android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang News: આહવા સબ જેલમાંથી 2 આરોપીઓ ગાર્ડને ધક્કો મારીને થયા ફરાર, 4 જેલકર્મીઓ સામે ગુનો દાખલ
calendar_today June 5, 2026

Dang News: આહવા સબ જેલમાંથી 2 આરોપીઓ ગાર્ડને ધક્કો મારીને થયા ફરાર, 4 જેલકર્મીઓ સામે ગુનો દાખલ

ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે આવેલી સબ જેલમાંથી બે રીઢા આરોપીઓ જેલ પ્રશાસનની ઘોર બેદરકારીનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોક્સો (POCSO) અને હત્યા જેવા ગંભીર ગુનાના આ બંને કેદીઓ જેલના સ્ટાફને ધક્કો મારીને ભાગી જતાં સમગ્ર ડાંગ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે જેલના ઇન્ચાર્જ જેલરે ફરજ પરના કર્મચારીઓની ગંભીર નિષ્કાળજી બદલ આહવા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.બહાનું કાઢીને ખોલાવ્યું બેરેકનું તાળું ગુરૂવારની રાત્રે જેલમાં બંધ બે કેદીઓએ અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવાનું નાટક કરીને બેરેક ગાર્ડ પાસે લોક ખોલાવ્યું હતું. જેવું તાળું ખૂલ્યું કે તરત જ બંને કેદીઓ બેરેક ગાર્ડ અને જેલગાર્ડને જોરદાર ધક્કો મારીને બહાર ભાગ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, સુરક્ષાના દાવાઓ વચ્ચે જેલના મેન ગેટ (મુખ્ય દરવાજા) પર પણ તાળું મારેલું ન હતું, જેનો સીધો લાભ ઉઠાવીને બંને કેદીઓ રક્ષકોને હંફાવીને જેલની દિવાલોની બહાર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ તેજ કરી નાસી છૂટેલા કેદીઓમાં પોક્સો એક્ટના ગુનાનો આરોપી ગિરીશ બાગુલ (વર્ષ 2023થી જેલમાં) અને અન્ય એક હત્યાના કેસનો આરોપી (વર્ષ 2025થી જેલમાં) સામેલ છે. આ ઘટના બાદ આહવા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને જેલની આસપાસના વિસ્તારો અને જિલ્લાની સરહદો પર નાકાબંધી કરી દીધી છે. પોલીસ દ્વારા જેલના તેમજ હાઇવેના CCTV ફૂટેજ ખંખાડીને આરોપીઓનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News live :    PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા, ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું
calendar_today June 5, 2026

Gujarat Latest News live : PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા, ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા,  ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું
calendar_today June 5, 2026

PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા, ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું

ડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હજીરા ખાતે આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના અત્યાધુનિક આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે પહોંચ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત દરમિયાન વડાપ્રધાને દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરતા અને 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત ખાસ ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવેલા સ્વદેશી ઘાતક હથિયારો અને ટેન્કોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીની આ મુલાકાતને પગલે હજીરા વિસ્તાર અને એલએન્ડટી પ્લાન્ટની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર પ્લાન્ટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સેના માટે એલએન્ડટી કંપની દ્વારા બનાવવામાં આવી રહેલી સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો, આર્મર્ડ વ્હીકલ્સ અને અન્ય આધુનિક યુદ્ધ પ્રણાલીઓની તકનીકી વિશેષતાઓ અને તેની કાર્યક્ષમતા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. પીએમ મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આત્મનિર્ભર બનવાના રોડમેપને બિરદાવ્યો હતો અને વૈશ્વિક સ્તરે ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા ઉલ્લેખનીય છે કે, સુરતનું હજીરા એલએન્ડટી કેન્દ્ર ભારતીય સૈન્ય માટે આર્ટિલરી ગન (તોપો) અને ભારે યુદ્ધ વાહનોના ઉત્પાદન માટેનું મુખ્ય મથક છે. વડાપ્રધાને વિવિધ શસ્ત્રોની ઉત્પાદન પ્રક્રિયા નિહાળીને વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોની ટીમને દેશની સુરક્ષામાં આપેલા આ અદભુત યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમની આ મુલાકાતથી આગામી દિવસોમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે નવી રોજગારી અને મોટા રોકાણોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો----   Gujarat Latest News live : રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ, પુરુષોત્તમ પીપળીયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યુ

Read Full Story arrow_forward