું છે. સેવાના આ મિશનને વધુ વિસ્તાર કરવા આપણે વધુ પરિશ્રમ કરવાનો છે. આપણો સંક્લ્પ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાનો છે.  સુરત સમગ્ર દેશમા ંસતત સ્વચ્છતાના એવોર્ડ પ્રાપ્ત કરે છે. શહેર આજે પણ સફાઈના અભિયાનને પ્રાથમિકતા આપે છે. આપણે રાજ્યના દરેક ખૂણાને સ્વચ્છ રાખીશું ત્યારે આ સંકલ્પ પૂ્ણ થશે. હું દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક સુરતમાં છુંઆજે પાંચમી જૂન પર્યાવરણ દિવસ છે. આ દિવસના અવસરે હું દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક સુરતમાં છું. આ કેટલો ગર્વનો વિષય છે. આ સુરત એ જ શહેર છે જે પ્લેગ જેવી મહામારીથી પિડાતુ હતું જે આજે દેશનું સ્વચ્છ છે. આમાં દરેકનું યોગદાન છે.  શહેરમાં સ્વચ્છતા માટે ખાસ અભિયાન ચલાવ્યું છે.  જેથી મ્હારા વ્હાલા સુરતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે હું તેના માટે શુભકામનાઓ પાઠવું છું. દુનિયા ગ્રીન ફ્યુચર તરફ ખૂબ સાવધાન થઈ ગઈ છે. ધીમે ધીમે આગળ વધવાનો પ્રયાસ કરે છે. ભારત પણ ગ્રીન ગ્રોથ પણ વધુ કામ કરે છે. તેમાં ગુજરાતે વર્ષો પહેલા જ આ માટે કામગીરી શરૂ કરી દીધી હતી. આ શતાબ્દિના પ્રારંભમાં જ સરકારમાં ક્લાયમેટ ચેન્જનો અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો. ગુજરાત આ વ્યવસ્થા કરનારૂ ગુજરાત દેશમાં પહેલુ રાજ્ય છે. ભારતનો પહેલો સોલાર પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યોગુજરાતના પાટણના ચારણકા ગામમાં ભારતનો પહેલો સોલાર પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો હતો. તે પહેલા તો એક તિર્થ ક્ષેત્રની જેમ જાણિતો બન્યો હતો. લોકો તેને જોવા આવતા હતાં. આજે ભારત પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર લઈને વિકાસ કરે છે. ઈકોનોમી અને ઈકોલોજી પણ... સુરતમાં આ પ્રત્યક્ષ દેખાય છે. આજકાલ સુરતમાં સર્ક્યુલર વોટર ઈકોનોમીની ચર્ચા થાય છે. જેનાથી ગંદા પાણીનું મેનેજમેન્ટ થાય છે અને આવક પણ થાય છે. આવનારા દશકો સુધી સુરત માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય તે માટે તાપી પ્રોજેક્ટ સ્વીકૃત કરવામાં આવ્યો છે. સુરત માત્ર સ્વચ્છતા સુધી સિમિત નથી. પણ ગ્રીન ગ્રોથના માધ્યમોનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આ પણ વાંચોઃ PM મોદી 10 જૂને રચશે ઇતિહાસ, પંડિત નેહરુનો રેકોર્ડ તોડી બનશે પ્રથમ લોકશાહી નેતા!

Read Full Story arrow_forward