android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પાંડેસરા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, રીઢા ગુનેગાર બેચર કાકડિયાને કોર્ટે ફટકારી ફાંસીની સજા
calendar_today June 4, 2026

Surat News: પાંડેસરા હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, રીઢા ગુનેગાર બેચર કાકડિયાને કોર્ટે ફટકારી ફાંસીની સજા

સુરતની સેશન્સ કોર્ટે એક અત્યંત ક્રૂર અને લોહીલુહાણ હત્યાના કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે પાંડેસરા વિસ્તારમાં બનેલી આ ઘટનાને 'રેરેસ્ટ ઓફ ધ રેર' (અપવાદરૂપમાં પણ અપવાદરૂપ) ગણીને મુખ્ય આરોપી બેચરભાઈ ભગવાનભાઈ કાકડિયાને દોષિત ઠેરવી ફાંસીની (મૃત્યુદંડની) સજા ફટકારી છે. ધંધાકીય અદાવતમાં નિર્દોષ યુવાનની હત્યા કરનારા આ આરોપીની ક્રૂરતા સામે અદાલતે કડક વલણ અપનાવ્યું છે.23 વર્ષના પુત્રની એસિડ અને કટર વડે હત્યા આ ભયાનક કેસની વિગતો મુજબ, આરોપી બેચર કાકડિયાને તેના ભાગીદાર કીર્તીભાઈ સાથે રૂપિયા 15 લાખની લેતી-દેતી બાબતે ધંધાકીય અદાવત ચાલી રહી હતી. આ વેરનો બદલો લેવા માટે આરોપીએ કીર્તીભાઈના 23 વર્ષના માસૂમ પુત્ર યશને નિશાન બનાવ્યો હતો. આરોપીએ સંપૂર્ણ પૂર્વ આયોજન સાથે યુવાન પર પહેલા જલદ એસિડ રેડ્યું હતું અને ત્યારબાદ તે જીવ બચાવવા ભાગ્યો તો પાછળ દોડીને કટરના ઘા ઝીંકી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. આરોપીનો ભયાનક ગુનાહિત ઇતિહાસ ચુકાદો આપતી વખતે અદાલતે પુરાવાઓ અને એફએસએલ (FSL) રિપોર્ટની સાથે આરોપીના ગંભીર ગુનાહિત ઇતિહાસની પણ નોંધ લીધી હતી. આરોપી અગાઉ વર્ષ 1999માં પોતાના સાળાની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી ચૂક્યો હતો અને જેલમુક્ત થયા બાદ તેણે ફરી એ જ મોડેસ ઓપરેન્ડીથી આ બીજી હત્યાને અંજામ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે આવા રીઢા અને સુધારા વગરના ગુનેગારને સમાજમાં ખુલ્લો રાખવો સુરક્ષા માટે જોખમી હોવાથી તેને ફાંસીની સજા અનિવાર્ય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
4 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today June 4, 2026

4 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. Gandhinagar News: ગુજરાતમાં ઘૂસણખોરોની ઊંઘ હરામ કરનાર ઓપરેશન ડેલ્ટા હન્ટની Inside Story2. Gujarat News: ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારો જાહેર કર્યા3. Chhota Udepur News: બોડેલી સેવા સદનની પ્રાંત કચેરીમાં લાગી ભીષણ આગ, લોકોમાં મચી નાસભાગ4. Morbi News: હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, 40 ગામોમાં રોગચાળાનું જોખમ5. Rakot News: ધનાઢય વેપારીઓને પ્રેમની જાળમાં ફસાવતી હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર પ્રિયંકા ઉર્ફે પીયુ સહિત 11 ઝડપાયા6. Surat : SMCના આસિસ્ટન્ટ એન્જિનિયરનો બેફામ ભ્રષ્ટાચાર, 5 વર્ષ પહેલા પણ લાંચ લેતા ઝડપાયો હોવાનો ઘટસ્ફોટ7. Ebola Case : હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનના એક નાગરિકને ઈબોલાના લક્ષણ, આઈસોલેશન સેન્ટરમાં મોકલાયો8. Delhi Hotel Fire Case : સાકેત કોર્ટે મુખ્ય આરોપી લવકેશ બજાજની 4 દિવસની પોલીસ કસ્ટડી કરી મંજૂર9. Rajesh Exports પર 15.15 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ, શું LIC અને કેનરા બેન્કના પૈસા પણ ફસાયા?10. TikTok નો કમાલ, મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને આ વ્યક્તિ બન્યો એશિયાનો બીજો સૌથી ધનિક

Read Full Story arrow_forward
Kutch News: સૃષ્ટી વિરૂદ્ધ કૃત્યના પ્રયાસ કરનાર આરોપીને 20 વર્ષની સજા
calendar_today June 4, 2026

Kutch News: સૃષ્ટી વિરૂદ્ધ કૃત્યના પ્રયાસ કરનાર આરોપીને 20 વર્ષની સજા

કચ્છ જિલ્લાના ભુજની સ્પેશિયલ કોર્ટ દ્વારા બાળ સુરક્ષા અને ન્યાય પ્રણાલીને મજબૂત કરતો એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સાડા પાંચ વર્ષના એક માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કરનાર નરાધમ આરોપીને ભુજ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભૂજ કોર્ટના આ કડક વલણથી વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી ઘટનાની મળતી વિગતો અનુસાર, આ સનસનીખેજ અને કમકમાટીભરી ઘટના વર્ષ 2025માં બની હતી. આ મામલે ભુજ તાલુકાના પ્રાગપર પોલીસ મથકે આરોપી બળદેવપુરી ગુંસાઈ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ સાડા પાંચ વર્ષના નિર્દોષ બાળકને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાગપર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપી બળદેવપુરી ગુંસાઈ સામે ગુનો અદાલતમાં આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. આ સમગ્ર કેસ દરમિયાન કોર્ટ સમક્ષ 15 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને 12 જેટલા સાક્ષીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સાક્ષીઓ અને પુરાવાના આધારે આરોપી બળદેવપુરી ગુંસાઈ સામે ગુનો સાબિત થયો હતો. 20 વર્ષની સખત કેદની સજા ભુજ કોર્ટે માસૂમ બાળક પર થયેલા અત્યાચારના આ કેસને ગંભીર ગણીને આરોપીને કોઈ પણ પ્રકારની દયા વગર 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. કાયદાના નિષ્ણાતોના મતે, આવા કડક ચુકાદાઓ સમાજમાં દાખલો બેસાડશે અને બાળકો વિરૂદ્ધ થતા ગુનાઓ અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પણ વાંચો - Rajkot અને Kutchમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ પોલીસ એક્શન, 40થી વધુની અટકાયત

Read Full Story arrow_forward