android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ચોમાસા પહેલા જ મનપાને બ્રહ્મજ્ઞાન થયું, વરસાદ પહેલા ખાડા નહીં ખોદવા આદેશ
calendar_today June 4, 2026

Ahmedabad News: ચોમાસા પહેલા જ મનપાને બ્રહ્મજ્ઞાન થયું, વરસાદ પહેલા ખાડા નહીં ખોદવા આદેશ

ગુજરાતમાં ચોમાસાના વિધિવત પ્રારંભની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે.સીઝનના પહેલા જ સામાન્ય વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને રસ્તાઓ ધોવાઈ જવાની વ્યાપક ઘટનાઓ સામે આવ્યા બાદ આખરે કુંભકર્ણ નિદ્રામાં પોઢેલું AMC તંત્ર જાગ્યું છે.વહીવટી તંત્રને હવે બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ ઉતાવળે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેરના તમામ ઝોન અને વિભાગોને કડક સૂચના AMCના ઉચ્ચ સત્તાધીશો દ્વારા તાકીદની બેઠક યોજીને શહેરના તમામ ઝોન અને વિભાગોને કડક સૂચના આપવામાં આવી છે કે હવે ચોમાસાની આખી સીઝન દરમિયાન શહેરમાં ક્યાંય પણ નવા ખાડા ખોદવા નહીં.ગેસ લાઇન, ડ્રેનેજ, કેબલ કે અન્ય કોઈપણ કામગીરી માટે રસ્તાનું ખોદકામ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.  મનપા કમિશનરે એક મોટો આદેશ આપ્યો શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે એક મોટો આદેશ આપ્યો છે કે સમગ્ર શહેરમાં હાલમાં જ્યાં પણ ખોદકામ ચાલુ છે અથવા જે પણ હયાત ખાડાઓ છે તેને આગામી 7 દિવસની અંદર કોઈપણ સંજોગોમાં વ્યવસ્થિત રીતે પૂરી દેવામાં આવે.પહેલા જ વરસાદમાં પડેલા ભુવા અને ભરાયેલા પાણીના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય વધતા વિપક્ષ અને જનતાના ભારે રોષ બાદ મનપા બેકફૂટ પર આવી છે.હવે જોવાનું એ રહેશે કે આ 7 દિવસનું અલ્ટીમેટમ માત્ર કાગળ પર રહે છે કે ખરેખર અમદાવાદીઓને ખાડા મુક્ત રસ્તા મળે છે. આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતમાં ઘૂસણખોરોની ઊંઘ હરામ કરનાર ઓપરેશન ડેલ્ટા હન્ટની Inside Story

Read Full Story arrow_forward
Rajkot News: GUJCTOCના ફરાર થયેલા બે આરોપી ઝડપાયા, બંને સામે 38 ગુના દાખલ થઈ ચૂક્યા છે
calendar_today June 4, 2026

Rajkot News: GUJCTOCના ફરાર થયેલા બે આરોપી ઝડપાયા, બંને સામે 38 ગુના દાખલ થઈ ચૂક્યા છે

ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય શામજી મક્કા ગેંગના બાર જેટલા સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ ગત સપ્તાહે મુખ્ય ગેંગ લીડર શામજી મક્કાની પણ ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે ફરાર અન્ય બે આરોપીઓને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હરેશ ખીમસુરીયા તેમજ રોહિત રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા છે. 22 જેટલા ગંભીર પ્રકારના ગુના આચર્યા પોલીસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ખૂન,ખૂની કોશિશ સહિતના 09 જેટલા ગંભીર ગુના સહિત કુલ 38 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. આરોપીઓ દ્વારા ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ રચીને 2016થી 2025 દરમિયાન ખૂન ખૂનની કોશિશ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડવી અપહરણ કરવું લૂંટ કરવી ગેરકાયદેસર મંડળી રચીને હુમલાઓ કરવા તેમજ સરકારી અધિકારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા સહિતના 22 જેટલા ગંભીર પ્રકારના ગુના છેલ્લા દસ વર્ષમાં આચર્યા હોવાનું સામે આવ્યું છે. મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અગાઉ દેવસી મકવાણા, દિલીપ ઉર્ફે દિલો ચોહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ મકવાણા, કિરણ ખીમસુરીયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલુ મકવાણા તેમજ મેહુલ સોલંકી સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જે તમામ 9 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.શામજી મક્કા ગેંગના સાગરીતો દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની ધાક ઉભી કરવા માટે પ્રાણ ઘાતક હથિયારો વડે ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ કરવી, દારૂ જુગાર સહિતના 37 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે.જે પૈકી 22 ગુના ગંભીર પ્રકારની શ્રેણીમાં આવે છે. ત્યારે આ ગેંગની ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ તમામ આરોપીઓની ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલ મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતમાં ઘૂસણખોરોની ઊંઘ હરામ કરનાર ઓપરેશન ડેલ્ટા હન્ટની Inside Story

Read Full Story arrow_forward
Haryana : ફરીદાબાદમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઈટ પર ક્રેન પલટી, 3 મજૂરના મોત
calendar_today June 4, 2026

Haryana : ફરીદાબાદમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઈટ પર ક્રેન પલટી, 3 મજૂરના મોત

હરિયાણાના ફરીદાબાદમાં જ્વેર એરપોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટના નિર્માણ કાર્ય દરમિયાન ગુરુવારે મોટો અકસ્માત સર્જાયો છે. પનહેડા ખુર્દ નજીક નિર્માણાધીન ફ્લાયઓવર સાઇટ પર એક ભારે ક્રેન અચાનક બેકાબૂ બની પલટી ગઈ. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 3 મજૂરના મોત થયા છે, જ્યારે ત્રણથી ચાર મજૂરો ક્રેન નીચે દબાઈ ગયા હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ગર્ડર ઊંચકવાની કામગીરી કરવામાં આવી રહી હતી મળતી માહિતી મુજબ, ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ હેઠળ પુલના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભારે ક્રેનની મદદથી ગર્ડર ઊંચકવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અચાનક ક્રેનનું સંતુલન બગડતાં તે પલટી ગઈ હતી. અકસ્માત સમયે સ્થળ પર છથી સાત મજૂરો કામ કરી રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે નિર્માણ સ્થળે કાદવ અને જમીન ધસી જવાની સ્થિતિ સર્જાઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે ક્રેનનું સંતુલન બગડ્યું હોઈ શકે છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. અન્ય એક મજૂરની હાલત ગંભીર અકસ્માત બાદ સ્થાનિક લોકો અને અન્ય મજૂરો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ક્રેન નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, એક મજૂરને સર્વોદય હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક મજૂરની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને પોલીસ તેમજ સંબંધિત વિભાગો અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ સુરક્ષા નિયમોમાં કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તે સ્પષ્ટ થશે. આ પણ વાંચો : Ebola Case : હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનના એક નાગરિકને ઈબોલાના લક્ષણ, આઈસોલેશન સેન્ટરમાં મોકલાયો

Read Full Story arrow_forward