android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur News: બોડેલી સેવા સદનની પ્રાંત કચેરીમાં લાગી ભીષણ આગ, લોકોમાં મચી નાસભાગ
calendar_today June 4, 2026

Chhota Udepur News: બોડેલી સેવા સદનની પ્રાંત કચેરીમાં લાગી ભીષણ આગ, લોકોમાં મચી નાસભાગ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા સરકારી સેવા સદનમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં બપોરના સમયે પ્રાંત કચેરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે સેવા સદનના પહેલા માળે આવેલી એસડીએમ (SDM) ચેમ્બર તેની ઝપેટમાં આવી ગઈ હતી. કચેરી ચાલુ હતી તે દરમિયાન જ આગ લાગતાં ત્યાં હાજર અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવેલા લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.બપોરે અચાનક આગ લાગતા મચી અફરાતફરી બોડેલી સેવા સદન સત્તાવાર કામકાજથી ધમધમી રહ્યું હતું, ત્યારે બપોરના સમયે અચાનક પહેલા માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પ્રાંત અધિકારી (SDM)ની મુખ્ય ચેમ્બરને પોતાની લપેટમાં લઈ લીધી હતી. કચેરીની અંદર સરકારી દસ્તાવેજો અને ફર્નિચર હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. આગની લપેટ જોઈને કચેરીમાં હાજર લોકો જીવ બચાવવા માટે બહારની તરફ દોડ્યા હતા. આગ લાગવાનું કારણ અકબંધ આગની આ ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ કચેરીના મહત્વના રેકોર્ડ અને ફર્નિચરને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: ઘરમાં જ કોલ સેન્ટર ચલાવી અમેરિકનો સાથે ઠગાઈ, સાહિલ મિર્ઝા ઝડપાયો
calendar_today June 4, 2026

Ahmedabad News: ઘરમાં જ કોલ સેન્ટર ચલાવી અમેરિકનો સાથે ઠગાઈ, સાહિલ મિર્ઝા ઝડપાયો

સામાન્ય રીતે હાઈટેક કોમ્પ્યુટર્સ, વિશાળ ઓફિસ અને અનેક કર્મચારીઓના મોટા સેટઅપ સાથે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરો પર પોલીસની રેડના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પોલીસે એક એવા અનોખા અને ચોંકાવનારા કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જ્યાં કોઈ મોટું સેટઅપ કે સ્ટાફ ન હતો, પરંતુ એક જ યુવક પોતાના ઘરમાં બેસીને છેલ્લા બે વર્ષથી આખું નેટવર્ક ચલાવતો હતો. લોનની લાલચ આપી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતા આ 'વન મેન આર્મી' ઠગની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે.અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી મળતી વિગતો મુજબ, દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે, વિસ્તારમાં આવેલી શ્રીદેવી પાર્ક સોસાયટીના એક ઘરમાંથી અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે રેડ કરીને સાહિલ મુસ્તાકઅલી મિર્ઝા નામના યુવકને રંગેહાથ ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, સાહિલ ઓનલાઈન માધ્યમોથી અમેરિકાના એવા નાગરિકોનો ડેટા મેળવતો હતો, જેમનો ક્રેડિટ સ્કોર ખૂબ ઓછો હોય અને તેમને ક્યાંયથી લોન ન મળતી હોય. લોન મંજૂર કરાવવાના બહાને ઠગાઈ આરોપી સાહિલ મિર્ઝા પોતાની ઓળખ અમેરિકાની જાણીતી લોન કંપનીઓ જેવી કે ‘પ્રોસ્પર ફાઇનાન્સ’ અને ‘લેન્ડિંગ ટ્રી’ના પ્રતિનિધિ તરીકે આપતો હતો. તે ગૂગલ વોઇસ ડાયલર સોફ્ટવેરનો ઉપયોગ કરીને અમેરિકાનો જ લોકલ નંબર ડિસ્પ્લે થાય તે રીતે પીડિતોને ઇમેલ અને કોલ કરતો હતો. ગ્રાહકો વિશ્વાસમાં આવી જાય એટલે લોન મંજૂર કરાવવાના બહાને તેમની પાસેથી નામ, બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને સોશિયલ સિક્યોરિટી નંબર (SSN) જેવી સંવેદનશીલ વિગતો મેળવી લેતો હતો. 'ઘરઘરાઉ' કોલ સેન્ટરનો ભોગ બન્યા અમેરિકન નાગરિક ત્યારબાદ, ઓછા ક્રેડિટ સ્કોરનું બહાનું આગળ ધરીને તે લોન પ્રોસેસિંગ ફી, સિક્યોરિટી ડિપોઝિટ અને ઇન્સ્યોરન્સના નામે અમેરિકન નાગરિકો પાસેથી ડોલરમાં રકમ ટ્રાન્સફર કરાવતો હતો. તે એવી પણ લાલચ આપતો કે લોન પાસ થયા બાદ આ પ્રોસેસિંગ ફી પરત મળી જશે. પ્રાથમિક તપાસમાં જ તેણે એક વિદેશી નાગરિક પાસેથી અંદાજે રૂ 50,000 પડાવ્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે સાહિલના ઘરેથી લેપટોપ, બે મોબાઇલ, રાઉટર અને હેડફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને તેના ડિજિટલ ડેટાના આધારે અત્યાર સુધી કેટલા અમેરિકનો આ 'ઘરઘરાઉ' કોલ સેન્ટરનો ભોગ બન્યા છે તેની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Read Full Story arrow_forward
Ahmedabad news: ધોળકામાં શિક્ષક પત્નીને માથામાં પથ્થર મારીને પતાવી દીધી, પોલીસે હત્યારા પતિને ઝડપ્યો
calendar_today June 4, 2026

Ahmedabad news: ધોળકામાં શિક્ષક પત્નીને માથામાં પથ્થર મારીને પતાવી દીધી, પોલીસે હત્યારા પતિને ઝડપ્યો

અમદાવાદના ધોળકા વિસ્તારમાં શિક્ષિકા પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદ અને શંકા મા પત્નીની હત્યા નિપજાવી પેટ્રોલ છાંટી મૃતદેહ સળગાવી દીધો હતો. મહત્વનું છે કે હત્યા બાદ પતિએ જ પત્ની ગુમ થઈ હોવાની જાણ પરિવાર અને પોલીસને કરી હતી. જોકે પોલીસ તપાસમાં પતિ ભાગી પડતા હત્યા અંગેની તમામ હકીકત સામે આવી છે. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે. પતિએ જ પત્નીની હત્યા કરી અમદાવાદના ધોળકા પોલીસે પકડેલા આરોપીનું નામ બળદેવભાઈ ઝાલા છે.જેણે પોતાની પત્ની રીનાબેન ઝાલાની માથામા પથ્થર મારી હત્યા નીપજાવી હતી.જે બાદ મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો.આરોપી બળદેવ આટલેથી નહીં અટકતા પરિવાર અને પોલીસને પણ પોતાની પત્ની ગુમ થઈ હોવાની જાણ કરી હતી.એક તરફ પોલીસ અને પરિવાર શિક્ષક રીના ઝાલાની શોધખોળ કરતો હતો.બીજી તરફ ચલોડા ગામના સીમમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા તે રીના ઝાલાનો હોવાનું સામે આવ્યું છે.જે અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી શોધખોળ કરતા તેનો પતિજ આરોપી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે શિક્ષક રીના ઝાલાની હત્યાની તપાસમાં સામે આવ્યું કે, છેલ્લા દસેક દિવસથી આરોપી બળદેવ ઘર કંકાસ અને પત્ની પર શંકા રાખી તેને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જેથી પોલીસે તે દિશામાં તપાસ કરતા આરોપી એ પોલીસ તપાસમાં સમગ્ર હકીકત જણાવી અને હત્યાનો ભેદ ઉકેલાયો છે.આરોપી બળદેવ એ કબુલાત તરીકે તેની પત્ની રીના વાસણા ગામે વસ્તી ગણતરી માટે ગઈ હતી અને તે પણ ત્યાં પહોંચી પત્ની સાથે તકરાર કરી માથામાં પથ્થર મારી તેની એકટીવામાં રહેલું પેટ્રોલ રીનાના મૃતદેહ પર છાતી તેને સળગાવી દીધો હતો. જે બાદ બદરખા ગામે લાઇબ્રેરીમાં પહોંચી રીનાના મોબાઈલ નંબર પર ફોન કરી તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાની માહિતી પરિવાર અને પોલીસને જણાવી હતી.જોકે પરિવારના સભ્યોને પૂછપરછમાં પતિ બળદેવ તરફ શંકાની સોય આવતી હોવાથી પોલીસે તેની પૂછપરછ કરી હતી. આ પણ વાંચોઃ PM Modi Daman Visit: 2,970 કરોડના વિકાસ કાર્યો, 'નમો હોસ્પિટલ' અને 'નમો એરપોર્ટ'ની ભેટ

Read Full Story arrow_forward