android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Punjabમાં ભગવંત સિંહ માન સરકારનું ઐતિહાસિક પગલું, શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્યનું શિક્ષણ અપાશે
calendar_today June 4, 2026

Punjabમાં ભગવંત સિંહ માન સરકારનું ઐતિહાસિક પગલું, શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્યનું શિક્ષણ અપાશે

પંજાબમાં કન્યા શિક્ષણ, કિશોર સ્વાસ્થ્ય અને લિંગ-સંવેદનશીલ શિક્ષણને મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વ હેઠળની સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ૨૮ મેના રોજ, માસિક ધર્મ સ્વચ્છતા દિવસ નિમિત્તે, સરકારે રાજ્યની તમામ સરકારી ઉચ્ચ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં "માસિક ધર્મ સ્વચ્છતા અભ્યાસક્રમ" ના રાજ્યવ્યાપી વિસ્તરણની જાહેરાત કરી છે. આ મહત્વકાંક્ષી પહેલનો પ્રથમ તબક્કો ૨૯ મે, ૨૦૨૬ થી શરૂ થઈ રહ્યો છે, જેનો સીધો લાભ ૩,૬૦૦ થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ ૬ થી ૧૦ ની ૩.૪ લાખથી વધુ કિશોરીઓને મળશે.જાગૃતિ, આત્મવિશ્વાસ અને ગૌરવની નવી શરૂઆતઆ પહેલ ભગવંત માન સરકારની સરકારી શિક્ષણ પ્રણાલીને આધુનિક, પ્રગતિશીલ અને સર્વસમાવેશી બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણને આટલા મોટા પાયે વર્ગખંડોમાં લાવીને, સરકારે એવા વિષય પરનું મૌન તોડવાનો પ્રયાસ કર્યો છે જે પરંપરાગત રીતે સામાજિક સંકોચ અને દંતકથાઓથી ઘેરાયેલો રહ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટના અવલોકનોને અનુરૂપ, આ કાર્યક્રમ સુનિશ્ચિત કરે છે કે માસિક સ્રાવ ક્યારેય દીકરીઓના શિક્ષણ, ગૌરવ અને સમાનતામાં અવરોધ ન બને.પંજાબી ભાષામાં સંરચિત અભ્યાસક્રમ આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સંસ્થા 'WASH યુનાઇટેડ' ના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે, જે હેઠળ વિદ્યાર્થીઓને પંજાબી ભાષામાં "માસિક સ્રાવ સ્વચ્છતા વ્યવસ્થાપન" નો સંરચિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. શિક્ષણ પ્રક્રિયાને રસપ્રદ અને સહભાગી બનાવવા માટે તેમાં ૧૦ વર્ષની 'રૂબી' નામના પાત્રની વાર્તા, રમતો અને ચર્ચાઓનો સમાવેશ કરાયો છે. આ સત્રોનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓમાં શારીરિક ફેરફારો પ્રત્યે સમજ કેળવવાનો, સ્વચ્છતાની આદતો સુધારવાનો અને તેમનો આત્મવિશ્વાસ વધારવાનો છે.7,200 શિક્ષકોને વિશેષ તાલીમરાજ્યભરમાં આ આયુષી પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે પંજાબ સરકારે અગાઉથી જ અંદાજે ૭,૨૦૦ સરકારી શિક્ષકોને વિશેષ તાલીમ આપી સજ્જ કર્યા છે. વ્યાપક શિક્ષક તાલીમ દ્વારા વર્ગખંડોમાં એવું સુરક્ષિત અને સહાયક વાતાવરણ બનાવવામાં આવશે જ્યાં વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની શરમ કે ભય વિના પોતાના પ્રશ્નો પૂછી શકશે અને સચોટ વૈજ્ઞાનિક માહિતી મેળવી શકશે.પાયલોટ પ્રોજેક્ટના પ્રોત્સાહક પરિણામોરાજ્યવ્યાપી અમલીકરણ પહેલાં, ૧૦૦ શાળાઓના ૪૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે આનો પાયલોટ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો હતો. તેના પરિણામો અદભુત રહ્યા; ૯૭% શિક્ષકો આ વિષય ભણાવવામાં કમ્ફર્ટેબલ રહ્યા અને ૯૪% શિક્ષકોએ તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની ભલામણ કરી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીનીઓના પ્રતિભાવો દર્શાવે છે કે આ સત્રોથી છોકરીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ હવે માસિક સ્રાવને કોઈ બીમારી નહીં પરંતુ એક સામાન્ય જૈવિક પ્રક્રિયા તરીકે સ્વીકારી રહી છે. આ પહેલ પંજાબમાં એક જાગૃત, સશક્ત અને સ્વસ્થ યુવા પેઢીના નિર્માણ તરફ માઈલસ્ટોન સાબિત થશે.આ પણ વાંચો : Delhi Rain: દિલ્હીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, દિવસે છવાયુ અંધારુ

Read Full Story arrow_forward
MP: બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ હવે મા વાગ્દેવી ભોજપાલ વિશ્વવિદ્યાલય, પ્રસ્તાવ થયો પસાર
calendar_today June 4, 2026

MP: બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ હવે મા વાગ્દેવી ભોજપાલ વિશ્વવિદ્યાલય, પ્રસ્તાવ થયો પસાર

મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ બદલવાની કવાયત તેજ થઈ ગઈ છે. યુનિવર્સિટી પ્રશાસને આ શૈક્ષણિક સંસ્થાનું નામ બદલીને 'માં વાગ્દેવી ભોજપાલ યુનિવર્સિટી' કરવાનો પ્રસ્તાવ બહુમતીથી પાસ કરી દીધો છે. આ પ્રસ્તાવને હવે આખરી મંજૂરી માટે રાજ્ય સરકાર અને રાજભવન મોકલવામાં આવ્યો છે.રાજ્યપાલની મંજૂરી માટે મોકલાયો પ્રસ્તાવયુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમર બહાદુર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કાર્યકારી પરિષદની બેઠકમાં નામ બદલવાના આ પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી અને તેને સર્વસંમતિથી સ્વીકારી લેવાયો છે. અંતિમ નિર્ણય માટે આ પ્રસ્તાવ રાજ્યપાલ અને કુલાધિપતિ મંગુભાઈ પટેલ પાસે મોકલવામાં આવી રહ્યો છે, કારણ કે નામ પરિવર્તનનું સત્તાવાર જાહેરનામું શાસન સ્તર પરથી જ જાહેર કરવામાં આવશે.નામ બદલવા પાછળ યુનિવર્સિટીએ આપ્યા આ તર્ક:યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવેલા સત્તાવાર પ્રસ્તાવમાં નામ બદલવા પાછળ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કારણો રજૂ કરવામાં આવ્યા છે:રાજા ભોજ સાથે કનેક્શન: પ્રસ્તાવમાં જણાવાયું છે કે ભોપાલનું પ્રાચીન નામ 'ભોજપાલ' હતું, જે પરમાર વંશના પ્રતાપી શાસક રાજા ભોજ સાથે જોડાયેલું છે. રાજા ભોજે પોતાના શાસનકાળ દરમિયાન શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું.વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના: ઉચ્ચ શિક્ષણ સંસ્થાનું નામ એવું હોવું જોઈએ જે તેના ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને હજારો વર્ષ જૂની વિરાસતનો પરિચય કરાવે, જેથી વિદ્યાર્થીઓ આ સંસ્થામાં ભણતી વખતે ગૌરવ અનુભવી શકે. મૌલાના બરકતઉલ્લાહ વિશે પ્રસ્તાવમાં શું લખ્યું છે?આ જ પ્રસ્તાવમાં વર્તમાન નામ આપનારા મૌલાના બરકતઉલ્લાહનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમાં લખ્યું છે કે, મૌલાના બરકતઉલ્લાહનો જન્મ ભોપાલમાં થયો હતો અને તેમણે અહીં જ અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમનું આખું જીવન વિદેશોમાં વીત્યું હતું. તેઓ ઉર્દૂ, પર્શિયન, અંગ્રેજી અને ઇસ્લામના પ્રકાંડ વિદ્વાન હતા અને આઝાદીની લડાઈમાં 'ગદર પાર્ટી' સાથે જોડાયેલા હતા. સોવિયેત સંઘમાં તેમણે 'આધ્યાત્મિક સમાજવાદ' નો નવો વિચાર રજૂ કર્યો હતો જે ઇસ્લામ અને માર્ક્સવાદનું મિશ્રણ હતું.કોણ હતા મૌલાના બરકતઉલ્લાહ?હાલમાં જેમના નામ પર આ યુનિવર્સિટી છે, તે મૌલાના મોહમ્મદ બરકતઉલ્લાહ ભોપાલી દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે વિદેશની ધરતી પર રહીને બ્રિટિશ હુકુમત વિરુદ્ધ ક્રાંતિની મશાલ જલાવી રાખી હતી અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામને વૈશ્વિક સ્તરે સમર્થન અપાવ્યું હતું. વર્ષ 1927 માં અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં તેમનું અવસાન થયું હતું.1970 માં થઈ હતી યુનિવર્સિટીની સ્થાપનાઆ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 1970 માં 'ભોપાલ યુનિવર્સિટી' તરીકે કરવામાં આવી હતી.વર્ષ 1988 માં મધ્ય પ્રદેશ સરકારે મહાન સ્વાતંત્ર્ય સેનાની પ્રોફેસર મૌલાના બરકતઉલ્લાહના સન્માનમાં તેનું નામ બદલીને 'બરકતઉલ્લાહ યુનિવર્સિટી' કર્યું હતું.હાલમાં આ પ્રતિષ્ઠિત કેમ્પસમાં આર્ટ્સ, કોમર્સ, લો, સાયન્સ, મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગ સહિતના અનેક ઉચ્ચ શૈક્ષણિક કોોર્સ ચાલી રહ્યા છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward
'MY Bharat' પ્લેટફોર્મે ક્વિઝ સ્પર્ધામાં બનાવ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ
calendar_today June 4, 2026

'MY Bharat' પ્લેટફોર્મે ક્વિઝ સ્પર્ધામાં બનાવ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ

ડિજિટલ માધ્યમથી યુવા સશક્તિકરણની દિશામાં દેશે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના 'મેરા યુવા ભારત' (MY ભારત) પ્લેટફોર્મનું નામ હવે સત્તાવાર રીતે 'ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ'માં નોંધાઈ ગયું છે. આ પ્લેટફોર્મને "એક અઠવાડિયામાં સૌથી વધુ યુઝર્સ દ્વારા ઓનલાઈન ક્વિઝ પૂર્ણ કરવા" માટે આ વૈશ્વિક સન્માન પ્રાપ્ત થયું છે. દેશભરના યુવાનોએ લીધો ભાગગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના સત્તાવાર પ્રતિનિધિ દ્વારા નવી દિલ્હીના શ્રમ શક્તિ ભવન ખાતે આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપલબ્ધ સત્તાવાર માહિતી અનુસાર, 25 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલી 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ' (VBYLD) ક્વિઝમાં દેશભરના યુવાનોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો. આ સમયગાળા દરમિયાન રેકોર્ડબ્રેક 3,90,812 યુવાનોએ સફળતાપૂર્વક આખી ક્વિઝ પૂર્ણ કરી હતી.આ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધામાં ભારતના તમામ 28 રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 50.42 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો, જે દેશના ખૂણે-ખૂણે વિસ્તરેલી ડિજિટલ પહોંચ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે યુવા પેઢીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.ડો. મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરીઆ ગૌરવશાળી અવસરે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ ઐતિહાસિક સિદ્ધિ સંપૂર્ણપણે ભારતના યુવાનોની ઊર્જા અને મહેનતને સમર્પિત છે. આ રેકોર્ડ 'વિકસિત ભારત @ 2047' ના વિઝન અને દેશની વિકાસ યાત્રામાં આપણા યુવાનોના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.”નોંધનીય છે કે 'MY ભારત' પ્લેટફોર્મ દેશના યુવાનોને એક તાંતણે બાંધવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બન્યું છે, જેના પર અત્યાર સુધીમાં 2.19 કરોડથી વધુ યુવાનો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. આ વૈશ્વિક રેકોર્ડ આગામી સમયમાં ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમો દ્વારા યુવા શક્તિને નવી ઓળખ આપવામાં માઈલસ્ટોન સાબિત થશે.આ પણ વાંચો:China Taiwan:ચીન સામે લડવા તાઇવાન તૈનાત કરશે આધુનિક રોબોટ આર્મી શ્વાન

Read Full Story arrow_forward