android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Putin Praise India: વિશ્વભરમાં વાગ્યો ભારતની હિંમતની ડંકો, પુતિન, ટ્રમ્પ અને ઈરાને કરી પ્રશંસા
calendar_today June 5, 2026

Putin Praise India: વિશ્વભરમાં વાગ્યો ભારતની હિંમતની ડંકો, પુતિન, ટ્રમ્પ અને ઈરાને કરી પ્રશંસા

ઇરાને કહ્યુ છે કે, ભારત મુશ્કેલ સમયમાં ઈરાન સાથે ખભે ખભો મિલાવીને ઉભું રહ્યું છે. વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ ભારતનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. તો સાથે જ ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ઘણા દેશોને અસર કરી રહી છે. તો આ તરફ, કેટલાક આપણી ઉદારતાના પ્રશંસક પણ બની રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનના તાજેતરના નિવેદનો આ વાતને સમર્થન આપે છે. તો બીજી તરફ, ઈરાને પણ ભારતનો આભાર માન્યો છે. ઈરાને કહ્યું છે કે, કટોકટી દરમિયાન ભારત ઈરાન સાથે ઉભું રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, ત્રણેય દેશોના આ નિવેદનો થોડા કલાકોમાં એક પછી એક આવ્યા છે. ઈરાની રાજદૂતની પ્રતિક્રિયા ભારતીય નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, સંકટના આ ગંભીર સમયમાં, જ્યારે આપણે આપણા મહાન નેતાઓના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે સમગ્ર દેશના લોકો આપણી સાથે ઉભા હતા. તેઓ આપણી સાથે ખભે ખભો મિલાવીને ઊંડી સંવેદના વ્યક્ત કરી રહ્યા હતા. ભારતના લોકો આગળ આવ્યા અને આપણા દુઃખમાં ભાગીદાર બન્યા હતા. આ માટે, અમે ભારતના લોકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પુતિને કેમ કરી પ્રશંસા ? આ પહેલા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ભારતે આવા તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. કેટલીક વૈશ્વિક સમાચાર એજન્સીઓના વડાઓ સાથેની વાતચીતમાં, પુતિને ભારતના આર્થિક વિકાસ અને દેશની સ્વતંત્ર વિદેશ નીતિની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, રશિયા ભારત સાથે તેના આર્થિક સંબંધો વધારવા માટે પ્રતિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સતત દબાણ પુતિને વધુમાં જણાવ્યું કે, પશ્ચિમી દેશો ભારત પર રશિયા સાથેના સંબંધો મર્યાદિત કરવા માટે સતત દબાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, યુએસએ રશિયા સાથેના સહયોગ અંગે ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ બધા સમજી ગયા છે કે, પીએમ મોદી પર દબાણ આંતરરાષ્ટ્રીય સંબંધો અને દ્વિપક્ષીય સંબંધો માટે હાનિકારક છે. પુતિને વધુમાં કહ્યું કે, આ દબાણ ક્યાંથી આવી રહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમને કોઈ નકારાત્મક પરિણામો દેખાતા નથી. અમે ભારત સાથે અમારા સંબંધોને મજબૂત બનાવી રહ્યા છીએ. ટ્રમ્પ સોદા માટે ઉત્સુક ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, પીએમ મોદી તેમના સારા મિત્ર છે અને તેમને વિશ્વાસ છે કે, અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર થશે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમે એક કરાર પર પહોંચીશું કારણ કે મને પીએમ મોદી ખૂબ ગમે છે. તેઓ મારા સારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે, અને અમે એક કરાર પર પહોંચવા જઈ રહ્યા છીએ. આ અઠવાડિયાની શરૂઆતમાં એક યુએસ પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચે વચગાળાના દ્વિપક્ષીય કરાર પર ચાર દિવસની વાતચીત પૂર્ણ થઈ હતી. આ પણ વાંચોઃ Iranમાં સત્તાપલટાનો ફફડાટ!, સુપ્રીમ લીડર Mojtaba Khameneiનો દાવો, 'અમેરિકા-ઇઝરાયલ રચી રહ્યા છે મોટું ષડયંત્ર'

Read Full Story arrow_forward
Gujarat Latest News live :  રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ, પુરુષોત્તમ પીપળીયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યુ
calendar_today June 5, 2026

Gujarat Latest News live : રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ, પુરુષોત્તમ પીપળીયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યુ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Reality Check : વડોદરાના મંગળ બજાર અને રાજકોટની સોની બજારમાં ફાયર સેફ્ટીનો ઘોર અભાવ, હજારો જીવ જોખમમાં
calendar_today June 5, 2026

Reality Check : વડોદરાના મંગળ બજાર અને રાજકોટની સોની બજારમાં ફાયર સેફ્ટીનો ઘોર અભાવ, હજારો જીવ જોખમમાં

દિલ્હીમાં તાજેતરમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતના વેપારી મથકોમાં ફાયર સેફ્ટીની પોલ ખુલી રહી છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરાયેલા ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં વડોદરા અને રાજકોટના સૌથી વ્યસ્ત બજારોમાં ગંભીર લાપરવાહી સામે આવી છે. રાજકોટની સોની બજારની સાંકડી શેરીઓમાં ગેરકાયદે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ગત સપ્તાહે બનેલી સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બાદ મહાનગરપાલિકાએ બિલ્ડિંગ સીલ કરવાની ફરજ પડી છે. ત્યારે બીજી તરફ, મધ્ય ગુજરાતના સૌથી મોટા ખરીદી કેન્દ્ર ગણાતા વડોદરાના ઐતિહાસિક 'મંગળ બજાર' માં પણ સ્થિતિ અત્યંત વિસ્ફોટક હોવાનું સામે આવ્યું છે.વડોદરાના મંગળ બજારમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા જ નથી 'મધ્ય ગુજરાતના ગરીબોના મોલ' તરીકે ઓળખાતા વડોદરાના મંગળ બજારમાં રોજિંદા 50 હજારથી વધુ ગ્રાહકો આસપાસના તાલુકાઓમાંથી ખરીદી માટે આવે છે. જો કે, આ ધમધમતા બજારની સાંકડી ગલીઓમાં મોટા મોટા શોરૂમ અને દુકાનોનો એટલો ભરાવો છે કે ત્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા જ નથી. બજારમાં ફાયર સેફ્ટીના નામે ખુલ્લેઆમ મજાક થઈ રહી છે. સ્થાનિકો અને નિષ્ણાતોના મતે, જો અહીં ક્યારેય આકસ્મિક આગ લાગે, તો ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી શકે તેમ જ નથી. સાંકડી ગલીઓથી સ્થિતી ગંભીર બની શકે પરિસ્થિતિ એટલી નાજુક છે કે તંત્રની ગાડીઓ પહોંચે તે પહેલાં જ મોટી હોનારત સર્જાઈ શકે છે. જો આવી ગીચ જગ્યાએ આગની સ્થિતિમાં નાસભાગ મચે, તો ગૂંગળામણ અને નાસભાગના કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી શકે છે. ગત સપ્તાહે જ આગનો બનાવ બન્યો હતો રાજકોટમાં સોની બજારની સાંકડી શેરીમાં એક વ્યક્તિ ન ચાલી શકે તેવી જગ્યામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી ગયા છે. કોમ્પલેક્ષમાં આગ થી બચવાની કોઈ જ વ્યવસ્થા જોવા મળી ન હતી. શોર્ટ સર્કિટ કે આગ લાગવા ની ઘટના ઘટે તો મોટી જાનહાનિ કે દુર્ઘટના ની ભીતી છે. ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે સોની બજારમાં ગેરકાયદ બિલ્ડિંગમાં આગ લાગી હતી જેમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. તપાસ બાદ ગેરકાયદે બિલ્ડિંગ હોવાનું સામે આવ્યું હતુંકોર્પોરેશન દ્વારા બિલ્ડીંગ સીલ કરાયું હતું રાજકોટમાં તંત્રએ સીલિંગની કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે વડોદરા મંગળ બજારના વેપારીઓ અને હજારો ગ્રાહકોની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવે અને કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. આ પણ વાંચો----    Gujarat Latest News live : RBI એ મોટી જાહેરાત કરી, રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો

Read Full Story arrow_forward