android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News: અલારસા ગામે લીમડાનું ઝાડ ધરાશાયી, એકનું મોત
calendar_today June 4, 2026

Anand News: અલારસા ગામે લીમડાનું ઝાડ ધરાશાયી, એકનું મોત

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામેથી એક અત્યંત કરૂણ અને માઠા સમાચાર સામે આવ્યા છે. અલારસા ગામના બસ સ્ટેન્ડ પાસે બપોરના સુમારે એકાએક એક તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વૃક્ષ નીચે રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટની લારી દબાઈ ગઈ હતી. ઝાડ નીચે દબાઈ જવાને કારણે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક ટેમ્પો ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.વાહનોનો કચ્ચરઘાણ ઘટનાની મળતી વિગતો અનુસાર, બોરસદના ફતેપુર વિસ્તારમાં રહેતા ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો લઈને અલારસા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ આ આકાશી આફત ત્રાટકી હતી. વર્ષો જૂનું તોતિંગ લીમડાનું ઝાડ અચાનક મૂળમાંથી ઉખડીને રસ્તા પર પડતાં ટેમ્પો, રિક્ષા અને ત્યાં ઊભેલી ફ્રૂટની લારી તેનો ભોગ બની હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વાહનોને ભારે નુકસાન થયું હતું. ફતેપુરના રહીશનું મોત ઝાડ પડવાનો મોટો અવાજ આવતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ઝાડ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, બોરસદના ફતેપુરના રહીશ એવા ટેમ્પો ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોટી જાનહાનિ ટળી સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બપોરના સમયે બની હોવાથી મોટી જાનહાનિ ટળી છે, કારણ કે સાંજના સમયે આ બસ સ્ટેન્ડ અને વૃક્ષ નીચે મોટી સંખ્યામાં લોકો બેસતા હોય છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર અલારસા પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Anand News: લાઓસમાં ફસાયેલી બોરસદની બે યુવતીઓનું 'ઓપરેશન મહીસાગર 2.0' હેઠળ સફળ રેસ્ક્યુ

Read Full Story arrow_forward
Banaskantha News: કાંકરેજના રાણકપુર ગામમાં કેનાલમાં પાણી પીવા ગયેલો યુવક ડૂબ્યો
calendar_today June 4, 2026

Banaskantha News: કાંકરેજના રાણકપુર ગામમાં કેનાલમાં પાણી પીવા ગયેલો યુવક ડૂબ્યો

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામેથી એક અત્યંત કરુણ અને ચિંતાજનક ઘટના સામે આવી છે.રાણકપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવક અચાનક ડૂબી ગયો હોવાના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. યુવક કેનાલના કિનારે પાણી પીવા માટે ગયો હતો મળતી પ્રાથમિક વિગતો અનુસાર, શિહોરી ગામના વતની ગલબાજી ઠાકોર નામના યુવક કેનાલમાં ડૂબ્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુવક કેનાલના કિનારે પાણી પીવા માટે ગયો હતો, તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જોતજોતામાં પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો અને યુવકના પરિવારજનો મોટી સંખ્યામાં કેનાલ પર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી આ અંગે સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકને બચાવવા માટે કેનાલના ધસમસતા પ્રવાહમાં ભારે શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે, કલાકોની સખત જહેમત અને લાંબી શોધખોળ બાદ પણ હજુ સુધી ડૂબેલા યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. યુવક ન મળતા પરિવારમાં ભારે આક્રંદ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચોઃ Kachchh News: કચ્છના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશબંધી, જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

Read Full Story arrow_forward
Gandhinagar News: વડાપ્રધાન મોદી આવતીકાલે સુરત પ્રવાસે, આપશે 18 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ
calendar_today June 4, 2026

Gandhinagar News: વડાપ્રધાન મોદી આવતીકાલે સુરત પ્રવાસે, આપશે 18 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ

વડાપ્રધાન મોદી આવતીકાલે 5 જૂન 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને 18777 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 4852 કરોડના ખર્ચે 5 પ્રોજેક્ટસનું ખાતમુહૂર્ત અને 13926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. અન્ય 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે વડાપ્રધાન મોદી આગામી 5 જૂનના રોજ સુરત ખાતેથી 16968 કરોડના ભારતના સરકારના 7 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.આ પ્રોજેક્ટ્સમાં નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD)ના 1 પ્રોજેક્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે. NHAI હેઠળ ₹7689 કરોડના ખર્ચે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે (પેકેજ VI અને VII)નું લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત, ₹4732 કરોડના ખર્ચે NHAIના અન્ય 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.ગુજરાત સરકારના આ પ્રોજેક્ટ્સમાં GIDC હેઠળ 1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.જેમાં ભરૂચ અને વલસાડ ખાતે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે. 50 બેડની આયુષ હોસ્પિટલનું લોકાર્પણ આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ સુરત ખાતે રીજનલ સાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ઓલ્ડ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે 100 બેડ્સની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 50 બેડની આયુષ હોસ્પિટલનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ હેઠળ બોરદા-સાતકાશી-શેરૂલા રોડનું લોકાર્પણ, પંચાયત વિભાગ હેઠળ ડાંગ જિલ્લા પંચાયત ઓફિસના નવા બિલ્ડીંગનું લોકાર્પણ તેમજ શહેરી વિકાસ વિભાગ હેઠળ સાઉથ-વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં આવેલા ભટાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે કન્વેન્શનલ એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ અંતર્ગત 90 એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે અપગ્રેડેશનની કામગીરી તેમજ વાપી સ્ટોર્મ વૉટર ડ્રેઇન (SWD)નું લોકાર્પણ કરવામાં આવશે. આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાતમાં ઘૂસણખોરોની ઊંઘ હરામ કરનાર ઓપરેશન ડેલ્ટા હન્ટની Inside Story

Read Full Story arrow_forward