android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : હિન્દુ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, હોટલોમાં દુષ્કર્મ આચરી 3.50 લાખ પડાવનાર સોમિલ ઝડપાયો
calendar_today June 5, 2026

Surat : હિન્દુ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, હોટલોમાં દુષ્કર્મ આચરી 3.50 લાખ પડાવનાર સોમિલ ઝડપાયો

સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવવા અને દુષ્કર્મ ગુજારવાનો એક સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિન્દુ યુવક તરીકેની ખોટી ઓળખ આપી સુરતની એક માસૂમ યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર મૂળ મુસ્લિમ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટથી દબોચી લીધો છે. પકડાયેલા આરોપીની ઓળખ સોમિલ સલમીન મકવાણા તરીકે થઈ છે.યુવકે પોતાની ધાર્મિક ઓળખ છુપાવી પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી સોમિલ પરિણીત હોવા છતાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની અસલી ધાર્મિક ઓળખ છુપાવી હતી. પોતાનું હિન્દુ નામ જણાવી તેણે સુરતની યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ નરાધમ પીડિત યુવતીને સુરત અને યાત્રાધામ દ્વારકાની અલગ-અલગ હોટલોમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી પાસેથી પૈસા પણ પડાવ્યા  એટલું જ નહીં પણ યુવકે લગ્નના બહાના હેઠળ અને અલગ-અલગ મુશ્કેલીઓ દર્શાવીને આરોપીએ પીડિતા પાસેથી ટુકડે-ટુકડે આશરે 3.50 લાખની રકમ પણ પડાવી લીધી હતી. યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી જ્યારે યુવતીને આરોપીની અસલી ઓળખ અને તેના પરિણીત હોવાની ખબર પડી, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિતાએ આ મામલે તાત્કાલિક સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ગુહાર લગાવી હતી. વેસુ પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તુરંત ગુનો દાખલ કર્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી સોમિલ મકવાણા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો-----    Gujarat Latest News live : RBI એ મોટી જાહેરાત કરી, રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો

Read Full Story arrow_forward
Tamil Nadu Politics: ભાજપ અધ્યક્ષ નિતિન નવીને તમિલનાડુ ભાજપ પ્રમુખ અન્નામલાઈનું રાજીનામું સ્વીકાર્યું
calendar_today June 5, 2026

Tamil Nadu Politics: ભાજપ અધ્યક્ષ નિતિન નવીને તમિલનાડુ ભાજપ પ્રમુખ અન્નામલાઈનું રાજીનામું સ્વીકાર્યું

તેમના આ રાજીનામાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને સ્વીકારી લીધું છે. 2 જૂનના રોજ ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે પાર્ટી હાઈકમાન્ડને પક્ષ છોડવાના પોતાના નિર્ણય અંગે જાણકારી આપી હતી. મુલાકાત બાદ પાર્ટીએ અન્નામલાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કર્યા પછી તેમને ટૂંક સમયમાં જવાબ આપવામાં આવશે. આશરે 30 મિનિટ ચાલેલી આ બેઠક અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ તેમને હાલ માટે રાજીનામાનો નિર્ણય ટાળવા વિનંતી કરવામાં આવી હતી.અન્નામલાઈની આગળની યોજના શું હોઈ શકે? પૂર્વ આઈપીએસ અધિકારી અન્નામલાઈએ ઘણા મહિનાઓ પહેલાં જ પાર્ટી છોડવાની યોજના બનાવી લીધી હતી. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતા વિજય એક રાજકીય શક્તિ તરીકે ઉભરી આવ્યા બાદ તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.અન્નામલાઈ એક જનઆંદોલન શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે સૂત્રોએ વધુમાં જણાવ્યું કે અન્નામલાઈ એક જનઆંદોલન શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે અને એવી અટકળો પણ ચાલી રહી છે કે ભવિષ્યમાં આ જનઆંદોલન રાજકીય પક્ષનું સ્વરૂપ ધારણ કરી શકે છે.અન્નામલાઈએ કહ્યું હતું કે ટૂંક સમયમાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જોકે, પોતાની નવી રાજકીય પાર્ટી બનાવવાની ચર્ચાઓ વચ્ચે અન્નામલાઈએ કહ્યું હતું કે ટૂંક સમયમાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. દિલ્હી જતાં પહેલાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, "કૃપા કરીને રાહ જુઓ, અમે બે દિવસમાં બેઠક કરીને ચર્ચા કરીશું." તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તમામ પ્રશ્નોના જવાબ આપશે અને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અન્નામલાઈની આક્રમક રાજકીય શૈલીને કારણે રાજ્યમાં ભાજપની પૂર્વ સહયોગી પાર્ટી AIADMK સાથે તેમના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. આ પણ તેમના રાજકીય ભવિષ્ય અંગે ચાલી રહેલી ચર્ચાઓનું એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે.

Read Full Story arrow_forward
Karnataka કોંગ્રેસમાં ભડકો, મનગમતું ખાતું ન મળતા વરિષ્ઠ મંત્રી રામલિંગા રેડ્ડીનું રાજીનામું
calendar_today June 5, 2026

Karnataka કોંગ્રેસમાં ભડકો, મનગમતું ખાતું ન મળતા વરિષ્ઠ મંત્રી રામલિંગા રેડ્ડીનું રાજીનામું

કર્ણાટકના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તાજેતરમાં જ નેતૃત્વ પરિવર્તન કરીને સિદ્ધારમૈયાના સ્થાને ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. આ મોટા ફેરફારના હજુ માંડ બે દિવસ થયા છે ત્યાં જ કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેબિનેટ મંત્રી રામલિંગા રેડ્ડીએ શુક્રવારે અચાનક પોતાના મંત્રી પદેથી રાજીનામું ધરી દેતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજુ પણ કોંગ્રેસ પાર્ટીમાં જ છે અને પક્ષ છોડ્યો નથી.મનગમતો પોર્ટફોલિયો ના મળતા રાજીનામુ મળતી માહિતી મુજબ, રામલિંગા રેડ્ડી નવી સરકારમાં મનગમતો પોર્ટફોલિયો ન મળવાના કારણે સખત નારાજ ચાલી રહ્યા હતા. મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૫૩ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પક્ષમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેઓ ભૂતકાળમાં એમ. વીરપ્પા મોઈલી અને એસ.એમ. કૃષ્ણા જેવા દિગ્ગજ મુખ્યમંત્રીઓની કેબિનેટમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે ક્યારેય કોઈની પાસે પદ માંગ્યું નથી, પરંતુ વારંવાર તેમનું અપમાન કરવામાં આવ્યું છે, જે હવે સહન શક્તિની બહાર છે.  કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પક્ષમાં જ રહેશે રેડ્ડીએ વધુમાં ઉમેર્યું કે તેઓ નારાજ નથી પરંતુ માત્ર નિરાશ છે અને તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પક્ષમાં જ રહેશે. ખાસ વાત એ છે કે તેઓ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પોતાનું રાજીનામું નહીં સોંપે, પરંતુ પોતાના અંગત સચિવ મારફતે મુખ્યમંત્રી કાર્યાલય ને રાજીનામું મોકલી આપશે. કોંગ્રેસમાં અસંતોષ યથાવત રામલિંગા રેડ્ડી જેવા કદાવર નેતાના રાજીનામાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કર્ણાટક કોંગ્રેસમાં અંદરખાને ભારે અસંતોષ વ્યાપેલો છે. હાઈકમાન્ડે જૂથવાદ ખતમ કરવા નેતૃત્વ બદલ્યું હતું, પરંતુ શિવકુમારના શપથગ્રહણના બે જ દિવસમાં સર્જાયેલી આ કટોકટીએ હાઈકમાન્ડની ચિંતામાં મોટો વધારો કર્યો છે. આ પણ વાંચો----    Gujarat Latest News live : RBI એ મોટી જાહેરાત કરી, રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો

Read Full Story arrow_forward