android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viral Video: બિહારમાં પુલની તિરાડનું લાઈવ વીડિયો શૂટિંગ કરવું યુટ્યુબરને ભારે પડ્યું..કંઈક એવું બન્યું કે..
calendar_today June 5, 2026

Viral Video: બિહારમાં પુલની તિરાડનું લાઈવ વીડિયો શૂટિંગ કરવું યુટ્યુબરને ભારે પડ્યું..કંઈક એવું બન્યું કે..

બિહારના ગોપાલગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલો વીડિયો સામે આવ્યો છે. અહીં એક યુટ્યુબર પુલની ખરાબ સ્થિતિનું લાઈવ શૂટિંગ કરી રહ્યો હતો, અને એ જ સમયે લાઈવ કેમેરામાં કંઈક એવું બન્યું કે તે જોરજોરથી ચીસો પાડવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જાણો સમગ્ર મામલો અને કેવી રીતે આ ઘટના બની.યુવકને પુલની તિરાડ બતાવવી ભારે પડીગોપાલગંજ અને બેતિયાહને જોડતા જાદુપુર મંગલપુર મહાસેતુના એક ભાગમાં મોટી તિરાડ પડી ગઈ છે, જે સતત થોડા-થોડા મિલીમીટર વધી રહી છે. બે દિવસ પહેલા બેતિયાહનો રહેવાસી રાકેશ કુમાર યાદવ જ્યારે સિવાનથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેણે પુલ પર આ તિરાડ જોઈ. આ યુવક પુલની તિરાડ વીડિયોમાં બતાવી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યો હતો. યુવક વીડિયો દ્વારા લોકોને અપીલ કરવા માગતો હતો કે બિહારમાં અનેક પુલની આવી સ્થિતિ છે. આ વીડિયો બનાવી યુવક જાગૃત નાગરિક હોવાનું પુરાવો આપવા માગતો હતો. પણ થયું ઉલટું.જાગૃત નાગરિક બનવા ગયો અને થયો ફિયાસ્કોએક જાગૃત યુટ્યુબર તરીકે તેણે તિરાડનો વીડિયો બનાવવા માટે પોતાની બાઇક રોકી. વીડિયો શૂટિંગ દરમિયાન તે તિરાડનું અંતર માપવા માટે હાથમાં એક ઈંટ લઈને પુલના ગાબડા પાસે ગયો. પરંતુ જેવો તે ઈંટ નજીક લઈ ગયો, તેનો આશરે ₹૧૫,૦૦૦ની કિંમતનો કિંમતી સ્માર્ટફોન હાથમાંથી સરકીને પુલના એ જ ગાબડામાંથી સીધો નીચે નદીમાં ખાબક્યો! ફોન પડતાં જ યુવક લાઈવ વીડિયોમાં જ ચીસો પાડી ઉઠ્યો હતો. તિરાડવાળા પુલનો વીડિયો બનાવી જાગૃત નાગરિક થવા જતા સ્માર્ટફોન નદીમાં પડી જતા યુવકનો ફિયાસ્કો થયો.સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો પૂરરિપોર્ટિંગ દરમિયાન નદીમાં ફોન પડી જવાનો આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થયો છે. આ વીડિયો જોઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ ઘટના અંગે આઘાત અને સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ આવી જોખમી જગ્યાએ બેદરકારીપૂર્વક વીડિયો બનાવવા બદલ યુટ્યુબરની આકરી ટીકા પણ કરી રહ્યા છે. પુલની સ્થિતિ ગંભીર હોવાને કારણે અને આ વીડિયો સામે આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. સાવચેતીના પગલા તરીકે પ્રશાસન દ્વારા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો : Bihar : પટનામાં ખાન સર વિરુદ્ધ FIR દાખલ, ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ

Read Full Story arrow_forward
GDP : ભારતનો GDP ગ્રોથ FY26માં 7.7 ટકા, ચોથા ક્વાટરમાં પણ ઉછાળો
calendar_today June 5, 2026

GDP : ભારતનો GDP ગ્રોથ FY26માં 7.7 ટકા, ચોથા ક્વાટરમાં પણ ઉછાળો

આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, ભારતનો GDP વૃદ્ધિ દર 2025-26 માં વધીને 7.7% થવાનો અંદાજ છે, જે પાછલા વર્ષના 7.1% હતો. જોકે, અર્થશાસ્ત્રીઓ કહે છે કે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે વધતા જોખમોને કારણે આ ગતિ જાળવી રાખવી મુશ્કેલ બની શકે છે.આર્થિક વૃદ્ધિદરમાં વધારો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે શુક્રવારે નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટર અને સંપૂર્ણ વર્ષ માટે GDP ના આંકડા જાહેર કર્યા. વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા 7.8% ના દરે વૃદ્ધિ પામી. ચાલુ વૈશ્વિક તણાવ, વધતી જતી ફુગાવા અને નબળા ચોમાસાની આશંકાએ ભવિષ્ય વિશે ચિંતાઓ ઉભી કરી છે. આ શહેરો અને ગામડાઓ બંનેમાં બજારોને અસર કરી શકે છે. સરકારે ત્રીજા ક્વાર્ટર માટે આર્થિક વૃદ્ધિનો આંકડો પણ સુધારીને 8% કર્યો છે. નવી શ્રેણીના આધારે GDPના આંકડા જાહેર કર્યાભારત હવે નવી શ્રેણીના આધારે GDPના આંકડા જાહેર કરી રહ્યું છે. ફુગાવાના બાસ્કેટમાં તાજેતરમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં 2022-23 ને નવું આધાર વર્ષ બનાવવામાં આવ્યું છે અને રોગચાળા અને ડિજિટલ અર્થતંત્રના ઝડપી વિસ્તરણ પછી વપરાશના પેટર્નમાં થયેલા ફેરફારોને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે અપડેટ કરેલા ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે.સુધારેલા રાષ્ટ્રીય આવક ડેટા હેઠળ આ બીજો GDP રિપોર્ટ છે, જે બેઝ યરમાં ફેરફાર કરે છે અને ડેટા સ્ત્રોતોનો વિસ્તાર કરે છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 7.8% હતી, જે બ્લૂમબર્ગ દ્વારા સર્વે કરાયેલા અર્થશાસ્ત્રીઓના 7.3% અંદાજ કરતા વધારે છે અને પાછલા ક્વાર્ટરની સમકક્ષ છે.ઈરાન-યુએસ યુદ્ધ એક પડકાર બની ગયું આ મજબૂત આર્થિક પ્રદર્શન એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક પરિસ્થિતિઓ અત્યંત અનિશ્ચિત રહે છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ, ઈરાન સાથેના સંઘર્ષ પછી વૈશ્વિક તણાવમાં વધારો અને વધતી જતી ઉર્જાના ભાવ આર્થિક સંભાવનાઓ માટે મુખ્ય જોખમો તરીકે ઉભરી આવ્યા છે. અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગયું છે. ભારત તેની ઉર્જા જરૂરિયાતો અને વેપાર માટે હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર છે.આ પણ વાંચો - Stock Market Close: RBIએ રેપોરેટ યથાવત રાખતા બજાર પર નકારાત્મક અસર, સેન્સેકસ 74,254.83ના અંકે બંધ

Read Full Story arrow_forward
Gujarat Latest News live :   કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ભાવનગરના પ્રવાસે, પદાધિકારીઓ અને નગરસેવકો સાથે યોજી મહત્વની બેઠક
calendar_today June 5, 2026

Gujarat Latest News live : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ભાવનગરના પ્રવાસે, પદાધિકારીઓ અને નગરસેવકો સાથે યોજી મહત્વની બેઠક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward