android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News: પાલિકાની ઘોર બેદરકારી સામે સવાલો ઉભા થયા
calendar_today June 4, 2026

Patan News: પાલિકાની ઘોર બેદરકારી સામે સવાલો ઉભા થયા

પાટણ નગરપાલિકાના બાંધકામ વિભાગની એક મોટી અને ચોંકાવનારી બેદરકારી સામે આવી છે.પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની ખરાઈ કર્યા વિના એક ખાનગી માલિકીની જમીન પર સીધે સીધો સરકારી રોડ બનાવી દેવામાં આવ્યો હોવાનો વિવાદ વકર્યો છે.આ સમગ્ર મામલો પાટણના વોર્ડ નંબર 10 વિસ્તારનો છે.જ્યાં અંદાજે 20 લાખના અધધ ખર્ચે સીસી રોડનું નિર્માણ કરી દેવાયું છે.ખાનગી જમીન પર રોડ બનાવવાના આ ગંભીર મામલે પાલિકાના ચીફ ઓફિસરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.ચીફ ઓફિસરે પાલિકાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, આ રસ્તો વર્ષોથી ત્યાં અસ્તિત્વમાં હતો.વર્ષ 2023-24માં આ રોડ બનાવવા માટેની સરકારી ગ્રાન્ટ મંજૂર થઈ હતી આ રસ્તો વર્ષોથી ત્યાં અસ્તિત્વમાં હતો વર્ષ 2025માં આ જ રસ્તા પર રીસર્ફેસિંગનું કામ કરવામાં આવ્યું હતું.જે તે સમયે બાંધકામ માટેની મંજૂરી મંગાઈ હતી પરંતુ કોઈ કારણોસર કામ આગળ વધ્યું નહોતું. ચીફ ઓફિસરે ઉમેર્યું કે રીસર્ફેસિંગની કામગીરી દરમિયાન પણ જમીન માલિક દ્વારા કોઈ વાંધા અરજી કે લેખિત રજૂઆત કરવામાં આવી નહોતી.સ્થાનિક લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક સીધી લાઇનનો રસ્તો બનાવવામાં આવ્યો છે.હાલમાં જો આ માર્ગ બંધ કરવામાં આવ્યો હશે તો તેને ટૂંક સમયમાં જ ફરીથી ખુલ્લો કરાવી દેવામાં આવશે.જો કે ખાનગી જમીન પર સરકારી નાણાંનો આવો આંધળો વપરાશ થતાં પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Read Full Story arrow_forward
Morbi News: હળવદના સાપકડામાં વીજ લાઇન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ
calendar_today June 4, 2026

Morbi News: હળવદના સાપકડામાં વીજ લાઇન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામેથી ખેડૂતોના આક્રોશ અને પોલીસ સાથેના ઘર્ષણના મોટા સમાચાર સામે આવ્યા છે. ગામમાંથી પસાર થતી હાઇટેન્શન વીજ લાઇનના થાંભલા નાખવા બાબતે યોગ્ય વળતરની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ દરમિયાન આજે કંપનીના કર્મચારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચતા મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું.યોગ્ય વળતરની માંગ સાથે ભારે વિરોધ હળવદથી વટામણ સુધી 765 કેવી (KV)ની મસમોટી વીજ લાઇન પસાર થઈ રહી છે, જે અંતર્ગત સાપકડા ગામના ખેડૂતોની જમીનમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. પોતાની કિંમતી જમીન ગુમાવનારા ખેડૂતો યોગ્ય અને પૂરતા વળતરની માંગ સાથે લાંબા સમયથી શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા. જોકે, વહીવટી તંત્ર દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાતા આજે એક ખેડૂતે અર્ધનગ્ન હાલતમાં આવીને કંપનીની કામગીરી સામે જોરદાર સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા અટકાયત કરાતા ખેડૂત બેભાન વીજ કંપનીની કામગીરીને અટકાવવા મથી રહેલા ખેડૂતોને કાબૂમાં લેવા માટે હળવદ પોલીસ સ્ટાફ તાત્કાલિક મેદાનમાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની અટકાયત (ડિટેન) કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ ખેંચતાણ અને ઘર્ષણ દરમિયાન અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી રહેલા ખેડૂતની તબિયત અચાનક લથડી ગઈ હતી અને તેઓ ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. તબિયત વધુ બગડતા ખેડૂતને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amit Shah 5 જૂને ત્રિપુરાની મુલાકાત લેશે, સરહદ સુરક્ષાની કરશે સમીક્ષા
calendar_today June 4, 2026

Amit Shah 5 જૂને ત્રિપુરાની મુલાકાત લેશે, સરહદ સુરક્ષાની કરશે સમીક્ષા

દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને સરહદ પર તૈનાત જવાનોનું મનોબળ વધારવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જૂને ત્રિપુરાના લંકામુરા બોર્ડર આઉટ પોસ્ટ (BOP)ની મુલાકાત લેશે. છેલ્લા 15 દિવસમાં આ તેમનો ત્રીજો સરહદી પ્રવાસ હશે. આ પહેલાં તેઓ રાજસ્થાનના સાંચૂ અને ગુજરાતના ભુજ સરહદી વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી ચૂક્યા છે.ગૃહમંત્રી BSFના જવાનો સાથે સીધો સંવાદ કરશે મુલાકાત દરમિયાન ગૃહમંત્રી BSFના જવાનો સાથે સીધો સંવાદ કરશે અને તેમની સાથે હાઈ-ટી કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ સરહદ પર તૈનાત જવાનોની કામગીરી, પડકારો અને જરૂરીયાતો અંગે માહિતી મેળવશે. આ મુલાકાતને જવાનોના ઉત્સાહવર્ધન અને સુરક્ષા દળો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. NDRFના આરઆરસી બિલ્ડિંગનું ઈ-શિલાન્યાસ પણ કરશે અમિત શાહ BSFના આવાસીય સંકુલ, જવાનોના ક્વાર્ટર્સ, ગાર્ડ કોમ્પ્લેક્સ તેમજ NDRFના આરઆરસી બિલ્ડિંગનું ઈ-શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી સરહદી વિસ્તારોમાં સુરક્ષા માળખું અને સુવિધાઓ વધુ મજબૂત બનવાની આશા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગૃહમંત્રી લંકામુરા બોર્ડર ચોકી ખાતે વૃક્ષારોપણ પણ કરશે. ઉપરાંત, તેઓ રાજ્ય સરકાર, BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે. બેઠકમાં ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા, ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવા, સ્માર્ટ ફેન્સિંગ, ડ્રોન, સેન્સર અને ડિજિટલ સર્વેલન્સ જેવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ગૃહમંત્રીની આ મુલાકાત પૂર્વોત્તર રાજ્યોની સુરક્ષા અને વિકાસને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી પ્રાથમિકતાનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહી છે. આ પણ વાંચો : Haryana : ફરીદાબાદમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઈટ પર ક્રેન પલટી, 3 મજૂરના મોત

Read Full Story arrow_forward