android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
IRCTC Food: ટ્રેનના ભોજનમાં હવે AIનો પહેરો..સ્વચ્છ અને ગુણવત્તા જાળવવા IRCTC એક્શનમાં
calendar_today June 4, 2026

IRCTC Food: ટ્રેનના ભોજનમાં હવે AIનો પહેરો..સ્વચ્છ અને ગુણવત્તા જાળવવા IRCTC એક્શનમાં

ભારતીય રેલ્વે (Indian Railways) મુસાફરોની સુવિધા અને સ્વાસ્થ્યને લઈને સતત હાઈટેક બની રહી છે. ટ્રેનો અને સ્ટેશનો પર મળતા ખોરાકની ગુણવત્તા (Food Quality) સુધારવા માટે IRCTC એ એક મોટું પગલું ભર્યું છે. હવે દેશભરના રેલ્વે કિચન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેમેરા દ્વારા ચોવીસેય કલાક (24x7) કડક નજર રાખવામાં આવી રહી છે.ભોજનમાંથી ગુણવત્તા જળવાશે  ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાવા-પીવાની ચિંતા કરતા મુસાફરો માટે ખૂબ જ સારા સમાચાર છે. IRCTC એ રેલ્વેના બેઝ કિચનમાં ભોજન બનાવવાની પ્રક્રિયાની 'રાઉન્ડ ધ ક્લોક' (ચોવીસ કલાક) દેખરેખ રાખવા માટે એઆઈ-આધારિત મોનિટરિંગ સિસ્ટમ (AI Monitoring System)*લાગુ કરી છે. આ હાઈટેક સિસ્ટમથી ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તા પહેલા કરતા ઘણી બહેતર બનશે. એટલે હવે ટ્રેનના ભોજનમાંથી જીવાત નીકળવાના કિસ્સા નહી બને. 800થી વધુ કિચન પર 2,394 કેમેરાનો ચોકી પહેરો દેશભરમાં આવેલા IRCTC ના 800 થી વધુ મોટા રસોડા (Base Kitchens) પર હાલમાં **2,394 એઆઈ-આધારિત કેમેરા** ગોઠવવામાં આવ્યા છે. આ તમામ કેમેરાનું લાઇવ કનેક્શન દિલ્હીમાં આવેલા સેન્ટ્રલ વોર રૂમ (Central War Room) સાથે છે, જ્યાંથી આખા દેશના રેલ્વે કિચનનું મોનિટરિંગ થાય છે.  AI સિસ્ટમ કઈ 9 પ્રકારની ભૂલો પકડી પાડે છે?આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ એટલી એડવાન્સ છે કે તે રસોડામાં થતી નાની-નાની ગેરરીતિઓ પણ તુરંત પકડી પાડે છે: 1. રસોડામાં અસ્વચ્છતા કે ગંદકી હોવી. 2. રસોઈયા (શેફ) દ્વારા માથા પર હેયરનેટ (Hairnet) ન પહેરવું. 3. હાથમાં પારદર્શક ગ્લોવ્ઝ (Gloves) ન પહેરવા. 4. સમયસર સફાઈ કે પોતું ન થવું. 5. રસોડામાં ઉંદર, માખી કે વંદા (Cockroaches) ની હાજરી હોવી. (આ સિવાય અન્ય સુરક્ષા અને હાઈજીન સંબંધિત પ્રોટોકોલનું ઉલ્લંઘન પણ આ કેમેરા પકડી પાડે છે). આ હાઈટેક સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?IRCTC એ આ વ્યવસ્થા આશરે અઢી વર્ષ પહેલા શરૂ કરી હતી, જેને હવે વધુ વ્યાપક અને કડક બનાવવામાં આવી છે. રેલ્વેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કેમેરાની પાછળ કામ કરતી AI ટેક્નોલોજી એટલી પાવરફુલ છે કે તે 7-8 મિલીમીટર જેટલા નાના જીવડાં કે કીડા ને પણ સ્ક્રીન પર પકડી પાડે છે. રસોડામાં કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થતાં જ સિસ્ટમ આપોઆપ સંબંધિત કિચન મેનેજરના મોબાઈલ પર એલર્ટ મેસેજ મોકલે છે. જો નિયત સમયમાં સુધારો કરવામાં ન આવે, તો મામલો સિનિયર ઓથોરિટી પાસે જાય છે અને સામાન્ય રીતે 2 કલાકની અંદર જ જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. સૌથી વધુ ઉલ્લંઘન ક્યાં નોંધાયા?અધિકારીઓએ જણાવ્યું કે કિચનમાં સૌથી સામાન્ય ભૂલ ખાવાનું બનાવતી વખતે માથા પર હેરનેટ ન પહેરવાની જોવા મળે છે.  આ સિસ્ટમ દ્વારા દેશભરમાંથી રોજ સરેરાશ 350 એલર્ટ જનરેટ થાય છે.  છેલ્લા એક મહિનામાં કુલ 13,550 એલર્ટ મળ્યા છે, જેમાં દેશના અલગ-અલગ ઝોનની સ્થિતિ નીચે મુજબ છે: રેલ્વે ઝોન (વિસ્તાર)મળેલા કુલ એલર્ટ (છેલ્લા 1 મહિનામાં)ઉત્તર ઝોન (Northern Region)4,123 (સૌથી વધુ) પૂર્વ ઝોન (Eastern Region) 3,205 પશ્ચિમ ઝોન (Western Region) 2,687 દક્ષિણ-મધ્ય ઝોન (South Central) 2,226 દક્ષિણ ઝોન (Southern Region)| 1,309 IRCTC ની આ ડિજિટલ ક્રાંતિથી હવે ટ્રેનના પેન્ટ્રી કાર અને સ્ટેશનો પર મુસાફરોને શુદ્ધ, તાજું અને હાઈજીનિક ભોજન મળશે તે નક્કી છે.

