android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bihar :  પટનામાં ખાન સર વિરુદ્ધ FIR દાખલ, ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ
calendar_today June 5, 2026

Bihar : પટનામાં ખાન સર વિરુદ્ધ FIR દાખલ, ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ

બિહારની રાજધાની પટનાના પ્રખ્યાત શિક્ષક ખાન સર (ફૈઝલ ખાન) હાલમાં ગંભીર કાનૂની મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પટના પોલીસે તેમની ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કદમકુઆન પોલીસ સ્ટેશનમાં ખાન સર વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસ (કલમ ૩૦૭) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી કોચિંગ સેન્ટરની બહાર થયેલા ફાયરિંગના વાયરલ વીડિયો બાદ કરવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના? આ વિવાદની શરૂઆત ૨ જૂનની રાત્રે થઈ હતી, જ્યારે પટનામાં ખાન સરની કોચિંગ સંસ્થા 'ખાન ગ્લોબલ સ્ટડીઝ' (KGS) પર કેટલાક લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન કોચિંગના ગાર્ડને માર મારવામાં આવ્યો અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ખાન સરે જ્ઞાન બિંદુ કોચિંગના ડિરેક્ટર રોશન આનંદ અને તેમના સાથીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે રોશન આનંદની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા. તપાસમાં આવ્યો નવો વળાંક કેસ ત્યારે વળાંક પર આવ્યો જ્યારે ૪ જૂનના રોજ કોચિંગની બહાર ફાયરિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો. આ વીડિયોમાં ખાન સરના બોડીગાર્ડ્સ ખુલ્લેઆમ ગોળીબાર કરતા નજરે પડ્યા હતા. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને બોડીગાર્ડ્સની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન ગાર્ડ્સે કબૂલાત કરી હતી કે તેઓએ ખાન સરના આદેશ પર જ ફાયરિંગ કર્યું હતું. આ ખુલાસા બાદ પોલીસે બંને ગાર્ડની ધરપકડ કરી તેમના હથિયારો જપ્ત કર્યા છે અને હવે ખાન સરને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. ખાન સરનો પક્ષ પોલીસ દરોડા અને કાર્યવાહી સામે ખાન સરએ પોતાનો બચાવ કરતા આ સમગ્ર ઘટનાને 'સ્વ-બચાવ' ગણાવી છે. હાલ પટના પોલીસ દ્વારા તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ આખા મામલે શિક્ષણ જગતમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે એક બાજુ હુમલાખોરો પર કાર્યવાહી થઈ રહી છે, તો બીજી બાજુ ખાન સર પોતે જ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. આ પણ વાંચોઃ Tamil Nadu: ભાજપ છોડ્યા બાદ બોલ્યા અન્નામલાઇ, એકલા હાથે ચૂંટણી લડીશ, મતભેદને કારણે પાર્ટી છોડી....

Read Full Story arrow_forward
Delhi High Courtએ Cockroach Janata Partyને રાહત આપી, વિરોધ સામેની અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર
calendar_today June 5, 2026

Delhi High Courtએ Cockroach Janata Partyને રાહત આપી, વિરોધ સામેની અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર

અરજીમાં જણાવાયુ હતુ કે, કોકરોચ જનતા પાર્ટી દ્વારા જંતર-મંતર જેવા સંવેદનશીલ સ્થળે કરાનાર પ્રદર્શનથી જાહેર વ્યવસ્થા ખોરવાઈ શકે છે. અરજીમાં શું કરાઇ દલીલ ? દિલ્હી હાઈકોર્ટે 6 જૂને જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનથી ઉદ્ભવતી કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓ ઉઠાવતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે અરજદારને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે કોકરોચ જનતા પાર્ટી હાલ માટે વિરોધ પ્રદર્શન કરી શકતી નથી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આવા વિરોધ પ્રદર્શન જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. હાઈકોર્ટે કેમ ન સ્વીકારી માંગ? અરજીકર્તાની દલીલો સાંભળ્યા બાદ, હાઈકોર્ટે આ મામલે કોઈ પણ પ્રકારની ઉતાવળ દાખવવાનો ઈનકાર કર્યો હતો. અદાલતે નોંધ્યું કે, આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની કોઈ તાતી જરૂરિયાત જણાતી નથી. કોર્ટે આ અંગે કોઈ પણ પ્રકારના વચગાળાના નિર્દેશો આપવાની ના પાડી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે, આ કેસ પર યોગ્ય સમયે સામાન્ય પ્રક્રિયા હેઠળ જ વિચાર કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આ નિર્ણય કોકરોચ જનતા પાર્ટીને તેના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન સાથે આગળ વધવાની મંજૂરી આપે છે. જો કે તે બધી જરૂરી પરવાનગીઓ મેળવે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ કરે છે. કોર્ટે જણાવ્યું હતું કે, તે યોગ્ય સમયે આ મામલે વધુ સુનાવણી પર વિચાર-વિમર્શ કરશે. આ પણ વાંચોઃ TMCના સૌથી મોટા સંકટ વચ્ચે Mamata Banerjeeની ટોલીવુડ બ્રિગેડ ગાયબ

Read Full Story arrow_forward
Gujarat Latest News live : PM મોદીનું સુરત એરપોર્ટ પર આગમન, હજીરા L&T કંપની જવા રવાના
calendar_today June 5, 2026

Gujarat Latest News live : PM મોદીનું સુરત એરપોર્ટ પર આગમન, હજીરા L&T કંપની જવા રવાના

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward