android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Gadhadaના નગડીયા પાસે હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બેના કરુણ મોત
calendar_today June 4, 2026

Gir Gadhadaના નગડીયા પાસે હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બેના કરુણ મોત

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નગડીયા ગામ પાસે એક અજાણ્યા કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોના કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન સહિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ હીટ એન્ડ રનની ઘટનામાં બેના મોત ગીર ગઢડા તાલુકાના નગડીયા ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર મયુરભાઈ અને સિરાજભાઈ નામના બે યુવકો નોકરી કરતા હતા. બંને મિત્રો પેટ્રોલ પંપ પરથી પોતાની નોકરીની શિફ્ટ પૂરી કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પરથી પસાર થતી એક પૂરપાટ ઝડપે આવતી અજાણ્યા કારના ચાલકે તેમના બાઇકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇકનો કુરચો બોલી ગયો હતો અને બંને યુવકો રોડ પર ફગાયા હતા. એકનું ઘટનાસ્થળે તો બીજાનું સારવાર દરમિયાન મોત આ ભયાનક અકસ્માતમાં મયુરભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સિરાજભાઈને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચેની લડાઈ લડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન સિરાજભાઈએ પણ દમ તોડી દેતા આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. બે આશાસ્પદ યુવકોના મોતના પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ તપાસ કરી તેજ ઘટનાની ગંભીરતાને પગલે ઉના વિભાગના ડીવાયએસપી (DySP) સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતક યુવકોના વતન અને પરિવારને જાણ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ગીર ગઢડા પોલીસે આ મામલે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ હીટ એન્ડ રનનો ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજ અને કડીઓના આધારે નાસી છૂટેલા કાર ચાલકને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
PM Modi Daman Visit: 2,970 કરોડના વિકાસ કાર્યો, 'નમો હોસ્પિટલ' અને 'નમો એરપોર્ટ'ની ભેટ
calendar_today June 4, 2026

PM Modi Daman Visit: 2,970 કરોડના વિકાસ કાર્યો, 'નમો હોસ્પિટલ' અને 'નમો એરપોર્ટ'ની ભેટ

સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી માટે 5 જૂનનો દિવસ અત્યંત ઐતિહાસિક અને મંગલમય બનવા જઈ રહ્યો છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ સંઘપ્રદેશ દમણની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે દમણ ખાતે અંદાજે રૂ. 2,970 કરોડના જંગી ખર્ચે આકાર પામેલા 56 જેટલા વિવિધ જનહિત અને વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસને લઈને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં દિવાળી જેવો અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.'નમો એરપોર્ટ'નું થશે લોકાર્પણ વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન સંઘપ્રદેશને બે સૌથી મહત્વાકાંક્ષી અને મોટા પ્રોજેક્ટ્સની ભેટ મળવાની છે, જેમાં 'નમો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ' અને 'નમો એરપોર્ટ'નું ભવ્ય લોકાર્પણ સામેલ છે. દમણમાં શરૂ થનારી આ અત્યાધુનિક નમો હોસ્પિટલ માત્ર સંઘપ્રદેશ જ નહીં, પરંતુ ગુજરાતના સરહદી જિલ્લા વલસાડ, વાપી અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. જ્યારે નમો એરપોર્ટના કારણે પ્રદેશના પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગોને એક નવો વેગ મળશે. સતત આઠમી વખત સંઘપ્રદેશની મુલાકાતે PM મોદી આ ઉપરાંત, વડાપ્રધાન મોદી દમણમાં આઇકોનિક બ્રિજ અને ભવ્ય કન્વેન્શન સેન્ટર સહિતના અનેક નવા પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરશે. વડાપ્રધાન દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક વિશાળ જનમેદની અને જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સતત આઠમી વખત સંઘપ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે, જે આ પ્રદેશ પ્રત્યેનો તેમનો વિશેષ લગાવ દર્શાવે છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપાયો વડાપ્રધાન મોદીના આગમનને પગલે પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, સંઘપ્રદેશ પોલીસની સાથે સાથે પાડોશી રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ ટીમો પણ સુરક્ષાને લઈને ખડેપગે તૈનાત કરી દેવામાં આવી છે. આ પણ વાંચો - PM Modi આગામી 5 જૂને ગુજરાત અને દમણના પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

Read Full Story arrow_forward
Junagadh News: બગીચાઓમાં કેસર કેરી ઉતારવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે
calendar_today June 4, 2026

Junagadh News: બગીચાઓમાં કેસર કેરી ઉતારવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે

ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીનો પાક હવે તેના અંતિમ તબક્કામાં છે અને બગીચાઓમાં કેરી ઉતારવાની કામગીરી લગભગ પૂરી થવા આવી છે.હાલમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેને પગલે અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પણ પડયા છે.જો વધારે વરસાદ પડે અને સાથે ભારે પવન કે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય તો જ પાકને નુકસાન થઈ શકે છે. બાકી હાલની સ્થિતિમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કેરીના પાકને કોઈ મોટું નુકસાન નથી નિષ્ણાતોના મતે,હાલમાં જે છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે તેનાથી કેરીના પાકને કોઈ મોટું નુકસાન નથી.આગામી દિવસોમાં પણ વાતાવરણ પલટાયેલું રહેવાની અને વરસાદની આગાહી કરવામાં આવી છે.કેસર કેરી જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ હોય ત્યારે જો ભારે પવન સાથે વરસાદ તૂટી પડે,તો ઝાડ પરથી મોટી માત્રામાં કેરીઓ ખરી પડે છે.નીચે પડવાથી કેરી પછડાય છે અને ડાઘ પડી જાય છે.પરિણામે બજારમાં તેનો યોગ્ય ભાવ મળતો નથી.ઉપરાંત,વાતાવરણમાં ભેજ વધવાથી ઉતારેલી કેરીમાં ફૂગ અને સડો લાગવાની શક્યતાઓ પણ વધી જાય છે. એક મોટી સમસ્યા સોનમાખનો હુમલો છે આ બદલાયેલા વાતાવરણની વચ્ચે ખેડૂતો માટે બીજી એક મોટી સમસ્યા સોનમાખનો હુમલો છે.હાલમાં જ્યારે કેરી પાકવાની અવસ્થામાં છે.ત્યારે સોનમાખ કેરીની છાલ પર બેસીને અંદર પોતાના ઇંડા મૂકે છે.આ ઇંડામાંથી નીકળતી ઈયળો કેરીના માવાને ખાઈ જાય છે અને અંદરથી જ કેરીને સડાવી દે છે.આનાથી થતો સૌથી મોટો ગેરફાયદો એ છે કે બહારથી આકર્ષક અને સારી દેખાતી કેરી જ્યારે કાપવામાં આવે છે,ત્યારે તે અંદરથી સંપૂર્ણપણે બગડેલી નીકળે છે. આ પણ વાંચોઃ PM Modi Daman Visit: 2,970 કરોડના વિકાસ કાર્યો, 'નમો હોસ્પિટલ' અને 'નમો એરપોર્ટ'ની ભેટ

Read Full Story arrow_forward