Read Full Story arrow_forward
Muzaffarpur Hospital Fire: 95 વર્ષના દાદી બન્યા 'મસીહા', પોતાનો ઓક્સિજન માસ્ક હટાવી બચાવ્યા અનેક દર્દીના જીવ
calendar_today June 4, 2026

Muzaffarpur Hospital Fire: 95 વર્ષના દાદી બન્યા 'મસીહા', પોતાનો ઓક્સિજન માસ્ક હટાવી બચાવ્યા અનેક દર્દીના જીવ

આગની ઘટના બાદ, ICUમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ICU બેડ અને સાધનો બળીને ખાખ ICU બેડ, સાધનો અને અન્ય વસ્તુઓ આગમાં બળીને રાખ થયા હતા. જો 95 વર્ષીય મહિલાને સમયસર જાણ ન કરવામાં આવી હોત તો હોસ્પિટલના આઈસીયુમાં લાગેલી આગના કારણે ઘણા વધુ દર્દીઓના મોત થઈ શક્યા હોત. આ 95 વર્ષીય મહિલાને એ જ આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં આગ લાગી હતી. આઈસીયુમાં ધુમાડો ફેલાતા જ દાદીએ પોતાનો ઓક્સિજન માસ્ક કાઢ્યો અને તરત જ તેઓ બહાર નિકળ્યા હતા. ત્યારબાદ તેણે નર્સને આઈસીયુમાં લાગેલી આગ વિશે જાણ કરી હતી. દાદીના કારણે બચ્યા અનેક જીવ આ 95 વર્ષીય મહિલા મુઝફ્ફરપુરના છાપરા મેઘની રહેવાસી છે. તેનું નામ રાધા દેવી છે. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેણીને હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાધાએ સ્થાનિક ભોજપુરી બોલીમાં સમજાવ્યું કે આગ લાગી ત્યારે અંધારું થઈ ગયું હતું. હું તમને કેવી રીતે કહી શકું કે આગ કેવી રીતે લાગી? ધુમાડો ફેલાતો જોઈને, અમે બહાર ગયા અને નર્સને જાણ કરી, જે પછી તે જોવા માટે અંદર ગઈ હતી. આગ પર મેળવાયો કાબૂ ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે જો રાધા દેવીએ સમયસર નર્સને જાણ ન કરી હોત તો જાનહાનિનો આંકડો વધી શક્યો હોત. રાધા દેવીની સાથે આવેલા પરિવારના સભ્યોએ સવારે 3:30 વાગ્યાની આસપાસ આગની જાણ કરી. તેમણે લોકોને ધુમાડો ફેલાતો હોવાની માહિતી આપી. ત્યારબાદ, 3:55 વાગ્યે ફાયર વિભાગને જાણ કરવામાં આવી. મુઝફ્ફરપુરના સબ-ડિવિઝનલ ફાયર ઓફિસર રામનિવાસ પાંડેએ જણાવ્યું કે તેમને 3:55 વાગ્યે આગ લાગવાની માહિતી મળી. ત્યારબાદ, તેઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. આગ પર કાબુ મેળવ્યો હતો. આ પણ વાંચોઃ વધુ પડતી કસરતથી છીનવાઈ શકે છે માતા-પિતા બનવાનું સુખ

Read Full Story arrow_forward
Gujarat Latest News live: છોટાઉદેપુરમાં બોડેલી પ્રાંત કચેરીમાં અચાનક આગ લાગતા કામ અર્થે આવેલ લોકોમાં નાસભાગ મચી
calendar_today June 4, 2026

Gujarat Latest News live: છોટાઉદેપુરમાં બોડેલી પ્રાંત કચેરીમાં અચાનક આગ લાગતા કામ અર્થે આવેલ લોકોમાં નાસભાગ મચી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward