android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Stock Market Closing: નજીવા વધારા સાથે શેરબજાર બંધ, સેન્સેક્સ 74,360 અંકે
calendar_today June 4, 2026

Stock Market Closing: નજીવા વધારા સાથે શેરબજાર બંધ, સેન્સેક્સ 74,360 અંકે

ગુરુવારે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ શરૂઆતમાં લાલ નિશાનમાં ખૂલ્યું પરંતુ થોડી વારમાં માર્કેટમાં રિકવરી જોવા મળતા લીલા નિશાનમાં આવી ગયુ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ બંધ થયા. શેરબજાર નજીવા વધારા સાથે બંધ બપોરે 3.30 કલાકે સેન્સેક્સ લીલા નિશાનમાં નજીવા વધારા સાથે બંધ થયું.  સેન્સેક્સ 13 પોઇન્ટના ઘટાડા સાથે 74,360 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 10.95 પોઇન્ટના ઘટાડા સાથે 23,416 અંકે બંધ થયો. હાલમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના પરિણામની રાહ જોઈ રહ્યા છે, જેના પરિણામો શુક્રવારે જાહેર થવાના છે. પરિણામે, બજારના સહભાગીઓ મોટા દાવ લગાવવાનું ટાળી રહ્યા છે.સવારે 11:00 વાગ્યા સુધીમાં, નિફ્ટી50 23,425.00 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 19.35 પોઈન્ટ - અથવા 0.08 ટકા વધીને 74,406.66 ના સ્તરે પહોંચ્યો. વ્યાપક બજારમાં જોરદાર ખરીદીની પ્રવૃત્તિ જોવા મળી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.67 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.57 ટકા વધ્યો હતો. ક્ષેત્રીય સૂચકાંકોના સંદર્ભમાં, IT, રિયલ્ટી અને ખાનગી બેંકિંગ ક્ષેત્રોના શેરમાં નબળાઈ જોવા મળી હતી. તેનાથી વિપરીત, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ અને ગેસ અને કેમિકલ્સ ક્ષેત્રોના શેરમાં મજબૂત તેજી જોવા મળી, જેનાથી બજારને ટેકો મળ્યો.અમેરિકા-ઈરાન તણાવ ચિંતામાં વધારો મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ફરી એકવાર તંગ બની છે. બુધવારે સવારે ઈરાને કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કર્યો. એક દિવસ પહેલા જ યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાન દ્વારા છોડવામાં આવેલી અનેક બેલિસ્ટિક મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો હતો. વધુમાં, પર્શિયન ગલ્ફમાં સ્થિત કેશમ ટાપુ પર બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, મીડિયા સાથે વાત કરતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન પરમાણુ શસ્ત્રો ન રાખવા માટે સંમત થયું છે. દરમિયાન, અમેરિકાએ એ પણ સંકેત આપ્યો હતો કે ઇઝરાયલ લેબનોન સાથે યુદ્ધવિરામ કરવા તૈયાર છે, જો હિઝબુલ્લાહ તેના હુમલા બંધ કરે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward
Delhi Hotel Fire Case : સાકેત કોર્ટે મુખ્ય આરોપી લવકેશ બજાજની 4 દિવસની પોલીસ કસ્ટડી કરી મંજૂર
calendar_today June 4, 2026

Delhi Hotel Fire Case : સાકેત કોર્ટે મુખ્ય આરોપી લવકેશ બજાજની 4 દિવસની પોલીસ કસ્ટડી કરી મંજૂર

દિલ્હીમાં બનેલી ભયાનક હોટલ આગની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. આ મામલાના મુખ્ય આરોપી અને હોટલ માલિક લવકેશ બજાજને પોલીસને સોંપવામાં આવ્યો છે. આજે તેને દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેની 4 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે. લવકેશ બજાજની વધુ પૂછપરછ કરવામાં આવશે પોલીસના જણાવ્યા અનુસાર, હોટલમાં લાગેલી આગના કારણો અને સુરક્ષા વ્યવસ્થામાં થયેલી સંભવિત બેદરકારી અંગે વધુ તપાસ માટે લવકેશ બજાજની પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સીઓ હોટલમાં આગ લાગવાના કારણો, ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં અને ઘટનામાં કોઈ ગંભીર ગેરરીતિ થઈ હતી કે કેમ તે અંગે માહિતી એકત્ર કરી રહી છે. 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં અનેક વિદેશી નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે ઘણા મહેમાનોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. બચાવ અને રાહત કામગીરી દરમિયાન અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ ઘટનાની વિસ્તૃત તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં હોટલમાં ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન અને જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. આ ઘટના બાદ દિલ્હીની અનેક હોટલો અને કોમર્શિયલ ઈમારતોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની તપાસ તેજ કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી રહી છે. પોલીસ હવે લવકેશ બજાજની પૂછપરછના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે. આ પણ વાંચો : Delhi Rain: દિલ્હીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, દિવસે છવાયુ અંધારુ

Read Full Story arrow_forward
Gujarat Latest News live: અમરેલીના લુવારિયા વીડીમાં બીમારીના કારણે સિંહણનું મોત, વન વિભાગ દ્વારા કારણોની તપાસ શરૂ
calendar_today June 4, 2026

Gujarat Latest News live: અમરેલીના લુવારિયા વીડીમાં બીમારીના કારણે સિંહણનું મોત, વન વિભાગ દ્વારા કારણોની તપાસ શરૂ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward