android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: રાજુલાના કુંભારીયા ગામની ગૌશાળામાં ભીષણ આગ
calendar_today June 4, 2026

Amreli News: રાજુલાના કુંભારીયા ગામની ગૌશાળામાં ભીષણ આગ

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી આગ લાગવાની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના કુંભારીયા ગામે બસ સ્ટેન્ડની બિલકુલ સામે આવેલી એક ગૌશાળામાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સમયસૂચકતા અને સામૂહિક પ્રયાસોના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.રાજુલા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ઘટનાની મળતી વિગતો અનુસાર, કુંભારીયા બસ સ્ટેન્ડ સામે આવેલી ગૌશાળામાં અચાનક આગ લાગતા જ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગૌશાળામાં રહેલા અબોલ પશુઓનો જીવ જોખમમાં મુકાતા ગામલોકોએ તાત્કાલિક એકઠા થઈને પોતપોતાની રીતે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના ભગીરથ પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ આગ વધુ વિકરાળ હોવાના કારણે આ અંગે તાત્કાલિક રાજુલા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો આગની ગંભીરતાને જોતાં રાજુલા ફાયર ફાયટરની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કુંભારીયા ગામના સરપંચ, જાગૃત ગ્રામજનો અને ફાયર વિભાગની ટીમની ભારે જહેમત અને સંયુક્ત પ્રયાસો આખરે રંગ લાવ્યા હતા અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. રાહતની વાત એ છે કે, આ ભયાનક આગની દુર્ઘટનામાં કોઈ પશુ કે માણસને ઈજા કે જાનહાનિ થવા પામી નથી, તેમજ કોઈ મોટું નુકસાન થયું નથી. આગ સમયસર કાબૂમાં આવી જતાં ગૌશાળા સંચાલકો અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. આ પણ વાંચો - Amreli News: લુવારિયા વીડીમાં બીમારીને કારણે સગર્ભા સિંહણનું મોત

Read Full Story arrow_forward
Delhi Rain: દિલ્હીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, દિવસે છવાયુ અંધારુ
calendar_today June 4, 2026

Delhi Rain: દિલ્હીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, દિવસે છવાયુ અંધારુ

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી રહેવાસીઓને ગરમીથી ખૂબ જ રાહત મળી. ગુરુવારે (૪ જૂન) બપોરે જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગે 4 જૂન અને 5 જૂન માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. દિલ્હીમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે કલાકમાં દિલ્હીના ઘણા ભાગોમાં - જેમાં નરેલા, અલીપુર, બુરારી, બાદલી, મોડેલ ટાઉન, કરાવલ નગર, આઝાદપુર, દિલ્હી યુનિવર્સિટી, સિવિલ લાઇન્સ, દિલશાદ ગાર્ડન, સીમાપુરી, કાશ્મીરી ગેટ, સીલમપુર, શાહદરા, વિવેક વિહાર અને લાલ કિલ્લો - તેમજ એનસીઆર પ્રદેશ (લોની દેહત)નો સમાવેશ થાય છે, કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ, 30-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કરા પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી કેટલાક દિવસોમાં દિલ્હી-એનસીઆર આંશિક રીતે વાદળછાયું રહેશે. એક કે બે વાર હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ બદલાતી હવામાન પરિસ્થિતિઓ 6 જૂન સુધી ચાલુ રહેવાની ધારણા છે. હવામાન નિષ્ણાતોના મતે, કેરળમાં ચોમાસાના આગમનથી ઉત્તર ભારતમાં પણ ભેજનું પ્રમાણ વધ્યું છે. આનાથી દિલ્હી-એનસીઆરમાં પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિ વધુ તીવ્ર બની છે. આગામી દિવસોમાં, આ પ્રદેશમાં ભારે પવન, ધૂળના તોફાન અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

Read Full Story arrow_forward
Rajesh Exports પર 15.15 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ, શું LIC અને કેનરા બેન્કના પૈસા પણ ફસાયા?
calendar_today June 4, 2026

Rajesh Exports પર 15.15 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ, શું LIC અને કેનરા બેન્કના પૈસા પણ ફસાયા?

