android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modi Governmentના 12 વર્ષ આગામી અઠવાડિયે થશે પૂર્ણ, જાણો શું છે સેલિબ્રેશનનો માસ્ટર પ્લાન
calendar_today June 4, 2026

Modi Governmentના 12 વર્ષ આગામી અઠવાડિયે થશે પૂર્ણ, જાણો શું છે સેલિબ્રેશનનો માસ્ટર પ્લાન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી સપ્તાહે 12 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ અવસરને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ દેશભરમાં વિશાળ જનસંપર્ક અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન હેઠળ સરકારના 12 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓની 5 અલગ અલગ બુકલેટ દ્વારા રજૂ કરવામાં આવશે.બુકલેટમાં મહત્વપૂર્ણ નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવશે આ બુકલેટોને અલગ-અલગ વિષયોમાં વહેંચવામાં આવી છે જેથી સરકારની મુખ્ય સિદ્ધિઓને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય. 'રાષ્ટ્ર પ્રથમ' બુકલેટમાં દેશહિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવશે. 'રાષ્ટ્ર નિર્માણ' બુકલેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોની વિગત હશે. જ્યારે 'રાષ્ટ્ર સશક્તિકરણ' બુકલેટમાં સૈન્ય શક્તિ, સર્જિકલ સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. વિવિધ જનસંપર્ક કાર્યક્રમો પણ યોજાશે પાર્ટીએ આ અભિયાનને 'બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના' તરીકે રજૂ કર્યું છે. આ અંતર્ગત 5 જૂનથી 21 જૂન 2026 સુધી વિવિધ જનસંપર્ક, સેવા અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે. 8 થી 12 જૂન દરમિયાન મીડિયા સંવાદ કાર્યક્રમો પણ યોજાશે, જેમાં કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને પાર્ટી નેતાઓ સરકારની ઉપલબ્ધિઓ રજૂ કરશે. આ સમયગાળા દરમિયાન 'વિકસિત ભારત સંકલ્પ પરિષદ' અને વિવિધ જનસંપર્ક કાર્યક્રમો પણ યોજાશે. જનપ્રતિનિધિઓ પોતાના વિસ્તારોમાં જઈને નાગરિકો સાથે સીધી વાતચીત કરશે અને વિકાસ યોજનાઓ વિશે માહિતી આપશે. ઉપરાંત, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને પ્રગતિ પથ યાત્રાઓ જેવા કાર્યક્રમો પણ યોજાશે. 'વિકસિત ભારત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવાશે 12 થી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેમાં આયુષ્માન ભારત, પીએમ સ્વનિધિ અને પીએમ સૂર્ય ઘર જેવી યોજનાઓ માટે પાત્ર નાગરિકોના રજિસ્ટ્રેશન કરવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 500 મહત્વપૂર્ણ વ્યક્તિઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 5 જૂને 'એક વૃક્ષ મા કે નામ' અભિયાન અને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમો પણ યોજાશે. પાર્ટીએ આ સમગ્ર અભિયાન માટે જિલ્લા અને રાજ્ય સ્તરે ખાસ ટીમો રચવાની સૂચના આપી છે અને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે આ અભિયાન સરકારની ઉપલબ્ધિઓને જનજન સુધી પહોંચાડશે અને 'વિકસિત ભારત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. આ પણ વાંચો : E85 પેટ્રોલ આવી રહ્યું છે, રેગ્યુલર ફ્યૂલથી હશે સસ્તું! પેટ્રોલિયમ મંત્રીએ આપી જાણકારી

Read Full Story arrow_forward
Parliament Monsoon Session: સંસદના ચોમાસું સત્રમાં ડિલિમિટેશન બિલ લાવવાની તૈયારી, વિપક્ષી દળોના સંપર્કમાં કેન્દ્ર સરકાર
calendar_today June 4, 2026

