android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News: પાપી પિતાએ સગી દીકરીને ત્રણ દિવસ સુધી પીંખી
calendar_today June 4, 2026

Navsari News: પાપી પિતાએ સગી દીકરીને ત્રણ દિવસ સુધી પીંખી

નવસારી જિલ્લામાંથી માનવતા અને પવિત્ર સંબંધોને લજવતો એક અત્યંત ઘૃણાસ્પદ અને કાળજા કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. જે પિતાના સાયડામાં દીકરી સુરક્ષિત અનુભવતી હોય છે, તે જ પિતા રાક્ષસ બન્યો હોવાની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. નવસારીમાં એક નરાધમ પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર દીકરી પર સતત ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ મામલે પીડિતાની માતાએ હિંમત દાખવી નરાધમ પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.સગીરા પોતાની માતા આગળ રડી પડી ઘટનાની મળતી વિગતો અનુસાર, પાપી પિતાની હવસનો ભોગ બનેલી 14 વર્ષીય માસૂમ સગીરા આ અસહ્ય અત્યાચારથી અંદરથી તૂટી ગઈ હતી. આખરે નરાધમ પિતાની હેવાનિયત સામે સગીરા પોતાની માતા આગળ રડી પડી હતી અને આખી આપવીતી જણાવી દીધી હતી. દીકરીના મોઢે સગા પિતાના જ આ કાળા કરતૂતો સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ સહેજ પણ મોડું કર્યા વિના તાત્કાલિક પોલીસ મથકે પહોંચીને પોતાના જ પતિ વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફાંસીની સજાની માગ પોલીસ મથકે ગુનો નોંધાતા જ લંપટ અને નરાધમ પિતા ધરપકડના ડરથી ભાગી છૂટ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની ગંભીરતાને જોતાં નવસારી પોલીસ તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી લીધો હતો. પોલીસે સગીરાને પીંખી નાખનાર પાપી પિતા વિરૂદ્ધ પોક્સો (POCSO) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બીજી તરફ, માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે સગીરાની માતાએ નરાધમ પતિને કડક સજા થાય અને કોર્ટ તેને ફાંસીની સજા ફટકારે તેવી ઉગ્ર માગ કરી છે. આ પણ વાંચો - Navsari: દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પ્રસરી ઠંડક, ગરમીથી રાહત

Read Full Story arrow_forward
Surat News: વેસુમાં શોપિંગ સેન્ટરની લિફ્ટમાં રૂ. 17,500ની લૂંટ, CCTVના આધારે શાતિર લૂંટારુ ઝડપાયો
calendar_today June 4, 2026

Surat News: વેસુમાં શોપિંગ સેન્ટરની લિફ્ટમાં રૂ. 17,500ની લૂંટ, CCTVના આધારે શાતિર લૂંટારુ ઝડપાયો

સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક જાણીતા શોપિંગ સેન્ટરની લિફ્ટમાં અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિને આંતરીને લૂંટ ચલાવી હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ એક્શનમાં આવેલી વેસુ પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને દબોચી લીધો છે, જ્યારે તેના અન્ય બે સાગરીતો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.લિફ્ટમાં એક વ્યક્તિને આંતરીને ચલાવી લૂંટ વેસુ વિસ્તારમાં આવેલા 'મની આર્કેડ શોપિંગ સેન્ટર'ની લિફ્ટમાં આ લૂંટનો બનાવ બન્યો હતો. ત્રણ લૂંટારુઓની ટોળકીએ લિફ્ટની અંદર એક વ્યક્તિને એકલતાનો લાભ લઈને આંતર્યો હતો. લૂંટારુઓએ તેને ડરાવી-ધમકાવીને તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને કુલ રૂ. 17,500ની મતા લૂંટી લીધી હતી અને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ભોગ બનનારે આ અંગે તાત્કાલિક વેસુ પોલીસ મથકનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ તેજ લૂંટની ગંભીર ઘટનાને પગલે વેસુ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે શોપિંગ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચકાસતા લૂંટારુઓની ઓળખ મળી ગઈ હતી. ફૂટેજના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી અજય લાખાણેની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અજય અગાઉ પણ અનેક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sabarkantha News: હિંમતનગર પાલિકાના કોર્પોરેટરે સામાન્ય સભામાં હોબાળા બાદ અમિત શાહને પત્ર લખ્યો
calendar_today June 4, 2026

Sabarkantha News: હિંમતનગર પાલિકાના કોર્પોરેટરે સામાન્ય સભામાં હોબાળા બાદ અમિત શાહને પત્ર લખ્યો

હિંમતનગર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ કમીટીઓની રચનાની જાહેરાત કરાયા બાદ પાલિકાના એક સિનીયર કોર્પોરેટરે ચાલુ સામાન્ય સભામાં બળાપો કાઢીને મનોવ્યથા ઠાલવી હતી. નારાજ થયેલા આ કોર્પોરેટરે હિંમતનગરમાં ભાજપમાં ચાલતી સિન્ડીકેટ સિસ્ટમ અંગેના આક્ષેપ સાથેની રજૂઆત તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને કરી છે.જેમાં વોર્ડ નં.1,8,11,9ના તથા સંગઠનના હોદેદારો પર કરેલા આક્ષેપો બુધવારે સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ હિંમતનગર નગરપાલિકામાં ભાજપના રાજકારણમાં ભડકો શરૂ થવાના એંધાણ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહને કરેલી લેખિત રજૂઆત હિંમતનગર પાલિકામાં સતત ત્રણ ટર્મથી ચૂંટાતા નારાજ કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહને કરેલી લેખિત રજૂઆતમાં એવા આક્ષેપ કર્યા છે કે,તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીમાં જે ટીકીટો આપવામાં આવી હતી તેમાં વર્ષ 2022માં કોંગ્રેસમાંથી ધારાસભ્યની સાથે આવેલા કોંગ્રેસીઓને ટીકીટ અપાઈ છે. વોર્ડ નં.1માં ચૂંટાયેલા ગોપાલસિંહ રાઠોડ આજીવન કોંગ્રેસના કાર્યકર હતા અને હવે તેમને નગરપાલિકાના ઉપપ્રમુખ બનાવી દેવાયા છે.તેજ પ્રમાણે તેજલબેન રાવલના સસરા કોંગ્રેસમાંથી આવ્યા છે. તેઓ પ્રાથમિક સભ્ય પણ નથી.વોર્ડ નં.8માં ચૂંટાયેલા ધર્મરાજસિંહ દેવડાના પિતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ધર્મરાજસિંહને ભાજપે ટીકીટ આપી છે.વોર્ડ નં.11માં ભાનુભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા પ્રમુખના ગામના છે.હિંમતનગરમાં બે વર્ષથી રહેવા આવ્યા પછી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સીધા કોર્પોરેટર બની ગયા છે. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પુરાવા સાથે રજૂઆત ટીપી ચેરમેન ગોપાલ પ્રજાપતિ ઉપર ચેક રિર્ટનની અનેક ફરિયાદો થઈ છે.ટીકીટ વહેંચણી વખતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પુરાવા સાથે રજૂઆત કરાઈ હોવા છતાં જિલ્લા સેંગઠનના મહામંત્રી બિપીન ઓઝાએ ગોપાલ પ્રજાપતિની તરફેણ કરી હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરાયો છે.વોર્ડ નં.6માં ચૂંટાયેલા અને બિલ્ડર હિતેશ પટેલ ભાજપના કાર્યકર કે પ્રાથમિક સભ્ય નથી.છતાં તેમને સંગઠનના આ પદાધિકારીએ ટીકીટ અપાવી હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.નગરપાલિકામાં ચૂંટાયેલા જતિન કહાર તેમના પિતાના અવસાન બાદ ભાજપના કોઇ કાર્યક્રમમાં આવ્યા નથી છતાં તેમને ટીકીટ મળી છે.વોર્ડ નં.9માં દિનેશ પરમાર અને જિલ્લા સંગઠનના એક પદાપિકારી વ્યવસાયમાં ભાગીદાર હોવાને નાતે કોર્પોરેટરની ટીકીટ મળી છે.રૂચી શાહને પણ સંબધી હોવાને નાતે ટીકીટ મળી હતી.તેવું જ ભૂમિબેન મહેતા, દર્શનાબેન પંચાલ, વૈદેહી સોનીને પણ આ પદાધિકારીએ વગ વાપરીને કોર્પોરેટરની ટીકીટ અપાવી વિજયી બનાવવા માટે અથાગ પ્રયાસ કર્યા હતા તાલુકામાથી એકપણ કાર્યકરને મહત્વનો હોદ્દો અપાયો નથી ગોવિંદસિંહ રાઠોડે એવો પણ આક્ષેપ કર્યો છે કે, દક્ષાબેન રાઠોડ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાના મિત્રના બહેન છે.તેઓ ગાંધીનગર રહે છે.તેમને પણ ટીકીટ મળી, હિરવાબેન સાધુને પણ ટીકીટ મળી હતી.આમ ભાજપના પાયાના કાર્યકરોને સાઇડલાઇન કરી દેવાયા છે અને મુળ કોંગ્રેસીઓને ટીકીટ અપાઈ છે જેના લીધે હિંમતનગરમાં કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા નિકળેલ રાજકારણીઓ ભાજપને કોગ્રેસ યુકત ભાજપ બનાવી રહ્યા છે.હિંમતનગર તાલુકામાં અને શહેરમાં ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી હોવા છતાં તાલુકામાથી એકપણ કાર્યકરને મહત્વનો હોદ્દો અપાયો નથી.આ પણ વાંચોઃ Gujarat News: ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારો જાહેર કર્યા

Read Full Story arrow_forward