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ ગોલ્ડ બિઝનેસ સાથે જોડાયેલી રાજેશ એક્સપોર્ટ્સ સામે મોટું પગલું ભર્યું છે. સેબીએ કંપની પર આશરે ₹15.15 લાખ કરોડની આવક ખોટી રીતે દર્શાવવાનો આરોપ મૂક્યો છે. સાથે જ કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ મહેતાને કંપનીના શેરોમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સેબીની પ્રાથમિક તપાસમાં રાજેશ એક્સપોર્ટ્સ પર નાણાકીય હિસાબોમાં ગેરરીતિ, ફંડ્સની શંકાસ્પદ હેરફેર અને તપાસ દરમિયાન સહકાર ન આપવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. આ સમાચાર બહાર આવતા જ કંપનીના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને શેર લોવર સર્કિટ પર પહોંચી ગયો હતો. LIC પર પણ પડી અસર આ સમગ્ર મામલાની સૌથી વધુ અસર રાજેશ એક્સપોર્ટ્સ પછી ભારતીય જીવન વીમા નિગમ (LIC) પર જોવા મળી છે. LIC પાસે રાજેશ એક્સપોર્ટ્સમાં આશરે 10.80 ટકા હિસ્સેદારી છે. જોકે સપ્ટેમ્બર 2023 પછી LICએ કંપનીના શેરોમાં કોઈ ખરીદી કે વેચાણ કર્યું નથી અને પોતાની હોલ્ડિંગ યથાવત રાખી છે. હાલમાં LICની આ હિસ્સેદારીનું મૂલ્ય લગભગ ₹347 કરોડ છે, જ્યારે 2026ની શરૂઆતમાં તેનું મૂલ્ય ₹637 કરોડ હતું. આ ઉપરાંત વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)નું પણ કંપનીમાં મોટું રોકાણ છે. હાલમાં તેમની હિસ્સેદારીનું મૂલ્ય ₹456 કરોડ છે, જે અગાઉ ₹838 કરોડ હતું. LICના શેરોમાં પણ ઘટાડો રાજેશ એક્સપોર્ટ્સના શેરોમાં ભારે ઘટાડા સાથે LICના શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ LICના શેરોમાં લગભગ 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને શેર લગભગ ₹398ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટનાની સીધી અસર LICના શેરધારકો પર પડી શકે છે. જોકે LICના પોલિસીધારકો પર તેની સીધી અસર થવાની શક્યતા ઓછી છે. કેનરા બેન્ક પણ મુશ્કેલીમાં મુકાઈ આ મામલામાં સરકારી ક્ષેત્રની કેનરા બેન્ક પણ અસરગ્રસ્ત બની છે. રાજેશ એક્સપોર્ટ્સ દ્વારા લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થયા બાદ બેન્કે કંપનીના ₹509 કરોડના લોન એકાઉન્ટને 'સ્ટ્રેસ્ડ એસેટ' તરીકે વર્ગીકૃત કર્યું છે. હવે કેનરા બેન્ક આ ફસાયેલા દેવામાંથી બહાર નીકળવા માટે પગલાં લઈ રહી છે. બેન્કે ₹509 કરોડના બાકી લોનને ઓપન ઓક્શન દ્વારા વેચવાનો નિર્ણય કર્યો છે, જેથી બાકી રકમની વસૂલી કરી શકાય અને જોખમી એકાઉન્ટમાંથી બહાર નીકળી શકાય. આ સમગ્ર ઘટનાએ રોકાણકારોમાં ચિંતા વધારી છે અને રાજેશ એક્સપોર્ટ્સ સાથે જોડાયેલા અન્ય રોકાણકારો તથા નાણાકીય સંસ્થાઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે. આ પણ વાંચો : TikTok નો કમાલ, મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને આ વ્યક્તિ બન્યો એશિયાનો બીજો સૌથી ધનિકડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.

Read Full Story arrow_forward