Parliament Monsoon Session: સંસદના ચોમાસું સત્રમાં ડિલિમિટેશન બિલ લાવવાની તૈયારી, વિપક્ષી દળોના સંપર્કમાં કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકાર આગામી ચોમાસું સત્રમાં ડિલિમિટેશન બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ વખતે સરકાર બિલ રજૂ કરતા પહેલા તમામ મોટા પ્રાદેશિક પક્ષોને સાથે લઈને આગળ વધવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ અંતર્ગત તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સહિતના પક્ષો સાથે પ્રાથમિક ચર્ચા શરૂ થઈ ચૂકી છે.અગાઉ આ મુદ્દે ભારે વિરોધ થયો હતો મળતી માહિતી મુજબ સરકાર આ વખતે વધુ વ્યૂહાત્મક રીતે આગળ વધવા માગે છે, કારણ કે અગાઉ આ મુદ્દે ભારે વિરોધ થયો હતો. તેથી જ બિલને અંતિમ સ્વરૂપ આપવા પહેલાં જ પ્રાદેશિક પક્ષો સાથે ચર્ચા કરીને સહમતિ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. TMCના કેટલાક સાંસદોએ સરકાર સાથે વાતચીત કરવા અને ચર્ચામાં ભાગ લેવા માટે સકારાત્મક વલણ દર્શાવ્યું છે. જોકે પાર્ટીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. DMKનું શું છે વલણ? DMKએ પણ હાલમાં કોઈ કડક વિરોધ નોંધાવ્યો નથી. પાર્ટી સરકાર દ્વારા રજૂ થનારા નવા ડ્રાફ્ટ બિલની રાહ જોઈ રહી છે. ડ્રાફ્ટ આવ્યા બાદ જ તે પોતાની સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ કરશે. પરિસીમન એટલે લોકસભા અને વિધાનસભા બેઠકોની સીમાઓ ફરીથી નક્કી કરવાની પ્રક્રિયા. વસ્તી પરિવર્તન અને સ્થળાંતર જેવા કારણોસર સમયાંતરે આ પ્રક્રિયા કરવામાં આવે છે. વિવાદ શું છે? દક્ષિણ ભારતના રાજ્યો જેમ કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં વસ્તી વૃદ્ધિ ઓછી રહી છે કારણ કે ત્યાં પરિવાર નિયોજનનું પાલન વધુ થયું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વસ્તી વધારે વધી છે. જો વસ્તી આધારે બેઠકો નક્કી થાય તો દક્ષિણના રાજ્યોની લોકસભા શક્તિ ઘટી શકે છે, જેનો વિરોધ ત્યાંના રાજ્યો કરી રહ્યા છે. સરકારની રણનીતિ સરકાર ઈચ્છે છે કે બિલ રજૂ કરતા પહેલા વધુમાં વધુ પક્ષોની સહમતિ મેળવી શકાય જેથી સંસદમાં તેને પસાર કરવામાં સરળતા રહે. આ માટે વધુ બેઠકો અને ચર્ચાઓ થવાની શક્યતા છે. પ્રથમ સરકાર નવું ડ્રાફ્ટ બિલ તૈયાર કરશે અને ત્યારબાદ તમામ પક્ષોને રજૂ કરશે. સહમતિ બને તો ચોમાસું સત્રમાં બિલ રજૂ થઈ શકે છે, નહીં તો વિવાદ અને વિરોધની સ્થિતિ ઉભી થઈ શકે છે. ભારતમાં અત્યાર સુધી 1952, 1962, 1973 અને 2002 એમ ચાર વખત પરિસીમન કરવામાં આવ્યું છે. હાલ 543 લોકસભા બેઠકો સ્થિર રાખવામાં આવી છે. આ પણ વાંચો : Modi Governmentના 12 વર્ષ આગામી અઠવાડિયે થશે પૂર્ણ, જાણો શું છે સેબિબ્રેશનનો માસ્ટર પ્લાન

Read Full Story arrow_forward
World Yogasana Championship: યોગાસનનો જેમ જેમ વિસ્તાર થશે તેમ તેમ નવી સંભાવના વધશે : વડાપ્રધાન મોદી
calendar_today June 4, 2026

World Yogasana Championship: યોગાસનનો જેમ જેમ વિસ્તાર થશે તેમ તેમ નવી સંભાવના વધશે : વડાપ્રધાન મોદી

અમદાવાદની ધરતી પરથી વૈશ્વિક રમત જગતમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. શહેરના એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રથમ વખત વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે થયો. અમદાવાદ એક ઐતિહાસિક હેરિટેજ સિટી: PM વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં તમામ સ્પર્ધકોનું સ્વાગત કરતા જણાવ્યું કે અમદાવાદ એક ઐતિહાસિક હેરિટેજ સિટી છે અને અહીં વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપનું આયોજન ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે યોગાસનને એક સ્પર્ધાત્મક રમત તરીકે નવી ઓળખ મળી છે અને ભવિષ્યમાં તે આંતરરાષ્ટ્રીય રમત જગતમાં વધુ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે. પીએમ મોદીએ યાદ અપાવ્યું કે એક દાયકાથી વધુ પહેલા ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને 190થી વધુ દેશોએ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે યોગ માત્ર શરીરને રોગમુક્ત રાખવાનો માર્ગ નથી, પરંતુ ઓછા ખર્ચે સ્વસ્થ જીવનશૈલી માટેનું ઉત્તમ સાધન પણ છે. 4થી 8 જૂન દરમિયાન યોજાઈ રહી છે ચેમ્પિયનશીપ આ ચેમ્પિયનશીપ 4થી 8 જૂન દરમિયાન યોજાઈ રહી છે, જેમાં લગભગ 70 દેશોના 500 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા યોજાઈ રહી છે, જે યોગ અને વેલનેસને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે યોગાસનના વિસ્તરણથી ખેલાડીઓ માટે નવી કારકિર્દી તકો ઉભી થશે, જેમાં કોચ, ઈવેન્ટ મેનેજમેન્ટ અને રિસર્ચ જેવા ક્ષેત્રો પણ સામેલ છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં યોગાસન કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવા મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પણ સ્થાન મેળવશે. આ ચેમ્પિયનશીપને વૈશ્વિક યોગ આંદોલનનો મહત્વપૂર્ણ ભાગ ગણાવીને તેને અમદાવાદ માટે ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે. આ પમ વાંચો : Parliament Monsoon Session: સંસદના ચોમાસું સત્રમાં ડિલિમિટેશન બિલ લાવવાની તૈયારી, વિપક્ષી દળોના સંપર્કમાં કેન્દ્ર સરકાર

Read Full Story arrow_forward