android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: જિલ્લામાં પાંચ વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલા 443 પોલીસ કર્મીઓની બદલી
calendar_today June 5, 2026

Surendranagar News: જિલ્લામાં પાંચ વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલા 443 પોલીસ કર્મીઓની બદલી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ તંત્રને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવાના હેતુથી એકસાથે 443 જેટલા પોલીસકર્મીઓની સામૂહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.જિલ્લા પોલીસ વડાના આ આંચકાજનક પગલાને કારણે સમગ્ર સુરેન્દ્રનગર પોલીસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક જ સ્થળે ચીપકી રહેલા પોલીસ કર્મીઓ સામે એક્શન આ સામૂહિક બદલીઓ પાછળ લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓ મુખ્ય કારણ છે. જેમાં છેલ્લા 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ ડિવિઝનમાં ચીપકી રહેલા અને પોતાના સ્થાને સ્થિર થઈ ગયેલા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.આ ઉપરાંત જે કર્મચારીઓ 3 વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા ચોક્કસ કાર્યક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યા હતા.તેઓ પણ આ વહીવટી ફેરબદલથી સીધા અસરગ્રસ્ત થયા છે. તમામ હુકમોને તાત્કાલિક અસરથી અમલી કરાયા બદલીના આ તમામ હુકમોને તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દેવામાં આવ્યા છે અને તમામ અસરગ્રસ્ત પોલીસકર્મીઓને જિલ્લાના અન્ય ડિવિઝનોમાં નવી નિમણૂક સોંપી દેવામાં આવી છે.એસ.પી. પ્રેમસુખ ડેલુના આ કડક વલણને કારણે વહીવટી ક્ષમતા વધશે અને સ્થાનિક સ્તરે પોલીસ તંત્ર વધુ સક્રિય બનશે તેવી આશા સેવાઈ રહી છે.જ્યારે બીજી તરફ અચાનક બદલી થતાં પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ પણ વાંચોઃ PM મોદી 10 જૂને રચશે ઇતિહાસ, પંડિત નેહરુનો રેકોર્ડ તોડી બનશે પ્રથમ લોકશાહી નેતા!

Read Full Story arrow_forward
Rajkot News: શેમળા ગામના તળાવમાં ડૂબતા એક જ પરિવારના 3 બાળકોના મોત
calendar_today June 5, 2026

Rajkot News: શેમળા ગામના તળાવમાં ડૂબતા એક જ પરિવારના 3 બાળકોના મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી એક અત્યંત કાળજું કંપાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ગોંડલના શેમળા ગામમાં આવેલી એક વાડી નજીકના ઓરિયા તળાવમાં રમતા-રમતા ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના 3 માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક બાળકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ વહાલસોયા બાળકો ગુમાવતા શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.4 બાળકો પાણીમાં ગરકાવ થયા, 3ના મોતઘટનાની મળતી માહિતી અનુસાર, શેમળા ગામની વાડી નજીક આવેલા ઓરિયા તળાવ પાસે બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા અચાનક 4 બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ વાડી માલિક અને પરિવારે ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ખાનગી કાર મારફતે તેમને ગોંડલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ 3 બાળકોને મૃત જાહેર કર્યા હતા.ચોથા બાળકની હાલત ગંભીર, રાજકોટ રિફર કરાયોઆ ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચોથા બાળક સાહિલને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, તેની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે હોસ્પિટલ પહોંચીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ મદદે દોડીઆ કપરા સમયે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમની ટીમે પીડિત શ્રમજીવી પરિવારને જરૂરી તમામ સેવાકીય અને તબીબી મદદ પૂરી પાડી હતી.સમગ્ર શેમળા ગામ સહિત પંથકમાં અરેરાટીઘટનાની ગંભીરતાને પગલે યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર સહિતના સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તમામ અગ્રણીઓએ હોસ્પિટલ પહોંચી શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી હતી અને દુઃખની આ ઘડીમાં પરિવાર સાથે હોવાનું જણાવ્યું હતું. આ ગોઝારી ઘટનાથી સમગ્ર શેમળા ગામ સહિત પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.આ પણ વાંચો - PM મોદી 10 જૂને રચશે ઇતિહાસ, પંડિત નેહરુનો રેકોર્ડ તોડી બનશે પ્રથમ લોકશાહી નેતા!

Read Full Story arrow_forward
Surat News: PM મોદીની અપીલને લોકોએ સ્વીકારી, ભર બપોરે શહેરીજનો સાયકલ યાત્રામાં જોડાયા: હર્ષ સંઘવી
calendar_today June 5, 2026

Surat News: PM મોદીની અપીલને લોકોએ સ્વીકારી, ભર બપોરે શહેરીજનો સાયકલ યાત્રામાં જોડાયા: હર્ષ સંઘવી

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે શહેરના વાતાવરણને ઉત્સાહમય બનાવવા માટે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ખાસ સાયકલ યાત્રા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી આગેવાની હેઠળ યોજાઈ હતી.જેમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ,કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ સુરત મહાનગરપાલિકા ના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રસ્તાઓ પર અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો આ રેલીના સફળ આયોજન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,આ સાયકલ યાત્રા માત્ર એક સ્વાગત રેલી નથી, પરંતુ પર્યાવરણની સુરક્ષા કાજે પેટ્રોલ અને ડીઝલ બચાવવાના મજબૂત સંદેશા સાથે યોજવામાં આવી છે.તેમણે ખુશી વ્યક્ત કરતા ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્યાવરણ બચાવવાની અપીલને સુરતના નાગરિકોએ સહર્ષ સ્વીકારી લીધી છે અને તેના પરિણામે જ આજે રસ્તાઓ પર અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો છે. પ્રકૃતિની જાળવણીનો એક નવો જ માપદંડ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આશ્ચર્ય અને ગર્વ વ્યક્ત કરતા કહ્યું હતું કે,આજે સુરતમાં ક્યારેય વિચાર્યું ન હોય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કાળઝાળ ગરમી હોવા છતાં ભર બપોરે લોકો સ્વયંભૂ અને ભારે ઉત્સાહ સાથે આ સાયકલ યાત્રામાં જોડાયા હતા.પીએમ મોદીના સ્વાગત માટે સુરતવાસીઓએ સાયકલ ચલાવીને ફિટનેસ અને પ્રકૃતિની જાળવણીનો એક નવો જ માપદંડ સ્થાપિત કર્યો છે. આ પણ વાંચો: PM મોદી 10 જૂને રચશે ઇતિહાસ, પંડિત નેહરુનો રેકોર્ડ તોડી બનશે પ્રથમ લોકશાહી નેતા!

Read Full Story arrow_forward