android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો
calendar_today June 4, 2026

Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો

પાટણ નગરપાલિકાના બાંધકામ વિભાગની એક મોટી અને ચોંકાવનારી બેદરકારી સામે આવી છે.પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની ખરાઈ કર્યા વિના એક ખાનગી માલિકીની જમીન પર સીધે સીધો સરકારી રોડ બનાવી દેવામાં આવ્યો હોવાનો વિવાદ વકર્યો છે.આ સમગ્ર મામલો પાટણના વોર્ડ નંબર 10 વિસ્તારનો છે.જ્યાં અંદાજે 20 લાખના અધધ ખર્ચે સીસી રોડનું નિર્માણ કરી દેવાયું છે. આ રસ્તો વર્ષોથી ત્યાં અસ્તિત્વમાં હતો ખાનગી જમીન પર રોડ બનાવવાના આ ગંભીર મામલે પાલિકાના ચીફ ઓફિસરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.ચીફ ઓફિસરે પાલિકાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, આ રસ્તો વર્ષોથી ત્યાં અસ્તિત્વમાં હતો.વર્ષ 2023-24માં આ રોડ બનાવવા માટેની સરકારી ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને વર્ષ 2025માં આ જ રસ્તા પર રીસર્ફેસિંગનું કામ કરવામાં આવ્યું હતું.જે તે સમયે બાંધકામ માટેની મંજૂરી મંગાઈ હતી પરંતુ કોઈ કારણોસર કામ આગળ વધ્યું નહોતું. પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ચીફ ઓફિસરે ઉમેર્યું કે રીસર્ફેસિંગની કામગીરી દરમિયાન પણ જમીન માલિક દ્વારા કોઈ વાંધા અરજી કે લેખિત રજૂઆત કરવામાં આવી નહોતી.સ્થાનિક લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક સીધી લાઇનનો રસ્તો બનાવવામાં આવ્યો છે.હાલમાં જો આ માર્ગ બંધ કરવામાં આવ્યો હશે તો તેને ટૂંક સમયમાં જ ફરીથી ખુલ્લો કરાવી દેવામાં આવશે.જો કે ખાનગી જમીન પર સરકારી નાણાંનો આવો આંધળો વપરાશ થતાં પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. આ પણ વાંચોઃ Panchmahal news: મોરવા ગ્રામ પંચાયતમાં 5 સભ્યોના રાજીનામા મુદ્દે કાર્યવાહી, સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ

Read Full Story arrow_forward
Dahod News: ઇન્દોર હાઇવે નજીક ખેતરના કૂવામાંથી મળ્યો મૃતદેહ
calendar_today June 4, 2026

Dahod News: ઇન્દોર હાઇવે નજીક ખેતરના કૂવામાંથી મળ્યો મૃતદેહ

દાહોદ શહેરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં ઇન્દોર હાઇવે નજીક આવેલા એક ખેતરના કૂવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાઇવે નજીક પસાર થતા સ્થાનિક લોકોની નજર કૂવામાં પડતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી.કાળુભાઈ માળીના ખેતરના કુવામાંથી મળ્યો મૃતદેહ ઘટના મળતી વિગતો અનુસાર, દાહોદથી ઇન્દોર હાઇવે તરફ જતા માર્ગ નજીક કાળુભાઈ માળીનું ખેતર આવેલું છે. આ ખેતરમાં આવેલા ઊંડા કૂવામાં એક પુરૂષનો મૃતદેહ તરતો હોવાની માહિતી આસપાસના લોકોને મળી હતી. કૂવામાં મૃતદેહ હોવાની ખબર વાયુવેગે પ્રસરતા જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિક નાગરિકો દ્વારા આ અંગે તાત્કાલિક દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કર્યું માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો અને દાહોદ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કૂવામાંથી અજાણ્યા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ મૃતક વ્યક્તિ કોણ છે અને તેનું મોત કૂવામાં ડૂબી જવાથી થયું છે કે, પછી તેની હત્યા કરીને મૃતદેહ કૂવામાં ફેંકી દેવામાં આવ્યો છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિના પરિવારજનોની શોધખોળ આદરવામાં આવી છે. આ પણ વાંચો - Dahod: ગેરકાયદે રેતી ભરી જતી 9 ટ્રક ખાણ ખનિજ વિભાગે ઝડપી

Read Full Story arrow_forward
Surat news: શહેરમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો, યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ
calendar_today June 4, 2026

Surat news: શહેરમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો, યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ

વડાપ્રધાન મોદી પાંચમી જૂને સુરત પ્રવાસે આવશે. તેઓ દક્ષિણ ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ હજીરાના L&T પ્લાન્ટની મુલાકાત બાદ તેઓ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમ પહેલા જ સુરત મનપાની પોલ ખુલી છે. PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો છે. તંત્રએ ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી છે. સુરત મનપાના તંત્રની પોલ ખુલી ડાયમંડ સિટી સુરતમાં મહાનગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારીની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે.સુરતમાં આવેલા ઇન્દોર સ્ટેડિયમની બહાર અચાનક એક મોટો ભુવો પડી જતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.સૌથી મોટી વાત એ છે કે આ ભુવો વડાપ્રધાન મોદીના આગામી કાર્યક્રમ સ્થળની બિલકુલ નજીક જ પડ્યો છે. વીઆઈપી મૂવમેન્ટ અને વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જ્યાં સુરક્ષા અને વ્યવસ્થા ચુસ્ત હોવી જોઈએ ત્યાં જ રસ્તાની આવી હાલત જોતાં સુરત મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ ભુવો પડવાની જાણ થતાં જ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.પીએમના કાર્યક્રમની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની અને રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.ચોમાસાની શરૂઆત પહેલા જ અને તે પણ પીએમના રૂટ કે કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડતાં સ્થાનિકોમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ગુણવત્તા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચોઃ Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો

Read Full Story arrow_forward